સાસુને માતા ન માનો અને સાસુ પાસેથી માં જેવી ક્યારેય કોઈ અપેક્ષા પણ ન રાખો. વાંચો વહુના મનની વાત

0
3091

કહેવાય છે કે કોઈ સાસુ ક્યારેય માં બની શકતી નથી.

જો કે તે પણ એક માતા હોય છે, પરંતુ તે ક્યારેય પોતાની વહુ માટે માં બની શકતી નથી. કારણ કે…

જ્યારે તું ઠોકર ખાઈને પડીશ ત્યારે માં તને ઊંચકવા દોડી આવશે, પણ સાસુ તને ઊંચકવા કદી નહિ આવે, પણ તે પોતે જ તને ઉભી થતા શીખવશે.

જયારે તારા પર કે પરિવાર પર કોઈ પણ મુસીબત આવે ત્યારે માં હંમેશા ઢાલ બનીને સામે ઊભી રહે છે, પરંતુ સાસુ તને આગળ ઢાલ બનીને લડવાનું શીખવશે.

તમે સવારે મોડે સુધી સૂઈ જાઓ, માં તમને ક્યારેય કંઈ કહેશે નહીં, પરંતુ સાસુ તમને ક્યારેય સૂવા નહીં દે, તે તમને સમયસર જાગવાનું અને સજાગ રહેવાનું શીખવશે.

તમે મિત્રો સાથે ગમે તેટલા લાંબા સમય સુધી વાત કરો, આખો દિવસ ફોન પર લાગ્યા રહો, માં તમને રોકશે નહીં, પરંતુ તમારી સાસુ હંમેશા તમને રોકશે, જેથી તમે એક જવાબદાર વ્યક્તિ બનો અને સમયની કિંમત કરતા શીખો.

સૌથી મુશ્કેલ કામ એ છે કે પરિવારની સંભાળ રાખવી અને તેને જોડેલું રાખવું, આ કામ માટે સાસુથી વધુ સારી શિક્ષક કોઈ હોઈ શકે નહીં, જે તમને એક જવાબદાર વ્યક્તિ બનાવે છે, અને ઘણીવાર તેઓ પોતે ખરાબ બનીને પોતાની વહુ માટે સારું વિચારે છે.

જેણે પોતાની ઉંમરના ઘણા વર્ષો વિતાવી નાખ્યા તે પરિવારને જોડેલ રાખવા માટે તે, માં એક સાસુ માં બનીને જયારે તે પરિવારની જવાબદારી પોતાની વહુને સોંપે, તો તે પહેલા વહુને તે કામ માટે યોગ્ય બનાવે છે.

દરેક સાસુ અલગ હોય છે, દરેકનો અભિગમ અલગ હોય છે, પરંતુ ઈરાદો અને હેતુ હંમેશા નેક હોય છે, અને પોતાના પરિવાર માટે સમર્પિત હોય છે. સાસુને ખરાબ બતાવીને ટીવી સિરિયલોએ સાસુ પ્રત્યે નફરત ભરી દીધી છે, નહીંતર વહુએ સાસુ વિશે આટલું ખરાબ વિચાર્યું ન હતું.

જે વહુ તેની સાસુ સાથે રહી શકતી નથી, સાસુને છોડીને અલગ-અલગ રહે છે, તે સમજી શકતી નથી એક કપાયેલી પતંગ ઘણી વખત પવન સાથે ઈચ્છે ત્યાં ઉડી શકે છે, અને છેવટે તેણે જમીન પર પડવું જ પડે છે, જો તમારે જીવનમાં સફળતાની ઉંચાઈઓને સ્પર્શવી હોય તો હંમેશા પોતાને સંબંધના દોરાથી બંધાયેલા રાખો, જે તમને ખરાબ રસ્તે જવા અટકાવવા માટે ખેચશે, ગમે તેવી જગ્યાએ નહિ જવા દે અને હંમેશા આકાશમાં ઊડતી રહે તેવો પ્રયત્ન કરે અને તમને ક્યારે જમીન પર પડવા દેતા નથી.

એક દિવસ એ જતી રહે છે સાસુ બધાની ઉણપો લઈને અને તેની વહુને આવનારી સાસુ બનવા માટે સક્ષમ બનાવે છે.

સાસુને સાસુ જ રહેવા દો, બીજું કોઈ નામ ન આપો..!