ખરાબ એન્જીનયરિંગને કારણે, પીસાનો ટાવર એક તરફ ઝૂકી ગયો, તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યા પછી પણ, આ ટાવર ઘણી વખત બંધ કરવામાં આવ્યો છે, એનું કારણ સ્પષ્ટ હતું કે તે ગમે ત્યારે પડી શકે છે.
તેનાથી વિપરીત, મણિકર્ણિકા ઘાટ કાશીનું આ મંદિર, જે રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, તે પણ હજારો વર્ષ જૂનું છે, અને તે પણ એક તરફ નમી ગયેલું દેખાય છે, છતાં લોકો તેની નોંધ નથી લેતા.
પીસાનો ટાવર 4 ડિગ્રી નમેલો છે જ્યારે રત્નેશ્વર મહાદેવ મંદિર 9 ડિગ્રી નમેલું છે.
આ મંદિર વર્ષમાં 8 મહિના ગંગા નદીના પાણી અને 4 મહિના માટીના કાદવમા ઢંકાયેલું રહે છે.
તેનું નિર્માણ રાણી અહલ્યાબાઈની દાસી રત્નાબાઈએ કરાવ્યું હતું.
પરંતુ આપણા આ વરસાઓ પર કોઈનું ધ્યાન પણ જતું નથી. કે કોઈ ધ્યાન આપતું નથી અને આ જોવા માટે અહીં ખાસ ભીડ પણ હોતી નથી.
કારણ કે આપણે આપણા વારસા વિશે જાણતા નથી, અને જ્યાં સુધી આપણે આપણા વારસા વિશે જાણતા નથી, ત્યાં સુધી આપણે આપણી સંસ્કૃતિને આમ જ બરબાદ થવા દઈશું, અને બીજાની સંસ્કૃતિને આપણી સંસ્કૃતિ કરતા ઉંચી માનતા રહીશું.
હવે ક્યારેય કાશી તીર્થયાત્રા પર જાઓ તો ખાસ આ બધા ઘાટ ઇમારતોને જોવા, સમજવા અને એની સાથે એક સેલ્ફી જરૂર લેજો. આપણી આ ધરોહરોની જાણકારી બીજાને પણ જરૂર આપજો.