પરાકાય પ્રવેશ : વાંચો જીવના અસ્તિત્વ અને અનંતપણાની સાબિતી આપનાર શંકરની સ્ટોરી.

0
650

પાણીમાં ડૂબી ગયેલી પૃથ્વીને ભગવાન વરાહ પોતાના દંતીથી ટેકો આપી ઉઠાવે અને જે ભાગ પાણીમાંથી બહાર નીકળી પહેલો દેખાઈ તે જગ્યાનું નામ વારાહ્સ્વરૂપ છે.

વારાસ્વરૂપ જાફરાબાદની બિલકુલ બાજુમાં ગુજરાતનું નાનાનકડું પણ જોવા જેવું તીર્થ સ્થાન.

આ વારાસ્વરૂપથી કેટલું આઘું કાલડી નામનું કેરાલાનું ગામ. એ ગામ માં દરિયો નહિ પણ નદી ખરી.

ઊંડા ઊંડા ધુના વાળી નદી અને આ કાલડી નદીના ધૂનામાં મગરો રહેતા.

આ નદીમાં ઉત્પત્તિ વ્યાપ અને વિસર્જન ની વાતો સમજાવનાર શંકરાચાર્ય જયારે નાના હતા ત્યારે જતા.

નાના શંકર સંધ્યા માટે આ નદીમાં જયારે પણ જાય તેમાં બા પણ તેમની સાથેજ હોઈજ.

આજે એક અજીબ બનાવ બન્યો. શંકરને મગરે પગથી પકડ્યા.

મગર ના મોઠામાં નેતરની સોટીની જેમ ઉભા રહી ગયેલા શંકરને તેમના માતા જોઈ રહ્યા.

મગર આગળના બે પગ ઊંચા કરીને એ રીતે શંકરને પકડીને ઉભો હતો કે જાણે કે કોઈ દંડી સ્વામી ધર્મના નાના એવા દેહ ને ઉંચકીને ઉભો હોઈ, જાણે કે કોઈ બ્રાહ્મણ જનોઈ આપતા પહેલા પોતાના ભાણિયાને ખભે ઉંચકી ઉભો હોઈ, જાણે કે ભગવાન વારાહીએ પાણીમાંથી પૃથ્વી ફરી વખત ઊંચી કરી હોય.

એક કાયામાંથી બીજી કાયા પ્રગટે તે જન્મ, એક કાયા બીજી કાયાને ગળી જાય તે મ રણ. જન્મ અને મ રણ વખતે કાયા નેતર જેવી લચીલી લાગે. મ રણ પછી જડ બનતી કાયા નેતરની વળી જવાની પ્રકૃતિ ગુમાવી બેશે તેને વાળવાની કોશિશ થાય તો તે તૂટી જાય.

મગરના મોઢામાં નેતરની સોટીની જેમ ઝૂલતા શંકરને જોઈને શંકરના બા ભયભીત ના હતા.

તેવો શઁકરના જન્મદાત્રી હતા, તેમના ઉદરમાં શંકર પ્રવેશ્યા ત્યારથી તેવો અભય બન્યા હતા.

શંકર માટે તેમને ચિંતા થઇ. શંકરનું શરીર તે જાણતાં હતા. તેમના શરીરમાંથીજ શંકરનું શરીર ઉત્પન્ન થયેલું.

તે આદેશ આપતા હોઈ તેમ શંકરની સામે જોઈ બોલ્યા દીકરા મુક્ત થઇ જા… મગરની પકડમાંથી.

શંકરે માં ની સ્તુતિ કરી.

માં મારી મુક્તિ તું જાણે છો, મને મુક્તિના આશીર્વાદ આપ આ મગર તો આપોઆપ મને મુક્ત કરશે.

વાત એવી હતી કે માં ને તો શંકરને પરણાવવા હતા. શરીર થી શંકર સંસાર ભોગવે તેવી માં ની ઈચ્છા હતી.

કાલડી ગામ માં અટૂલો પડી ગયેલો શિવગુરુ નો સંસારનો વેલો વિકસિત કરવો હતો.

શંકરને મગરના મોઢામાં જોઈને માં એ શંકરને મુક્ત થવા આશીર્વાદ આપ્યા.

આજ્ઞાના કરી, મગરનું મોઠું ખુલી ગયું.

અદેત્ય નો પહેલા પાથ હતો. માં ની ઈચ્છા શંકરની ઈચ્છા અને મગરનું કર્મ એક બન્યા.
માં અને મગરે શંકરને મુક્ત તો કર્યા પણ માં ના મન માં ઊંડે ઊંડે વાવી ચૂકેલા બીજનું શું?

શું માં ની ઈચ્છા પ્રમાણે શંકર સંસાર ભોગવશે?

શું માં ની ઈચ્છા પ્રમાણે શંકરને સંસાર ભોગવવો પડશે?

શંકરને છોડી પાણી માં દૂર દૂર તરી રહેલો મગર કોઈ બીજા વિચારો કરતો હતો.

તે નદી કિનારે બ ળતા શ બોને જોઈ રહ્યો હતો.

શંકરના દેહ ને દાંત વડે પકડ્યો ત્યારેજ તેને ખબર પડી ગઈ હતી કે શંકરને જડબાથી પકડવા કેટલા અઘરા છે/.

શંકરતો નદી છે, નદીમાં રહેતો મગર શંકરને કેમ પકડી શકે?

મગર સ્પષ્ટ હતો તે જાણતો હતો કે નદી વહેતી રહેશે.

તે આજે પણ વહેતી છે, કાલે પણ વહેતી હશે. તે નદી હશે પણ તેની તેજ નહિ હોઈ.

તેનું રૂપ બદલાશે, તેની ગતિ બદલાશે. ફરી એક વખત નદીના કિનારે શંકરને આવવું પડશે શંકર તો તેના તેજ હશે પણ કિનારો નર્મદાનો હશે. માં નહિ સામે હશે મંડન મિશ્રના પત્ની.

પ્રશ્ન પૂછશે મંડન મિશ્રના પત્ની. પ્રશ્ન સ્ત્રી અને પુરષના સબંધો વિષે હશે.

શંકર આ સંબંધ સમજવા નદીના કિનારે પડેલા રાજાના શરીરમાં પરકાય પ્રવેશ કરશે.

ઉત્તર આપવા માટે પંડિતની પત્નીને ઈચ્છાપુરી કરવા માટે માં ના મનમાં રોપાયેલા વિચારને વિચારે એ બીજ છે. બીજ વૃક્ષ બને, બીજ માંથી અંકુર, અંકુર માંથી વૃક્ષ. વૃક્ષ આસમાનના વાદળમાંથી જળને નીચે લાવશે જળ નદી બનશે નદી માં મગર હશે. મગરના મોઠામાં દંડી સ્વામીની જેમ ઉભેલા શંકર.

મગરે ગતિ તેજ કરી.

માં ના શરીરમાંથી બાળકનું શરીર બહાર આવે તે જન્મ,

મગરના શરીરમાં બાળકનું શરીર વિલીન થાઈ તે મ રણ

મ રેલા રાજાના શરીરમાં શંકરનો જીવ પ્રવેશે તે પરકાય પ્રવેશ,

જીવના અસ્તિત્વ અને અનંતપણાની સાબિતી શંકર સિવાય બીજું કોણ આપી શકે?

જીવ હોવાની સાબિતી આપનાર એક માત્ર શંકર છે, શંકરાચાર્ય.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)