જીવનમાં જ્યારે પોતાને હારેલ અનુભવો ત્યારે આ 10 વાક્યો જરૂર વાંચજો, તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે.

0
1003

સકારાત્મક વિચાર રાખવા માટે જરૂર વાંચો આ 10 વાક્યો, મળશે નવો અનુભવ.

જીવનમાં એવી ઘણી ક્ષણ આવે છે કે જ્યાં આપણે હારનો સામનો કરવો પડે છે, આપણે નિરાશ થઈ જઈએ છીએ, દુ:ખી થઈ જઈએ છીએ કે પછી એવું લાગવા લાગે છે કે બસ જીવનમાં કઈ જ બચ્યું નથી. એવામાં તમારે આ 10 વાક્યો જરૂર વાંચવા જોઈએ. તે તમારામાં ફરીથી સકારાત્મકતા લઈને આવશે.

1) જીવનમાં સૌથી સરળ કામ હોય છે હાર માનવી અને બીજાની ટીકા કરવી. ડરેલા લોકો જ આવું કરે છે પરતું જે લોકો હિંમતવાન હોય તે આવું કરતાં નથી. મહાનતા ક્યારેય પડવામાં નહીં પણ દરેક વખત પડીને ઊઠવામાં છે. જો તમે નિષ્ફળ છો કે દુ:ખી છો તો તેનું કારણ તમે પોતે છો.

2) બીજા પર વિશ્વાસ કરવો ખુબ સરળ છે પરંતુ પોતાના પર વિશ્વાસ કરવા માટે આત્મબળ જોઈએ. પોતાના પર વિશ્વાસ કરવાનો અર્થ એ છે કે તમે ક્યારે ડર્યા નથી.

3) ચિંતા નહિ ચિંતન કરવા વાળા લોકો ચિતા પરથી પણ ઉભા થઈને કામ પર લાગી જાય છે. ચિંતા કરવા વાળા તો ચિતા સમાન હોય છે. ચિંતા એટલી જ કરો જેનાથી કામ થઇ જાય, એટલી નહિ કે આખું જીવન ખરાબ થઇ જાય.

4) જો તમારા જીવનમાં દુઃખ છે તો તેનો અર્થ એ છે કે ભગવાને તમને શ્રેષ્ઠ રસ્તે મોકલ્યા છે, જ્યાં તપીને તમે સોના સમાન બની જશો. જે વ્યક્તિને આત્માનો અનુભવ થાય છે તે જ સફળ થવાની ક્ષમતા રાખે છે.

5) જે વ્યક્તિ સતત પોતાની યોગ્યતા વધારતો રહે છે અને કંઈક ને કંઈક શીખતો રહે છે તે એક દિવસ જરૂર સફળ થઇ જશે. જે વ્યક્તિએ ક્યારેય કોઈ ભૂલ નથી કરી, તેણે ક્યારેય કંઈક નવું શીખવાનો પ્રયાસ પણ કર્યો નથી.

6) જ્ઞાનથી વધારે છે અનુભવ અને અનુભવથી વધારે છે તમારું મગજ, મગજ જ તમારો શત્રુ અને એ જ તમારો મિત્ર છે. જો તેણે હાર સ્વીકારી લીધી તો પછી દુનિયાની કોઈ શક્તિ તમને જીતાડી શકશે નહિ. પરંતુ મગજે જીતની જીદ્દ પકડી લીધી તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી નહિ શકે.

7) તમારી હાર અને તમારું દુઃખ એવું જણાવે છે કે તમે ખોટી દિશામાં પ્રયાસ કર્યો છે. તમે તમારા વિચાર, દિશા અને રીત બદલશો તો બધું બદલાય જશે. સફળ લોકો કોઈ બીજું કામ કરતા નથી, તે ફક્ત રીત બદલતા રહે છે.

8) જો તમે સત્યની સાથે છો તો સત્ય પણ તમારી સાથે જ છે. સત્ય બોલવાથી જ વ્યક્તિ જીતી શકે છે તેનો અંદાજો તમને ત્યારે થશે જયારે તમે સત્યની રાહ પર ચાલશો. સત્ય તમને લોકો વચ્ચે લોકપ્રિય અને વિશ્વસનીય બનાવે છે.

9) જે વ્યક્તિ પોતાના રસ્તા પોતે બનાવે છે તેમના માટે સફળતાના દરવાજા ખુલતા રહે છે.

10) તમારા જીવનમાં બે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે, એક જયારે તમે જન્મ્યા અને બીજું જયારે તમને ખબર પડે કે તમે જન્મ્યા શા માટે છો.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.