“રાવણ હથ્થો” – જાણો આ વાંજીત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, શિવજી અને રાવણ સાથે છે તેનો સંબંધ.

0
1028

કહેવાય છે કે પરંપરાઓ ને માથે ધૂળ વળગે ત્યારે એણે પ્રેમ ભરી ફૂંક મારી સ્વછ કરવા વાળી પેઢીયો હાળ પણ ગામડે ગામડે હયાત છે. એવા જ રાજ ભરથરી ની વંશ વાત તમને હું આજે કહેવા જઈ રહ્યો છું.

આખા વિશ્વમાં બાહુબળ અને બુદ્ધિક્ષમતાં માં પારંગત એવા લંકાધીશ રાજા રાવણ ની રાજ્ય પામવા માટેની ઘેલાછા અને સંગીત વરી ગયેલાં આ દશમસ્તકધારી નો ઉદ્ધાર કરવા ભગવાન વિષ્ણુ એ પ્રભુ રામ નો અવતાર ધરી આવવું પડયું હતુ. એવાં સંગીત નો એક કિસ્સો હું અહિયાં રજુ કરૂ છું.

એક વાર મહેલ નાં મુખ્ય ભવનમાં જટાઓ ને ખુલ્લી કરી તંબુરાને પૂરા આદર્શ થી બન્ને હાથમાં પકડી એનાં તાર માંથી નવી ધૂન નું સર્જન કરી રહેલો આ લંકાધીશ આજે કોઉ આલગ ઉમેદ માં હતો. એક પગ ને ઊંચો કરી નીચે વળેલા પગ માં તંબુરા નું માથું ભરાવી એનાં તાર ને હળવે હાથે ઈશારો આપી રહ્યો હતો. એનાં બાહુ ની નસોએ જાણે કોય પર્વત શીલા પકડી રાખી હોય એવી ફૂટુફૂટુ થઈ રહી હતી.

એની ભરાવદાર છાતી અને પોહળી પીઠ નીચે જતાં સાંકડી થઈ જાતી હતી. માત્ર ધોતી માં સજ્જ રાવણ નાં પોહળા દેહ પર શોભતી જનોઈ પવિત્રતાની સાક્ષી પુરી રહી હતી. તંબુરાના તાર ને સ્પર્શ કરી રહેલા આ યો ધાની આંખો બંધ હતી એના હવામાં ફરકી રહેલા કેશ એની પાંપણો ને અડકી ને કોય ઊંડા વિચારો માં પડેલા સવાર સવાર માં સંગીત માં મગ્ન આ વીરપુરુષ ને અફરાઓ ની માફક પજવિ રહ્યાં હતાં.

મહેલ નાં મુખ્ય દ્વાર ને બંધ કરી વચોવચ મંત્રમગ્ન બનેલા રાવણ ને કોઈ છંછેડવ તૈયાર નોઁહતૂ. આખા વાતાવરણ માં પ્રસરેલી કાયા પર કરેલી કસ્તુરી ની શુવાસ સાથે સંગીત ની મહેક થી આખા મહેલ માં એક પરફૂલિતતા રાવણ નાં હોવાં છતાં મન ફાવે એમ ફરી રહી હતી.

ઊંડા ધ્યાન માં લાગેલા સંગીતનાં ધૂની ને બેધ્યાન કરતો પેલો પહાડ જેવો દરવાજો ટરરર…ગુરરરર કરતો ખુલી ધડિમ દઈ સોના મઢેલી દેવાલ ને અથડાતાં તીવ્ર અવાજે રાવણ ની મગ્નતા માં ક્રોધ નાં દ્વાર ખોલ્યા સમાન હતો.

” ક્ષમા પ્રભુ ક્ષમા…..” આખી રાત ઉજાગરો કરી થાકેલી આંખો અને બ્કતર પર પેલાં રેતીનાં ડાઘ માં પરોવાયેલો સિ પાહી કોઈ વાત આદરે એ પહેલા ઘૂંટણ ભેળો થઈ બે હાથ જોડી રાવણ ને મગ્નતાં માં ભેદ પાડવા બદલ માફી માગી રહ્યો.

” કપટી….” તંબુરાને એક હાથે મજબૂત પકડી વાળને ક્રોધિત સિહ ની માફક હવા માં ફંગોળી વીંટીથી જડીત આંગળી કરી રાવણ બોલ્યો.

ઊંડાણ માં પડેલી આંખો માંથી જ્વાળા નીકળી રહી હતી વર્ષોથી ભૂખ્યા જાનવર ની માફક શિ કાર ને ટગર ટગર જોઈ રહેલા રાવણ ના ક્રોધ સામે પેલો સે નીક કંઈ કર્યા વગર જ ત રફડી રહ્યો હતો. મોતી જડેલી વીંટી થી સજ્જ એ આંગળી એટલી સ્થિર હતી કે પેલાં સિપાહી નું કવચ ચીરી એનો જીવ રજળતો કરી દે.

” પ્રભુ નિવારણ લાવ્યો છું …..” સિપાહી ને ખબર હતી કે હવે જો સમય નો વ્યય કર્યો તો મો તનક્કી છે.

” તો ભસી નાખ કપટી મને વધારે ક્રોધીત ના કરીશ…” રાવણે ત્રાડ પાડી.

” પ્રભુ વન માં એક ઋષિ મલ્યા હતાં. તમારે જો ચારે દિશાઓ માં રાજ્ય કરવું હસે તો તમારા જમણા હાથ ની ના ળ નું વાંજીત્રુ બનાવી ભોળાનાથ ને પ્રસન્ન કરવા પડસે અર્થાત એના સિવાય કોઈ ઉપાય નથી…” શ્વાસ નો એકપણ ગુટડો પીધા વગર સિપાહી એ બધી વાત રાવણ સમક્ષ મુકી.

વિચાર નાં વાદળો માં મગ્ન રાવણે સિપાહી એ આપેલા નિવારણ નું પાલન કરી. પોતાના જમણા હાથ ને કોણી બરોબર કા પી એમાંથી એક વાદ બનાવ્યુ જેનું નામ “રાવણ હથ્થો” પડ્યું. એવું કહેવાય છે કે વાદનાં સંગીત થી પ્રસન્ન થઈ પ્રભુ શિવજી એ રાવણ ને વરદાન આપ્યું હતુ. અને એવું પણ કહેવાય છે કે અંતે એ વાદ રાજા ભરથરી પાસે હતુ.

આજ પણ આપડા ઘરે કણેક કરાવવા આવતાં ભરથરીઓ પાસે આ વાદ હોય છે. અને હમણાં જન્મેલા બાળક ના ઘરે આવી હાલારીયું ગાઈ એક સાડલો લઈ જાય છે. આદીકાળ થી ચાલી આવતી આ કળાને જીવતી રાખતાં આ ભરથરી પણ હવે ઓછા આવે છે.

બાકી ઘર નાં ચોપડ માં બેસી ભરથરી મોમા ના ઘર વાળું હાલરીયું ગાય એટલે બાળકની મા નો હરખ હાલોમાં નહમઆય.

– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રીપ)