શ્રી રામ સિવાય આ 4 શૂરવીરો સામે પણ યુદ્ધ હારી ગયો હતો રાવણ.

0
506

રામાયણ પહેલા રાવણે કર્યા હતા ઘણા યુદ્ધ, જેમાં આ 4 યુદ્ધમાં તેણે કરવો પડ્યો હતો હારનો સામનો. મોટાભાગના લોકો એજ જાણે છે કે રાવણ ફક્ત શ્રીરામથી હાર્યો હતો, પણ તે સત્ય નથી. રાવણ શ્રીરામ સિવાય શિવજી, રાજા બલિ, બાલી અને સહસ્ત્રબાહુથી પણ પરાજિત થઈ ચુક્યો હતો. અહીં જાણો આ ચારેય સામે રાવણ ક્યારે અને કઈ રીતે હાર્યો હતો.

બાલિ સામે રાવણની હાર : રાવણ એકવાર બાલિ સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો હતો. બાલિ તે સમયે પૂજા કરી રહ્યા હતા. રાવણ વારંવાર બાલિને લલકારી રહ્યો હતો, જેથી બાલિની પૂજામાં અડચણ ઉત્પન્ન થઈ રહી હતી. જયારે રાવણ નહિ માન્યો તો બાલિએ તેને પોતાની બાજુ (બાહુ – બગલ) માં દબાવીને ચાર સમુદ્રોની પ્રદક્ષિણા કરી હતી.

બાલિ ઘણા શક્તિશાળી હતા અને એટલી ઝડપથી ચલતા હતા કે રોજ સવારે જ ચારેય સમુદ્રોની પ્રદક્ષિણા કરી લેતા હતા. આ પ્રકારે પ્રદક્ષિણા કર્યા પછી સૂર્યને અધર્ય અર્પણ કરતા હતા. જ્યાં સુધી બાલિએ પ્રદક્ષિણા કરી અને સૂર્યને અધર્ય અર્પણ કર્યું ત્યાં સુધી રાવણને પોતાની બગલમાં જ રાખ્યો હતો. રાવણે ઘણા પ્રયત્ન કર્યા પણ તે બાલિની પકડમાંથી છૂટી શક્યો નહિ. પૂજા પછી બાલિએ રાવણને છોડી દીધો હતો.

સહસ્ત્રબાહુ અર્જુન સામે રાવણની હાર : સહસ્ત્રબાહુ અર્જુનના એક હજાર હાથ હતા આ કારણે તેમનું નામ સહસ્ત્રબાહુ પડ્યું હતું. જયારે રાવણ સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોંચ્યા તો સહસ્ત્રબાહુએ પોતાના હજાર હાથોથી નર્મદા નદીના વહેણને અટકાવી દીધો હતો. સહસ્ત્રબાહુએ નર્મદાનું પાણી ભેગું કર્યું અને પાણી છોડી દીધું, જેથી રાવણ આખી સેના સાથે નર્મદામાં તણાઈ ગયો હતો. આ પરાજય પછી એક વાર ફરીથી રાવણ સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો હતો, ત્યારે સહસ્ત્રબાહુએ તેને બંદી બનાવીને જેલમાં નાખી દીધો હતો.

રાજા બલિના મહેલમાં રાવણની હાર : દૈત્યરાજ બલિ પાતાળ લોકના રાજા હતા. એકવાર રાવણ રાજા બલિ સાથે યુદ્ધ કરવા માટે પાતાળ લોકમાં તેમના મહેલ સુધી પહોંચી ગયો હતો. ત્યાં પહોંચીને રાવણે બલિને યુદ્ધ માટે લલકાર્યા, તે સમયે બલિના મહેલમાં રમી રહેલા બાળકોએ રાવણને પકડીને ઘોડા સાથે તબેલામાં બાંધી દીધો હતો. આ રીતે રાજા બલિના મહેલમાં રાવણની હાર થઈ હતી.

શિવજી સામે રાવણની હાર : રાવણ ઘણો શક્તિશાળી હતો અને તેને પોતાની શક્તિ પર ઘણો ઘમંડ પણ હતો. રાવણ આ ઘમંડના નશામાં શિવજીને હરાવવા માટે કૈલાશ પર્વત પર પહોંચી ગયો હતો. રાવણે શિવજીને યુદ્ધ માટે લલકાર્યા, પણ મહાદેવ તો ધ્યાનમાં લીન હતા. રાવણ કૈલાશ પર્વતને ઉપાડવા લાગ્યો. ત્યારે શિવજીએ પગના અંગુઠાથી જ કૈલાશનો ભાર વધારો લીધો, આ ભારને રાવણ ઉપાડી નહિ શક્યો અને તેના હાથ પર્વતની નીચે દબાય ગયા.

ઘણા પ્રયત્ન પછી પણ રાવણ પોતાના હાથ ત્યાંથી કાઢી શક્યો નહિ. ત્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે તે સમયે જ શિવ તાંડવ સ્ત્રોત રહી દીધો. શિવજી તે સ્ત્રોતથી ઘણા પ્રસન્ન થઈ ગયા અને તેમણે રાવણને મુક્ત કરી દીધો. મુક્ત થયા પછી રાવણે શિવજીને પોતાના ગુરુ બનાવી લીધા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.