આ નાનકડી ત્રણ સ્ટોરી તમને જીવનમાં ઘણું બધુ શીખવાડી દેશે, વાંચવાનું ચૂકશો નહિ.

0
890

એક ગામમાં એક સંત આવ્યા હતા અને ગામના લોકો તેમની પાસે અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવતા હતા. સંત દરેકને ધીરજ રાખવાનું કહેતા અને દરેક સમસ્યાનો અંત તમે જાતે જ કરી દેશો એવું કહેતા હતા. સમય પસાર થયો ગયો પણ સંત બધાને આવું જ કહેતા રહેતા. આથી થોડા મહિના પછી ગામના લોકો જ તે સંતને ઢોંગી કહીને તેમને ગામની બહાર કાઢવા માટે તેમની પાસે ગયા.

સંતે ગામની બહાર જવાનું સ્વીકાર્યું પણ તેમની એક શરત હતી કે તેમની એક છેલ્લી સભા ભરાય. ગામ વાળાઓએ તેમની વાત સ્વીકારી અને સંતે સભા દરમિયાન રમુજી કિસ્સો સંભળાવ્યો અને દરેક લોકો ખુબ હસ્યા. ત્યારબાદ સંતે ફરીથી એ જ કિસ્સો સંભાળવ્યો જેના પર થોડા લોકો હસ્યા. પછી ત્રીજી વખત પણ એ જ કિસ્સો સંભળાવ્યો તો કોઈ હસ્યું નહિ. અને ચોથી વખત પણ એ જ કિસ્સો સંભળાવ્યો તો લોકોએ સભાને આગળ વધારવાનું કહ્યું.

પછી સંત બોલ્યા કે : જેવી રીતે તમે એક જ કિસ્સા પર વારંવાર હસી શકતા નથી એ જ રીતે એક જ સમસ્યાને વારંવાર કહેવાથી શું ફાયદો? જેવી રીતે તમે સભા આગળ વધારવાની કીધી તેવી રીતે સમસ્યાને છોડીને જીવનમાં આગળ વધવું જોઈએ. ચિંતા કરવાથી સમસ્યાઓ વધશે, ઘટશે નહિ.

આ સાંભળ્યા પછી લોકોએ પોતાની ભૂલ સ્વીકારી અને સંતની માફી માંગી.

શીખ : સમયની સાથે દરેક સમસ્યાનો અંત નિશ્ચિત છે. એનો અર્થ એ નથી કે તમે તેને દુર કરવા પ્રયત્ન જ ન કરો.

સિંહ અને ઉંદર : એક જંગલમાં એક સિંહ આરામથી ઊંઘી રહ્યો હતો ત્યારે એક ઉંદર આવીને તેના ઉપર ચઢીને નાચવા લાગ્યો. એ દરમિયાન અચાનક સિંહ ઉઠી ગયો અને ઉંદરને પકડી પાડ્યો. ઉંદરે માંફી માંગતા જીવની ભીખ માંગી, જેના કારણે ઉંદર બચી ગયો. થોડા દિવસ પછી સિંહ શિકારીઓની જાળમાં ફસાઈ ગયો ત્યારે તે ઉંદર આવીને પોતાના દાંત દ્વારા જાળ કાતરી અને સિંહનો જીવ બચાવ્યો.

શીખ : સારું કરશો તો સારું જ પરિણામ મળશે.

કુકડાનો ઘમંડ : એક ગામની ગલીમાં એક કૂકડો હતો. તે રોજ સવારે પોતાના અવાજથી બધાને જગાડતો હતો. પણ તેને આ બધું કરવામાં ખુબ આળસ આવતી. એક દિવસ તેની આળસને દૂર કરવા માટે માલિકે તેને બાળકો વચ્ચે મૂકી દીધો જેમાં બાળકો તેની સાથે ખુબ રમ્યા અને કૂકડો થાકી ગયો.

રાત્રે કુકડાએ નક્કી કર્યું કે આ લોકોએ મને થકવી નાખ્યો છે, એટલે કાલે સવારે મારે કોઈને જગાડવા નથી. હું જોઉં છે કે શેરીના લોકો કેવી રીતે ઉઠે છે. બીજા દિવસે સવારે જ્યારે કૂકડો ઉઠે તો જોય છે કે બધા લોકો તેનો અવાજ સંભળાયો ન હોવા છતાં પણ સમયસર ઉઠીને કામ પર લાગી જાય છે. થોડા સમય પછી તેનો માલિક તેને ક-સા-ઈને આપી દે છે અને તેની જગ્યાએ નવો કૂકડો લઈ આવે છે.

શીખ : આપણે જે કામ કરીએ છીએ તેના પર ઘમંડ કરવો નહિ.