રાશિ પરથી જાણો કઈ છે તમારી સૌથી મોટી નબળાઈ, અને નવા વર્ષ પહેલા કરો તેને દુર.

0
682

પોતાની રાશિ દ્વારા જાણો તમારી નબળાઈ વિષે, જેથી નવું વર્ષ શરૂ થાય તે પહેલા તેનાથી છુટકારો મેળવી સફળતા મેળવી શકાય.

નવું વર્ષ 2022 આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ આ વર્ષ કરતા સારું રહે. જૂની ભૂલો માંથી શીખ લઇને આવનારા વર્ષને વધુ સારું બનાવવામાં આવે. શીખ લેવાનો આ ઘટનાક્રમ જીવનભર ચાલતો રહે છે, પણ કેટલીક એવી વાતો છે જેનાથી જીવનમાં શુભતા રહે છે. સીધી રીતે સમજીએ તો વ્યક્તિ પોતાની નબળાઈઓને ઓળખીને તેને દુર કરી લે, તો સફળતાનો માર્ગ સરળ થઇ જાય છે. આવો જાણીએ કે રાશિ મુજબ કઈ છે તમારી નબળાઈ? અને કેવી રીતે વર્ષની શરુઆત કરવી તમારા માટે શુભ રહેશે?

મેષ : મેષ રાશિના લોકોની પ્રકૃતિ હંમેશા આગળ રહેવાની હોય છે. તમે દરેક બાબતમાં આગળ રહેવા માંગો છો, અને ઘણી વખત એવો સમય પણ આવે છે જયારે તમે નંબર વન નથી રહી શકતા. નવા વર્ષની શરુઆત પહેલા તમે એ વાત સમજો કે હંમેશા નંબર વન ઉપર જળવાઈ રહેવાની જિદ્દ ઘણી વખત તમને તણાવ આપી જાય છે. આ વર્ષ તમારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરો. તમે પણ માણસ જ છો અને જીવનમાં સફળતા-નિષ્ફળતાનો સમય ચાલતો રહે છે. એ નિષ્ફળતાઓ જ તમને સાચી પ્રગતી આપવામાં મદદ કરાવશે.

વૃષભ : આ રાશિના લોકો પૃથ્વી તત્વ સાથે જોડાયેલા હોય છે અને ખુબ જ વ્યવસ્થિત હોય છે. તેઓ બીજા ઉપર વધુ નિર્ભર રહે છે. તમારે એ સમજવું પડશે કે બીજા પાસેથી હંમેશા તમને તમારા પ્રશ્નોના સાચા જવાબ નહિ મળે, અને એટલા માટે ઘણી વખત તમારે તમારી ઉપર વિશ્વાસ કરીને પોતાના નિર્ણય લેવા પડશે. બની શકે છે કે તમારા નિર્ણય હંમેશા યોગ્ય ન હોય પણ બધાના નિર્ણય દર વખતે સાચા સાબિત થવા જરૂરી પણ નથી. સાચા રહેવાની જિદ્દ છોડો નહિ તો તમે ક્યારેય પોતાના નિર્ણય નહિ લઇ શકો. પોતાના ઉપર વિશ્વાસ કરતા શીખો, નવા વર્ષમાં નવી શરુઆત માટે તે ઘણું જરૂરી છે.

મિથુન : મિથુન રાશિના લોકોને એક વાતનો ડર દરેક વખતે સતાવતો રહે છે કે ક્યાંક તેનાથી કોઈ તક છૂટી ન જાય. તે દરેક સ્થળે હાજર રહેવા માંગે છે પણ તમારે સમજવું પડશે કે તમારે દરેક જગ્યાએ હાજર રહેવાની જરૂર નથી. ઘણી વખત તમે કેટલીક સારી ક્ષણ છોડી શકો છો પણ તેના માટે નિરાશ થવાની જરૂર નથી, કેમ કે તમને આગળ પણ ઘણી તકો મળતી રહેશે.

કર્ક : જયારે રિલેશનશિપની વાત આવે છે તો કર્ક રાશિના લોકો સૌથી વધુ તકલીફમાં હોય છે, કેમ કે તેમના માટે કોઈની નજીક આવીને પછી અલગ થવું સૌથી મુશ્કેલ કામ હોય છે. નવું વર્ષ શરુ થતા પહેલા એ નક્કી કરી લો કે તમે તમારી નબળાઈ છોડીને આગળ વધશો. તમે જલ્દી કોઈની નજીક આવો છો પણ જયારે આવો છો તો પુરા મનથી તેની સાથે રહો છો. તમારે એ શીખવાની જરૂર છે કે દરેક સંબંધ લાંબા નથી ટકતા અને ઘણી વખત તેને પાછળ છોડીને આગળ વધવું જ સારું રહે છે.

સિંહ : સિંહ રાશિવાળા હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તેની આસપાસના લોકો ઉપર પોતાનો જાદુ છોડવામાં હંમેશા સફળ રહે છે. આ રાશિના લોકો રીજેક્શનનો સ્વીકાર નથી કરી શકતા. નવું વર્ષ શરુ થતા પહેલા પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો. તમારે એ સમજવું જોઈએ કે ઘણી વખત તમને કેટલાક લોકો રીજેક્ટ પણ કરી શકે છે અને તેને સ્વીકાર કરવામાં તમને તકલીફ ન થવી જોઈએ. તમે દરેકને ખુશ નથી કરી શકતા તે એક સત્ય છે. એટલા માટે નવા વર્ષમાં તેને લઈને તણાવમાં ન રહો.

કન્યા : ઘણી વખત તમે પોતાની નાની નાની ખામીઓથી પરેશાન થઇ જાવ છો. તમારે તમારા મગજમાં ઉભી થયેલી પરફેક્ટની પરિભાષા માંથી નીકળવું પડશે. કોઈ પણ માણસ પરફેક્ટ નથી હોતા અને તમારી ખામીઓ તમને ઘણું બધું શિખવે છે, તો દરેક વખતે પરફેક્ટ રહેવાની ઈચ્છા છોડી દો, તમારું નવું વર્ષ આનંદથી ભરેલું રહેશે.

તુલા : તમારો આનંદ બીજા ઉપર નિર્ભર નથી કરતો એટલા માટે એકલા થઇ જવાના ડરથી બહાર નીકળો. તમને ખુશ રહેવા માટે બીજા લોકોની જરૂર નથી. ઘણી વખત એકદમ એકલા થવું તમારા માટે એકદમ યોગ્ય છે અને તેનાથી તમારા વ્યક્તિત્વનું આકર્ષણ ઓછું નથી થઇ જતું. તમારા માટે થોડો સમય કાઢો અને પોતાની સાથે સમય પસાર કરો.

વૃશ્ચિક : જળ તત્વ સાથે સંબંધિત હોવાને કારણે તમે તમારૂ દિલ હાથમાં લઇને જ ચાલો છો. તમારા જીવનમાં ઘણી વખત એવો મુશ્કેલ સમય આવે છે જયારે લોકો તમારી સાથે દગો કરી દે છે. લોકોની બાબતમાં ખોટા નિર્ણયો પાછળ છોડીને આગળ વધો અને નવા વર્ષમાં લોકોને પરખવાની ક્ષમતા વધારો.

ધનુ : તમે ઘણા સાહસી પ્રકૃતિના રહો છો અને એટલા માટે તમારું જીવન ઘણું રોમાન્સથી ભરેલું હોય છે. જો તમે તમારા રોમાંસ ભરેલા જીવનમાં વ્યસ્ત હોવાને કારણે જ કેટલીક વસ્તુ મિસ કરી ગયા તો તેનો અફસોસ કરવાની કોઈ જરૂર નથી. તમે એક સાથે બંને દુનિયાનો આનંદ નથી લઇ શકતા. નવા વર્ષની શરુઆત થતા પહેલા કારણ વગર વિચારવાની ટેવ છોડી દો.

મકર : મકર રાશિના લોકો પોતાની ધીરજ માટે ઓળખવામાં આવે છે. તે ભાવનાઓમાં ખુબ ઓછા વહે છે. તમારે ઘણી વખત તમારી ભાવનાઓને બહાર કાઢવાની પણ જરૂર પડે છે. એમ કરવાથી તમે એક નવા અને આકર્ષક રૂપમાં ઉભરીને સામે આવશો.

કુંભ : ઘણા લોકો એવા હોય છે જે વચન આપીને ફરી જાય છે. તમને એ વાત સૌથી વધુ ખટકે છે. નવા વર્ષ પહેલા તે બધી ખરાબ યાદોને ભૂલી જાવ જેમાં તમારી સાથે કોઈએ વચન તોડ્યા હોય, કેમ કે દરેક વ્યક્તિ તમારી જેમ વચન નિભાવવામાં પાકા નથી હોતા. એટલા માટે તમારે પણ તે યાદોને ચોંટી રહેવાની કોઈ જરૂર નથી.

મીન : મીન રાશિના લોકો ખુબ જ ભાવુક પ્રકૃતિના હોય છે અને તે વાત તેને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી દે છે. એટલા માટે 2021 ની સાથે સાથે વધુ વિચારવાની ટેવને પણ છોડી દો. દિલ અને મગજ વચ્ચે સંતુલન જાળવી રાખવું દરેકના જીવનમાં ઘણું જરૂરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.