દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે ફક્ત 15 મિનિટનો સમય કાઢીને પોતાના બાળકને નીચે લખેલી વાતો સંભળાવો. બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઈ જાય.
(૧) જીવનમાં ઉત્તર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો.
(૨) લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલા તેના માટે પોતાને સાબિત કરો.
(૩) કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે મોટા પગારનું ના વિચારો, એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેના માટે સખત મહેનત કરવી પડે.
(૪) અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમ કે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી.
(૫) તમારી ભૂલ, હાર વગેરે ફક્ત ને ફક્ત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો. ભૂલમાંથી શીખીને આગળ વધો.
(૬) તમને અત્યારે જેટલા નીરસ અને કંટાળા જનક તમારા માતાપિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલા નહોતા. તમારું પાલનપોષણ કરવામાં તેમને એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઈ ગયો.
(૭) કોન્સોવેસન પ્રાઈઝ ફક્ત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો.
(૮) જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા, મહિનાનું વેકેશન પણ નહીં મળે. ત્યાં તમને કોઈ શીખડાવવા વાળું પણ નહિ હોય, જે કઈ કરવાનું તે જાતે જ કરવું પડશે .
(૯) ટીવીમાં દર્શાવતું જીવન સાચું હોતું નથી. અને જીવન ટીવીની સિરિયલ નથી. જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફક્ત કામ, કામ અને કામ જ હોય છે. તમે ક્યારેય વિચાર્યું કે લક્ઝરી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી. કારણકે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કારલેનાર વ્યક્તિ પાસે ટીવી જોવાનો સમય હોતો નથી.
(૧૦) સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ના કરો. એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે.
– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)