રાવણ હનુમાનજીની ક્ષમતાને ઓળખી શક્યો નહીં અને કરી બેઠો ભૂલ, મળ્યું તેને આવું પરિણામ.

0
217

પોતાના પ્રભુને મળવા માટે હનુમાનજીએ બદલ્યું હતું પોતાનું રૂપ, રોચક છે રામ હનુમાન મિલનની કથા.

હનુમાનજી ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા, તેઓ માતા જાનકીના પુત્ર સમાન હતા. શ્રીમદ ભાગવતમાં કહેવાયું છે કે, જે વ્યક્તિ ભગવાનની કૃપાની આતુરતાપૂર્વક રાહ જોઈને, ભાગ્યના સુખ-દુઃખનો આનંદ માણતા, હૃદય, વાણી અને શરીરથી ભગવાનના નામના ગુણોનું ગાન કરે છે અને તેમની પૂજા કરે છે, તે આપોઆપ મુક્તિપદના હકદાર બની જાય છે.

હનુમાનજી જન્મથી જ માયાના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત હતા. બાળપણમાં તેમણે માતા અંજનીને વારંવાર આગ્રહ કરીને તેમની પાસેથી અનાદિ રામચરિત સાંભળ્યું હતું, પરંતુ જ્યારે તેમણે અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમણે વેદ, પુરાણ વગેરેની સાથે રામકથા પણ વાંચી. કિષ્કિંધા પર્વત પર સુગ્રીવ પાસે આવીને તેમને ખબર પડી કે ભગવાન શ્રી રામે અયોધ્યામાં અવતાર લીધો છે, ત્યારથી જ તેઓ પોતાના ભગવાનના દર્શનની રાહ જોવા લાગ્યા.

હનુમાને શ્રી રામને મળવા માટે વિપ્ર સ્વરૂપ લીધું હતું :

રાવણ સીતાને લઇ ગયો એ પછી શ્રી રામ અને લક્ષ્મણ તેમને શોધતા શોધતા ઋષ્યમૂક પર્વત પર પહોંચ્યા, જ્યાં સુગ્રીવ તેમના ભાઈ બલિ દ્વારા તિરસ્કાર પામ્યા પછી હનુમાનજી અને અન્ય વાંનરો સાથે રહેતા હતા. દૂરથી તેમને જોઈને સુગ્રીવને લાગ્યું કે બાલીએ તેમને મા-ર-વા માટે બાણોથી સજ્જ બે રાજકુમારોને મોકલ્યા છે. જ્યારે તેમણે હનુમાનજીને તેમના વિષે જાણવા માટે મોકલ્યા ત્યારે તેઓ વિપ્ર સ્વરૂપમાં તેમની સમક્ષ પધાર્યા. પરિચય પૂછ્યા પછી તેમણે પોતાના સ્વામીને ઓળખી લીધા અને તેમને પગે પડ્યા અને રડતા રડતા બોલ્યા….

એકુ મૈં મંદ મોહ બસ કુટિલ હૃદય અગ્યાન

પુનિ પ્રભુ મોહિ બિસારેઉ દીનબંધુ ભગવાન।

શ્રી રામે તેમને ઉભા કર્યા અને તેમને ભેટી પડ્યા. હનુમાનજીની પ્રાર્થનાથી ભગવાને સુગ્રીવ સાથે મિત્રતા કરી અને વાલીને મા-રી-ને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય અપાવ્યું.

સમગ્ર રામ ચરિત્રમાં હનુમાનજીએ પોતાની શક્તિ, બુદ્ધિ અને સમજદારી ઘણી વખત બતાવી છે. જ્યારે સુગ્રીવ રાજ્યભોગમાં લિપ્ત થયા પછી સીતા માતાની શોધ કરવાનું ભૂલી ગયા, ત્યારે હનુમાનજીએ તેમને ચેતવણી આપી હતી. પછી સમુદ્ર પાર કરતી વખતે દેવતાઓ દ્વારા મોકલવામાં આવેલી નાગ માતા સુરસાએ તેમની શક્તિ અને બુદ્ધિની કસોટી લીધી જેમાં તેઓ પાસ થયા.

પછી તે સમુદ્રમાં છુપાયેલા રાક્ષસી સિંહિકાને મા-રી-ને લંકા પહોંચ્યાં. ત્યાં દરવાજાની રક્ષા કરતી રાક્ષસી લંકિનીને એક મુ-ક્કો-મા-રી સીધી કરી દીધી અને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યા. માતા જાનકીના દર્શન કર્યા પછી તેમને મુદ્રિકા આપી આશ્વાશન આપ્યા પછી અશોક વાટિકાને વેરાન બનાવ્યું. રાવણના પુત્ર અક્ષય કુમારનો વ-ધ કર્યા પછી, રાવણને તેનું અભિમાન છોડીને શ્રી રામનો આશ્રય લેવા સમજાવ્યો.

રાવણ હનુમાનજીની ક્ષમતાને ઓળખી શક્યો નહીં :

રાવણ હનુમાનજીને વાનર જ માનતો હતો, તે તેમની બુદ્ધિ, કૌશલ્ય અને ક્ષમતાને ઓળખી શક્યો નહીં. તેણે ભરેલા દરબારમાં હનુમાનજીને મા-રી નાખવાનો આદેશ પહેલેથી જ આપી દીધો હતો, પરંતુ વિભીષણજીના કહેવા પર સામાન્ય સજા આપતી વખતે તેણે આદેશ આપ્યો કે તેમની પૂંછડીમાં કપડું લપેટીને તેને આગ લગાડો. હનુમાનજીએ તેનું કદ વધાર્યું લંકા બાળી દીધી.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.