શ્રાપને કારણે આ રીતે થયું હતું રાવણના અહંકારનું ખંડન, વાંચો શ્રેષ્ઠ પુરાણ કથા.

0
271

આપણી શ્રેષ્ઠ પુરાણ કથાઓ.

રાવણના અહંકારનું ખંડન :

રાક્ષસરાજ રાવણ શિવભક્ત હતો. એની શિવભક્તિ અપૂર્વ અને અદ્ભુત હતી. આમ તો લગભગ બધા દૈત્ય, દાનવ અને રાક્ષસ શિવ આરાધનામાં તન્મય રહેતા હતા. તેમાંય રાક્ષસરાજ રાવણની શિવભક્તિ અનન્ય હતી.

રાવણે એવી ઘોર તપશ્ચર્યા કરી કે શિવજી એના પર પ્રસન્ન થયા, અને પોતાનાથય બમણાં મસ્તકો આપ્યા. જ્ઞાન, વિજ્ઞાન અને સંગ્રામમાં અજેયતા પ્રાપ્ત કરવાના વરદાનો મેળવ્યા.

ભગવાન શિવજીના વરદાન પછી દશમુખ રાવણના અંતરમાં અહંકારે પ્રવેશ કર્યો, અહંકારના ન શામાં રાચતા રાવણે દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓને પરાસ્ત કરીને સૌના પર પોતાની શક્તિ સ્થાપિત કરી. ભગવાન મહેશ્વરની કૃપાથી રાવણ સૌથી વધારે પ્રતાપી સાબિત થયો. મહાદેવજીએ રાવણને ત્રિકૂટ પર્વતનો રાજા બનાવ્યો.

રાક્ષસરાજ રાવણે શિવજીએ આપેલા વરદાનના પ્રતાપથી તથા પરાક્રમ દ્વારા ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી દીધો, આથી દેવતાઓને ચિંતા થવી સ્વાભાવિક હતી.

દેવતાઓ સાથે મળીને શિવલોકમાં ગયા ત્યારે વાનર સમાન મુખવાળા નંદી સાથે વાર્તાલાપ કરવા લાગ્યા.

દેવતાઓએ નંદીને પ્રણામ કરીને પૂછયું: ‘આપનું મુખ વાનર જેવું કેમ છે?’ ત્યારે નંદીએ ઉત્તર આપ્યો: એક્વાર રાવણ અહીં આવ્યો હતો અને પોતાના પરાક્રમની વાતો બડાઈથી કરવા લાગ્યો. એ સમયે મેં એને કહ્યું કે તમે પણ શિવલિંગના પૂજક છો અને હું પણ આરાધક છું. આથી આપણે બન્ને સરખા છીએ, છતાંય તમે મારી સામે ખોટી બડાઈ શા માટે મારો છો?

‘મારી વાત સાંભળીને રાવણે પણ તમારા સૌની જેમ વાનરમુખ હોવાનું કારણ પૂછ્યું, ત્યારે મેં ઉત્તરમાં જણાવ્યું કે આ મારી શિવોપાસનાનું મોં માગ્યું ફળ છે. ભગવાન શિવજી તો મને એમનું સ્વરૂપ દેતા હતા, પરંતુ તે સમયે તેનો સ્વીકાર ન કર્યો. મેં જ વાનર સમાન મુખ માગ્યું. ભગવાન ઘણાં દયાળુ: છે. એમણે મારી મનોકામના પૂર્ણ કરી, મને મારી માગેલી વસ્તુ આપી, જેથી હું અભિમાન રહિત છું. જેમનામાં દંભનો અભાવ છે તથા જે પરિગ્રહથી દૂર રહેનાર છે. એમને ભગવાન શંકરના પ્રિય સમજવું જોઈએ. આનાથી વિપરીત જે અભિમાની, દંભી અને પરિગ્રહી છે, તેઓ શિવની કલ્યાણમયી કૃપાથી વંચિત રહે છે.

ત્યારે રાવણ પોતાના તપોબળના વખાણ કરવા લાગ્યો. રાવણે કહ્યું: બુદ્ધિમાન છું. મેં ભગવાન પાસેથી દસ મુખ માગ્યાં, વધારે મુખોથી શિવજીની અદ્ભુત સ્તુતિ કરી શકાય છે. તારા આ વાનર જેવા મુખથી શું થશે? તને કોઈએ ખોટી સલાહ દીધી લાગે છે. તે શિવજી પાસે આ વાનરનું મુખ વ્યર્થ માગેલું છે.

દેવતાઓ સામે જોઈને નંદીએ કહ્યું. દેવતાઓ, રાવણનું આ ઉપહાસ પૂર્ણ વચન સાંભળીને મેં એને શાપ આપતા કહ્યું કે, જ્યારે કોઈ મહાતપસ્વી શ્રેષ્ઠ માનવ વાનરો સાથે તારા પર યુદ્ધ કરીને તને અવશ્યમા રશે. આ રીતે સમગ્ર સંસારને દુ:ખી કરનાર રાવણને મેં શાપ આપી દીધો. દેવાધિદેવ મહાદેવજી સાક્ષાત્ વિષ્ણુરૂપ છે. આથી આપ સૌ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરો.’

નંદીની વાત સાંભળીને દેવતાઓ પ્રસન્ન હૃદયે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યાં તેઓએ રાવણના ત્રા સઅને અહંકારની વાત કરી. રાવણના ભયથી મુક્ત કરવા પ્રાર્થના કરી.

દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું દેવગણ, નંદીને આગળ કરીને તમે સૌ શીવ્રતાપૂર્વક વાનર શરીરમાં અવતાર ધારણ કરો, હું માયાથી સ્વરૂપ છુપાવીને મનુષ્યરૂપે આયોધ્યામાં રાજા દશરથને ત્યાં પ્રકટ થઈશ. તમારા કાર્યની સિદ્ધિ માટે મારી સાથે બ્રહ્મવિદ્યા પણ અવતાર લેશે. રાજા જનકને ત્યાં સાક્ષાત્ બ્રહ્મવિદ્યા જ સીતા રૂપે પ્રકટ થશે. શિવભક્ત રાવણ જ્યારે બ્રહ્મવિઘારૂપ સીતાજીનું હરણ કરશે ત્યારે તેનાં તપ-ભક્તિનો નાશ થશે. ધર્મહીન બનેલા રાવણને હરાવવો સુગમ બનશે. ‘

પરમ મંગલમય ભગવાન વિષ્ણુએ આ પ્રકારના વચનો દ્વારા બધા દેવતાઓને આશ્વાસન આપીને અંતર્ધાન થઈ ગયા. ત્યારપછી બધા દેવતાઓ અવતાર ધારણ કરવા લાગ્યા.

ઈન્દ્રના અંશથી વાલિ ઉત્પન્ન થયા.

સુગ્રીવ સૂર્યના પુત્ર હતા.

જામ્બુવાન બ્રહ્માજીના અંશથી પ્રકટ થયા હતા.

શિલાદનો પુત્ર નંદી, જે ભગવાન શિવનો અનુચર તથા અગિયારમો રુદ્ર હતો. તે હનુમાન રૂપે પ્રગટ થયા. તે અમિત-તેજસ્વી ભગવાન વિષ્ણુને સહાય કરવા અર્થે જ અવતર્યા હતા.

આ રીતે બધા દેવતાઓ વાનર રૂપે પ્રગટ થયા. સાક્ષાત ભગવાન વિષ્ણુ જ માતા કૌશલ્યાને આનંદ વધારનાર શ્રીરામ થયા. સંપૂર્ણ વિશ્વ એમના સ્વરૂપમાં રમણ કરે છે. એટલા માટે વિદ્વાન પુરુષો એમને રામ કહે છે.

ભગવાન વિષ્ણુ પ્રતિ ભક્તિ અને તપસ્યાથી યુક્ત શેષનાગ પણ લક્ષ્મ રૂપમાં અવતર્યા.

શ્રી વિષ્ણુના ભુજ દંડોથી પણ બે પ્રતાપી વીર પ્રગટ થયા. જે ત્રણેય લોકમાં ભરત-શત્રુદનના નામથી વિખ્યાત થયા.

મહારાજા જનકે બ્રહ્મવિદ્યા સ્વરૂપ સીતાને પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ શ્રીરામની સેવામાં અર્પિત કરી.

કમલનયનધારી શ્રીરામે રાવણને જીતવાની ઈચ્છા તથા દેવકાર્યની સિદ્ધિના ઉદેશથી વનમાં નિવાસ કર્યો. શેષાવતાર લક્ષ્મણે પણ એના માટે અત્યંત દુષ્કર તથા મહાન તપ કર્યું. ભારત અને શત્રુને પણ ઘોર તપસ્યા કરી હતી.

ત્યાર પછી તપોબળ સંપન્ન વાનરરૂપ ધારી દેવતાઓને સાથે લઈ જઈને શ્રીરામે છ મહિના સુધી યુ ધકરીને રાવણનો વધ કર્યો અને તેના અહંકારનો નાશ ર્યો. એના ગર્વનું ખંડન કર્યું.

ભગવાન વિષ્ણુ દ્વારા શ સત્રોથી હ ણા યેલો રાવણ પોતાના ગણો, પુત્રો તથા બંધુઓ સહિત તત્કાળ શિવલોકને પામ્યો અને ભગવાન શંકરની કૃપાથી એણે સંપૂર્ણ દ્વૈતાદ્વૈતનું જ્ઞાન મેળવ્યું.

– સૌજન્ય કૃપાલસિંહ જાડેજા (Kripalsinh Jadeja) (અમર કથાઓ ગ્રુપ)