મકર રાશિફળ 2022 : મંગળ દેવની હાજરી આ રાશિના લોકો માટે આ સમસ્યાઓનું કારણ બનશે.

0
2393

વર્ષ 2022 મકર રાશિના લોકો માટે ખાસ ફળદાયી રહેવાનું નથી, વાર્ષિક રાશિફળ દ્વારા જાણો કેવી તકલીફો રહેશે.

મકર રાશિફળ 2022 :

વર્ષ 2022 ની શરુઆતમાં શનિનું તમારી જ રાશિમાં હાજર રહેવું કારકિર્દી, આર્થિક અને શિક્ષણ ક્ષેત્રે શુભ ફળ આપવાનું કાર્ય કરશે. આમ તો તમારે એપ્રિલમાં તમારા જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. ખાસ કરીને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરશે. સારું ખાવાપીવાનું અને આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. જીવનમાં ધન સાથે જોડાયેલા મુદ્દા ઉભા થઇ શકે છે.

વેપાર કરો છો તો સપ્ટેમ્બરથી લઈને વર્ષના અંત સુધીનો સમયગાળો સારો રહેશે. મંગળ દેવની હાજરી પાચન તંત્ર કે પેટ સાથે સંબંધિત કેટલીક સમસ્યાનું કારણ બનશે. એટલા માટે નાનીમાં નાની સમસ્યાને પણ ધ્યાન બહાર ન કરવી. કોઈ સારા ડોક્ટર પાસે તેની તપાસ કરાવો.

મકર રાશિના વિદ્યાર્થીઓએ વર્ષ 2022 માં વધુ મહેનત કરવાની જરૂર રહેશે. ફેબ્રુઆરીમાં જયારે મંગળનું ગોચર તમારી જ રાશિમાં થશે તો મન ભ્રમિત થઇ શકે છે. વર્ષ 2022 ની શરુઆતમાં કેતુ વૃશ્ચિક રાશિમાં બિરાજિત થઈને તમારી પરીક્ષા લેવાનુ કાર્ય કરશે. તમારા કૌટુંબિક જીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. એટલા માટે થોડો સમય કાઢીને પત્ની સાથે સમય પસાર કરો અને તેમને સમજવાનો પ્રયત્ન કરો.

એપ્રિલ માસમાં બૃહસ્પતિ (ગુરુ) નું ગોચર મીનમાં થશે. તેની સૌથી વધુ અનુકુળ અસર પ્રેમી જોડી ઉપર પડશે. પરણિત છો તો વર્ષની શરુઆતનો સમય તમારા માટે થોડો તણાવગ્રસ્ત રહી શકે છે. પણ ઓગસ્ટ પછીનો સમયગાળો, તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને રોમાન્સની વૃદ્ધી કરશે. અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રવાસ ઉપર જવાનો પ્લાન પણ બનાવી શકો છો.