રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્ત્રોતનો મહિમા

0
1082

જાણો રાવણે ક્યારે અને કેમ કરી હતી શિવ તાંડવ સ્ત્રોતની રચના. મંત્ર અને સ્ત્રોત મોટી શક્તિ હોય છે, પોતાના આરાધ્યનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું. સ્તોત્રનું પાઠ કરવું કૃપા સાગરમાં ડૂબકી લગાવવા જેવી જ છે. દરેક દેવી દેવતાઓને વેદોં અને પુરાણોમાં ઉલ્લેખનીય અલગ અલગ સ્ત્રોત છે.

અમે અહિયાં શિવજીની આરાધનામાં બનાવવામાં આવેલા શિવ તાંડવ સ્ત્રોતની વાત કરી રહ્યા છીએ. જે મહાવિદ્વાન લંકાપતિ રાક્ષસ રાજ રાવણે થોડી ક્ષણોમાં જ બનાવી દીધા હતા. આ સ્ત્રોત એટલા ચમત્કારી અને પ્રભાવશાળી છે કે તેના પાઠથી માણસ તેના જીવ માંથી દુઃખોને દુર કરીને સુખી જીવન પ્રાપ્ત કરી શકે છે. શિવતાંડવ સ્તોત્ર અદ્વિતીય કાવ્ય રચના છે. જે તેને બીજા સ્ત્રોતથી અલગ દેખાડે છે.

શાસ્ત્રો મુજબ એક વખત રાવણને અહંકારમાં શિવનો વાસ કૈલાશ પર્વતને જ ઉઠાવી લીધો અને તેને લંકા લઇ જવાનું વિચાર્યું. તે વાતથી શિવને ગુસ્સો આવવા લાગ્યો. તેમણે અહંકારી રાવણને પાઠ ભણાવવા માટે તેના અંગુઠાથી કૈલાશને દબાવી દીધો. તે રીતે રાવણનો હાથ તે પર્વત નીચે દબાઈ ગયો.

અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તે કાંઈ ન કરી શક્યો. તે વેદનામાં તેણે ભોલે ભંડારીની મંદ મંદ પ્રસંશા કરવા માટે 17 શ્લોકો થકી યુક્ત શિવ તાંડવ સ્ત્રોત રચી નાખ્યા. શિવ તો છે જ ભોળા, તેને તેમના ભક્તોના શ્લોક ઘણા ગમે છે અને તેમણે રાવણને તે પર્વત માંથી કાઢી દીધા અને તેને આશીર્વાદ આપ્યા કે આ તારો સ્ત્રોત અજર અમર રહેશે અને જે પણ તેનો પાઠ કરશે, તેને મારી કૃપા પ્રાપ્ત થશે.

શિવતાંડવ સ્તોત્ર દ્વારા ભગવાન શિવની સ્તુતિથી થનારા લાભ નીચે મુજબ છે :

(1) શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવાથી વ્યક્તિને ધન સંપત્તિ જેવા ભૌતિક સુખો સાથે સમાજમાં સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે.

(2) શની કાળ છે અને શિવ કાળોના કાળ (મહાકાળ) છે એટલે શનીથી પીડિત લોકોને તેના પાઠથી લાભ મળે છે.

(3) નૃત્ય, ચિત્રકલા, લેખન, યોગ, ધ્યાન, સમાધી વગેરે કળાઓમાં જોડાયેલા લોકોને શિવતાંડવ સ્તોત્ર માંથી સારો લાભ મળે છે.

(4) આ સ્તોત્રના નિયમિત પાઠથી વાણી સિદ્ધીની પણ પ્રાપ્તિ થાય છે.

(5) તમારા જીવનમાં કોઈ પણ સિદ્ધીની મહેચ્છા હોય, તો આ સ્તોત્રના જાપથી સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે.

(6) કાળસર્પથી પીડિત લોકોને આ સ્ત્રોત ઘણી મદદ કરે છે.

(7) શિવતાંડવ સ્તોત્રના પ્રદોષ કાળમાં પાઠ કરવાથી શિવજીની કૃપાથી રથ, ગજ, વાહન, અશ્વ વગેરેથી સંપન્ન થઇને લક્ષ્મી સદા સ્થિર રહે છે.

આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.