રત્ના જોગરાણાના આ પાળીયા પાછળની સ્ટોરી તમારે અચૂક વાંચવી જોઈએ.

0
924

મિત્રો આ એજ વિર નર નો પાળીયો છે જેનું નામ રત્નો જોગરાણો……

પિયાવા ગામના ઘણી જુઠા ખુમાણની ડેલીએ વીસેક આદમીઓનો ડાયરો જામ્યો છે. ચોપાટની રમત જામી છે. દરબાર ગામધણી હતાં. સુખ સાહ્યબીનો પાર નથી. કસુબાની રમઝટ બોલતી જાય, ઠુંગા પાણી આવતાં જાય અને સુરજ મારાજ કોર કાઢે ત્યાં સુધી આખી રાત ચોપાટની બાથરોટી બોલાવે. આજ રાતે ડેલીએ ખાનામાં ચોપાટ મંડાણીતી ગામનાં કાઠી દરબારો સાથે આપાએ રત્ના જોગરાણાને પણ ચોપાટ રમવા બોલાવેલો.

રત્નો જ્ઞાતિએ ભરવાડ માલધારી બહોળા કુટુંબોનો માણસ. ગાયો ભેંસો નો તેનાં દરીયો ઉભરાય. બેંતાલીસ આદમીઓનુ એનું કળશી કુટુંબ હતું અને પાસુ રત્નો પિયાવાના ધણી જુઠા ખુમાણનો પાછો નાતાદાર(સાળો). જુઠા ખુમાણના ઘરવાળા આઇ માલુબાઇ નો જીભનો માનેલ ભાઇ એટલે ગામધણી ને રત્નો સાળો બનેવીનો…. હળવી મશકરી પણ થતી.

રત્ના સાથે દરબારને સાગમટે વહેવાર ને આખુ ઘર આવે ને જુઠા ખુમાણને ભીડ પડે ત્યાં રત્નો એનાં બેંતાલીસ જેટલાં કંધોતર આદમીને લઇને ધણી પડખે ઊભો રહે. આ નાતાના કારણ રત્ના ને ચોપાટ રમવા બોલાવે. ને આજ ડેલીએ ચોપાટ મંડાણી તી દરબારની સોગઠીઓ રમતી રમતી પાકવા જઇ રહી છે. રત્નાને ધાર્યો દાવ આવતો નથીં તોડ થતો નથી.

રત્ના આજ તારે નકોડીયુ નસીબમાં છે આપા જુઠા મરક મરક હસે છે. જો ધાર્યો દાણા આવે તો તમારી સોગઠીને ઉલાળવી છે કે કાંતો ચાર ફાડીયા રત્નો હસે છે. સવારે સીમમાં જઇ ઘેટાં બકરાને ઢીબજે ખુમાણની સોગઠી ઢીબવી તારાં કામ નહી. અને જોગાનુજોગ રત્નાએ પાસા ફેંકયા પડયાં પોબાર રત્નાએ ખાના ગણયા ને જુઠાજીની પાકવા આવેલી સોગઠી ઝપટે આવી ગઇ ને રત્નો ગોઠણભેર થયો સોગઠી પર ઘાક ર્યો ને ચાર ભાગ ખુમાણનો ચેહરો કાળો થયો.

કાઠી દાયરાએ આડો આંક વાળ્યો અરરર ખુમાણ આ ભરવાડે હદ કરી. આ નાતાદાર છે કે દુશ્મન. દુશમન પણ આવો ઘા ન કરે ને પિયાવાના ધણીનું આવું અપમાન કાલે બીજું કંઈક કરશે તો ને ડાયરો હસ્યો ને જુઠાજીને ક્રૌધ ચડયો ને ત્રાડયા ઊભો થા માળા બુડથલ તું નાતાદાર છો એટલે જીવતો જવાં દઉં છું નીકર ઝાટકે દેત.

રત્નાએ વાતને હસવામાં લીધી તમે ખીજાઇ ગયાં આતો રમત છે. હવે રમતનો સવાદિયો થામા નીકળી જા મારાં ગામમાંથી વાત વણસી એવું લાગતાં બોલ્યો, તમે જાકારો દો છો. હા જાકારો સાત ફેરા બાંધ તારા લબાચા નીકળ મારાં ગામમાંથી ને જો નહીં નીકળ તો તારાં ઠાકરના સમ છે.

ભલે આપા આજથી પીયાવા નું પાણી અગરાજ ખંભે લાકડી ને ધાબળો નાંખી રત્નો નીકળી ગયો ને નેસમાં આવ્યો. આખાં કુટંબ સાથે ઉચાળા ભર્યાં.. જુઠાના ઘરવાળા એ વાત મળતાં રત્નાને ગઢમાં બોલાવ્યો. જીભનો માનેલો ભાઇ બેનને વાત કરી પણ બોન ડાયરાએ વાત બગાડી બેનને શેરડો પડયો કારણ પિયાવાના ગરાસ માથે જુનાગઢ નવાબનુ વેર તોળાઇ રહ્યું હતું અને આ થયું અણધારી આવી રત્ના જેવાની જરુર વેળાએ વિદાઇ?

જુનાગઢની ફોજ પાલીતાણા બાજું જઇ રહી હતી તે પિયાવાથી પસાર થઈ હાલવા બાબતમાં જુઠાના ચોકીદાર અને ફોજ વચ્ચે ચકમક થઈ. પરંતું ફોજ ઉતાવળમાં હતીં. વળતાં વાત જાસો દીધો આજથી દસમે દિવસે પિયાવાને ધમ રોળી નાખશુ. તેદી જુઠાને અન્નપાણી આકરાં થયાં. તે વખતે રત્નાએ હરમત આપેલી મુંઝાઇ શાના જાવશો. આવવદો મારી પાસે એકલોહિયા બેંતાલીસ જુવાનો છે. તમારે ચોપડે અમારા માથાં મંડાઇ ગયાં છે આ વાત બેન માલુબાઇને તાજી થઈ.

તુ જા હુ દરબાર ને સમજાવીશ. ના બોન ઠાકર ના સમ દીધા પિયાવા નું પાણી અગરાજ કંઠ રૂંધાયો અટાણે કાપડાની જરુર છે તને ખબર છે જુનાગઢનો નવાબ અને તુ આવાં ટાણે છોડીને ચાલ્યો બેન પિયાવા છોડું છું બેનનો નાતો નહીં. ફોજ આવે ત્યારે ઢોલ વગાડજો હું વંડા જાઊં છું ને હું દોડી પોગીશ. બરાબર આઠમના દિવસે ફોજ પિયાવા આવી ત્યારે કાળા કરપડાએ બટાઝટી બોલાવી ત્યાં રત્નો એનાં બેંતાલીસ જેટલાં ભરવાડો લઇ આંબી ગ્યો એક ઘાએ બબે જણના રામ રમાડી દેતાં જુવાનો તુટી પડ્યા.

પાળને ભાગવાનો વારો આવ્યો છેવટે ફોજના ઊપરીએ હાથની લ ડાઈ બંધ કરી બન ડુકો વેતી કરી એકતાળી જોગરાણાનો સોથ નીકળી ગયો. રત્નો જોગરાણાએ દોડ દિધી. સિપાહીના હાથ માંથી તર વાર લઇને શિવાલયમાં જઇ કમળપુજા કરી અને એનું ધડ ધીંગણે ચડયું. ફોજમાં દેકારો બોલી ગયો છેવટ ગળીનો દોરો નાંખી ધડ પડયું ને સીમાડે શાંત થયું.

આ વાત નાનાભાઇ જેબલીયા લખી છે. બીજુ આનો રહડો પણ છે. અને મિત્ર એવા ભરતભાઈ રાવળ વંડા ગામ ના વતની તેમને રત્ના જોગરાણાનો રાહડો પણ બનાવી ને ગાયો પણ છે.

ફોટો મોકલનાર મિત્ર..પિયાવાના વતની. નાજુભાઇ રામભાઈ બોરીચા, જેમનો આભારી છું.

નોંધ : વંડા અને પીયાવા વચ્ચે એક કિમી દૂર ચાલીશ જોગરાણાની ખાભીઓ મારગ મા ઊભી આડી આ વાતની સાક્ષી પૂરે છે જે તમે ફોટામાં જોઈ શકો છો. ત્યાં ના વતની અથવા રત્ના જોગરાણાનો સમાજ થોડું ધ્યાન આપી ખાંભીઓ ને વ્યવસ્થિત કરવા વિનંતી બસ.

પોસ્ટ બાય સંત શૂરા અને સતીઓ ગ્રુપ

વિરમદેવસિહ પઢેરીયા.