ભાઈબંધી :
ભીમાસર ગામએ રાજપૂતો એ પોતાના કાંડા ના બળે ઉભું કરેલું. એમાં પલાસવા જાગીરને ભીમાસર ઉપર કપરી નજર એટલે પોતાના માણશોની વાર (વાર એટલે કે સે ન્ય) મોકલે અને ઘ ણા મા ણ સોની ખુમા રી થાય.
સંવત 1842ની વાત સે રાણોજી પરમાર અને નામેરીજી બારડ બને ભાઈબંધ વાવડી વાડી એ આંટો દેવા જાય છે. વાડીએ થી પાસા ફરથી વખતે બરોબર ગામના પાદરમાં ઘોડાના ડાબલા અને માણશોના પગના અવાજ સભરાણા જોયું ત્યાં તો વાર હાલી આવે સે. હવે કરવું શું? હાથમાં હથિ આર નથી. રાણાજી પરમારે નામેરીજી બારડને કીધું જાવ તમે દોળો અને ગામમાં જાણ કરો. મારાથી દોળાસે નહિ મારે પગમાં વારા સે ( વારા એટલે કે તે સમયમાં એવો એક રોગ ફાટી નીકળ્યો તો કે પગમાંથી લોકોને વાળા જેવા દોરા નીકળતા.)
નામેરીજી કહે ભેરુ જો તને વારની સામે એકલો મૂકીને જાવ તો તો ભલા માણસ મારી ભાઈબંધી લાજે. એમ કહીને નામેરીજી એ તો પથરોની ખોઈ ભરી થોડા ઉંચા ટેકરા ઉપર ઉભા રહીને એક એક પાણે એક માણસને ઉપડતો આવે. એ બીજી બાજુ જારાનાં થડનો ટેકો લઈને રાણોજી પણ એક એક પાણે માણસોને પાડતાં આવે સે.
સામે વારમાં માણસો ઘણા હોવાથી નામેરીજી બારડ ચારેબાજુથી ઘેરીનેમા ર્યા, પણ રાણાજી ના પથરો હજી ભમ્મ કરતા આવે છે. રાણોજી દેખાતા નથી. વારના માણસો એ નીરખીને જોયું તો ઢૂંઆના થડ માં પથર આવે છે, ત્યાં જઇ રાણાજીની ફરતો ઘેરો કરીમા ર્યા.
આજ પણ બને ભેરુઓની ખાંભી એજ ઢૂંઆના થડ પાસે દેરીમાં છે.
રાણાજી પરમારના સ્વર્ગવાસ પછી 20 વર્ષ એમના દીકરો અમરાજી પરમાર ગાયોની વારે કામ આવ્યા એમનો પાળિયો પાળીયાધારે આવેલ છે.
લી. નરેશસિંહજી ગોહિલ(વાગડ)
(સાભાર નિલેશ ભેંસાણિયા, અમર કથાઓ ગ્રુપ)