માં લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચે શું સંબંધ છે? વાંચો પૌરાણિક કથા

0
286

વિઘ્નહર્તા ભગવાન ગણેશ શંકર-પાર્વતીના પુત્ર છે આ તો દરેક લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશ પણ માતા લક્ષ્મીના ‘દત્તક પુત્ર’ છે પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર લક્ષ્મીજીને પોતાના પર અભિમાન થઈ ગયું કે આખું વિશ્વ તેમની પૂજા કરે છે અને તેમને મેળવવા માટે તરસે છે.

ભગવાન વિષ્ણુ તેમની આ લાગણી સમજી ગયા. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીના અભિમાન અને અહંકારનો નાશ કરવાના ઉદ્દેશ્યથી તેમને કહ્યું કે ‘દેવી, ભલે આખી દુનિયા તમારી પૂજા કરે છે અને તમને મેળવવા માટે બેચેન છે, પરંતુ તમારામાં ઘણો અભાવ છે. તમે હજુ અધૂરા છો.’

જ્યારે માતા લક્ષ્મીએ પોતાની આ ઉણપને જાણવાની ઈચ્છા કરી ત્યારે વિષ્ણુજીએ તેમને કહ્યું કે ‘જ્યાં સુધી સ્ત્રી માતા ન બને ત્યાં સુધી તે પૂર્ણતા પ્રાપ્ત કરી શકતી નથી. તમે અધૂરા છો કારણ કે તમે નિઃસંતાન છો.’

આ જાણીને માતા લક્ષ્મી ખૂબ દુઃખી થયા. તેણે પોતાની પીડા તેની મિત્ર પાર્વતીને કહી અને તેમને તેમના બે પુત્રોમાંથી એક પુત્ર તરીકે દત્તક લેવા કહ્યું. દેવી લક્ષ્મીના દુ:ખને દૂર કરવા માટે પાર્વતીજીએ તેમના પુત્ર ગણેશને દત્તક આપી દીધો. ત્યારથી, ભગવાન ગણેશને દેવી લક્ષ્મીનો ‘દત્તક પુત્ર’ માનવામાં આવે છે. માતા લક્ષ્મી ગણેશને પુત્રના રૂપમાં મેળવીને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે ગણેશજીને આ વરદાન આપ્યું કે જે મારી પૂજા સાથે તમારી પૂજા નહીં કરે, હું તેની સાથે રહીશ નહીં. તેથી, હંમેશા ભગવાન લક્ષ્મીજી સાથે તેમના ‘દત્તક પુત્ર’ ગણેશની પૂજા કરવામાં આવે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)