વાંચો સાંસુ વહુનો મીઠો ઝગડો, જે જીવનમાં ઘણું બધું શીખવાડે છે.

0
1764

વહુએ રસોડામાંથી સાસુને હટાવતા કહ્યું.

“મમ્મી, તમે આવી રીતે રસોડામાં કામ કરો તે અમને ગમતું નથી. કોઈ જોશે તો શું કહેશે? ચાર-ચાર વહુઓ છે અને સાસુ હજુ રસોડામાં પડી રહેલી છે, તમે ફક્ત ખાટલા પર બેસીને અમને આદેશ આપો તે જ અમને સારું લાગે છે.”

સાસુએ રસોડામાં ઉભા રહીને કહ્યું…

“એવું હોય તો વહુ, તને કોઈ કહે તો તેને કહેજે, અમારી સાસુમાં બહુ પાવર છે. તે સંપૂર્ણ ભોજન બનાવીને માત્ર અમને જ નહીં પણ તમને પણ ખવડાવશે. શું તમે ઈચ્છો છો કે અમે સમય પહેલા અશક્ત થઈ જઈએ અને મનપસંદ ભોજન ખાઈ પણ ન શકીએ? અરે, જ્યાં સુધી મારા હાથ-પગ કામ કરતા રહેશે, ત્યાં સુધી હું રસોડામાં કામ કરતી રહીશ અને મારા હાથના સ્વાદનો જાદુ તમને બતાવીશ.”

વહુ પણ ઓછી નહોતી કહ્યું, “તમને જે જોઈએ તે અમે રાંધીશું. તમારા સામે અને તમારા જોડે શીખીને કંઈક બનાવીશું ત્યારે જ તમારા હાથોનો સ્વાદ પોતાના હાથે બનાવેલા ભોજનમાં લાવી શકીશું. જો તમને તમારા દીકરાની જીભ પર આજીવન તેમની માં ના હાથનો સ્વાદ રાખવા માંગતા હોવ તો તમારો જાદુ અમારા હાથમાં પણ નાખો.”

“તારી સામે આજ સુધી વાતોમાં કોઈ જીતી શક્યું છે” એમ કહીને સાસુએ વહુને ભોજનમાં સ્વાદ વધારવાના ગુણ શીખવવાનું શરૂ કર્યું.