“તારી ખોડલે અને વિહતે તને આજે બચાવી લીધો” આ વાક્ય સ્ત્રીની ભટકતી આત્મા બોલી હતી, વાંચો સત્ય ઘટના.

0
1213

નમસ્કાર વાચક મિત્રો આ વાત મે મારા દાદી (ચંપા બા) પાસે થી સાંભળેલી છે. મેં ધોરણ એક થી કોલેજ સુધીનો અભ્યાસ તેમની પાસે રહીને જ પૂરો કર્યો છે. તમને મને આ વાત કહેલી જે હું તમારા સમક્ષ તુતક ફુટક ભાષામાં રજુ કરું છું આપણે ગમે તો અભિપ્રાય જરૂર આપજો..

આ વાત આમ તો અંદાજે 50 થી 55 વર્ષ પહેલાની છે. ધંધુકા થી આશરે 10 થી 12 કિલોમીટર અંતરે તગડી કરીને ગામ આવે છે. ત્યાંથી અંદાજે 5 કિલોમીટરના અંતરે ભીમનાથ ગામ પણ આવે છે. તગડી અને ભીમનાથ ગામ વચ્ચે આશરે ત્રણ કિલોમીટરના અંતરે કસોળીયાના નાળુ તરીકે સ્ટેન્ડ આવે છે. (જેનું હાલ નું નામ પરબડી નુ પાટીયા તરીકે પણ ઓળખાય છે).

આમ તો આ રોડ ડાબી બાજુ એ અમદાવાદ જવાય અને જમણી બાજુ એ ભાવનગર તેમજ અમરેલી તરફ જવાય છે. પણ મારા મોટા બા કહેતા હતા કે પહેલાના જમાનામાં અમારે પરબડી ગામે જવું હોય તો. તમારે કસોળીયા ના નાળે જ ઉતરવું પડે ત્યાંથી અમારે નાની કેડીઓ ના સહારે જ પરબડી ગામ સુધી જવું પડતું. આમ તો પરબડી ગામમાં પહોંચવાના ઘણા બધા રસ્તાઓ હતા. પણ કસોળીયાના નાળાવાળો રસ્તો એકદમ શોર્ટ પડતો હતો. માટે મોટાભાગના લોકો આ રસ્તો વધારે ઉપયોગ કરતા હતા.

આ સ્થળનું નામ કસોળીયાનું નાળુ એટલા માટે પડ્યું હતું કે અંગ્રેજો ના વખતની રેલવે લાઇન અમદાવાદ થી બોટાદ, જૂનાગઢ, ભાવનગર તમામ રેલગાડી ત્યાંથી જ પ્રસાર થતી હતી. અને આગળ ભીમનાથ ગામ આવે.. ભલે ભીમનાથ મહાદેવના દર્શન પણ થાય. ભીમનાથ મહાદેવ મંદિરના બિલકુલ નજીક થી લીલકા નદી પસાર થાય છે. આમ તો આ નદી ભીમનાથ ગામેથી નીકળે છે.

પરંતુ ભરપૂર ચોમાસુ જામે અને ખૂબ સારો વરસાદ થાય, તો નદી છલકાય ને બે કાંઠે આવે અને લીલકા નદી નું પાણી વેકળાઓ અને ખેતરોમાં થઈને આ કસોયા નાળે પહોંચે છે. બસ ત્યાંથી જ પરબડી ગામની નદીની પણ શરૂઆત થાય.. અને આ નદી છેક… પરબડી ગામની બહાર આવેલા વિહત માતાજી ઓટા પાસેથી (ગામ લોકોએ ગામ માતા તરીક ત્યા પુજતા હતા નાળે થી આવો તો વિહત માનો ઓટો પહેલા આવે પછી ગામ) પાસે થઈને પ્રસાર થઇ ને ગામના પાદરે આવે પછી પરબડી..ગામની ઉગમણી સીમના ખેતરોમાં વિલીન થઈ જાય. માટે અંગ્રેજોએ તે વખતે આ મોટા નદી જેવા વેકળા ઉપર એક રેલ્વે પુલનું નિર્માણ કયુ હતું. વખત જતા તેનુ નામ કસોયાનુ નાળુ પડ્યું ? કેમ પડ્યું તે મારા મોટા બાને પણ ખબર ન હતી…

આ નાળાની કોઈ ખાસ ખાસિયત પણ ન હતી. પણ વખત જાતા આજુબાજુના પંથકમાં આ નાળાની ચર્ચાઓ બહુ થવા લાગી હતી. અને ચર્ચાનું માત્ર એક જ કારણ હતું એક સ્ત્રી ની આત્મા…. મારી મોટી બા અને મારા મોટા બાપુ કહેતા કે એક વખત એવો પણ આવ્યો હતો… કે કસોયાના નાળા પાસે કોઈ પોતાનું વહાણ(સાધન,ગાડી) પણ ઉભી રાખવાય કોઈ રાજી ન હતા. ધંધુકા બાજુથી આવતા હોય કે ભાવનગર બાજુ આવતા હોય પરંતુ કસોયા નાળે ઉતરવું છે એમ કહો તો તમને ગાડીમાં કોઈ બેસાડે નહિ.. એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. કાંતો તમારે તગડી ગામ ઉતરવું પડે કાં તો ભીમનાથ ગામ….

મારે તમને જે વાત કહેવી છે તે પણ આશરે 50 થી 55 વર્ષની આજુબાજુની જ હતી. મારા મોટા બાપુના ભાઈ જેરામ પગી… ખટારામાં કંડકટર ની નોકરી કરતા હતા. આમ તો તેમને નોકરી કરતા ખટારો શીખવા માં વધારે રસ હતો. માટે અવારનવાર તે ત્યાંથી નીકળતા કારણ કે લાંબી ટીપ ની ગાડી ભરી હોય અને ખાલી કરવા નજીકમાં જવાનું હોય તો નાવા ધોવા માટે તે કસોયા ના નાળે ઉતરી જતા. આવુ તે અવારનવાર આવ-જા કરતા હતા. પાછા અમારા મઢ અને આઈ ખોડલ ના પઢીયાર પણ હતા. માટે તેમને ભૂત પ્રેત કે કોઇ જાતની બીક લાગતી ન હતી.

લોક વાતો તો એમને પણ ઘણી બધી સાંભળી હતી પરંતુ તે વિશ્વાસ કરતા નહોતા.. અને તે હંમેશાં કહેતા તે પગીનો છોકરો થઈને જો ભૂત- પ્રેતથી બીવે તો પછી બીજાનું તો શું ન થાય. કારણ કે આપણી રક્ષા તો…. મા.. ભેળીયાવાળી.. ખોડલ કરે. ભાઈ. લોકો કહેતા પણ ખરા જેરામ પગી જેને પણ કસોળીયા ના નાળેથી જેને પણ ભૂત વળગે તેને સાડા ત્રણ દિવસમાં તો તે ભરખી જાય છે. આવા જવામાં થોડું ધ્યાન રાખજે… પણ તે હંમેશા વાતને હસી ને હવામાં ઉડાવી દેતા હતા.

પરંતુ લોકોની વાત પણ સાચી હતી. કસોળીયા ના નાળે થી જેને પણ વળગાડ વળગેલું તે પુરા ત્રણ દિવસ પણ ન હતા જીવતા… અને અસંખ્ય એકસીડન્ટ તે નાળાની આજુબાજુ માં થતા હતા. મોટા ભાગના લોકો એક્સિડન્ટમાં દુનિયામાંથી વિદાય લેતા. અને કોઈ નસીબના જોરે જીવતા રહી જતા અને તેને પૂછવામાં આવે કે એક્સિડન્ટ કેવી રીતે થયું ,તો તે ફક્ત એટલું જ કહેતા કે અમે રોડ માથે એક મોટો ખાડો જોયો અને એ ખાડા ની બાજુમાં એક સ્ત્રી પોતાનો હાથ લંબાવીને ગાડી ખાડાથી દુર રાખવાનો ઈશારો કરતી. અને અમે ખાડો તારવા જાઈએ એટલી જ વારમાં એક્સિડન્ટ થઈ જતો હતો.

એક દિવસની વાત છે. દિવાળીના આશરે દસ-બાર દિવસ જ આડા હતા. જેરામ પગી ગાડી ની લાંબી ટીપમાથી લગભગ રાતના બાર થી સાડા બાર ની વચ્ચે કસોળીયા ના નાળે ઉતરે છે. ખટારા ડ્રાઇવર સાથે સાથે થોડી ઘણી વાત કરી ને ડ્રાઇવર ખટારો હાંકી મુકે છે. પછી જેરામ પગી મા ખોડલ નું નામ લઇ ને ધીરે ધીરે કસોળીયાના નાળા તરફ ડગલા માંડે છે.

આમ તો આજુબાજુ ચારે તરફ ઘોર અંધકાર નું સામ્રાજ્ય હતું. ચોમાસું હમણાં જ ગયુ હતું. એટલા માટે વાતાવરણમાં તમ્રરાનો ટીર્…ટીર્ નો અવાજ સંભળાઈ રહ્યો હતો. સાથે સાથે દેડકો પણ પોતાનો સાદ ડરાઉ….ડરાઉ કરી ને પુરાવી રહ્યા હતા. પેલા જમાનામાં લાઈટ તો હતી નહી માટે ચંદ્ર માં ના અજવાળે કેડીયુ શોધવાની હતી. અને આમેય દિવાળી આડે દસ-બાર દિવસ હતા એટલે ચંદ્રમાનું અજવાળું પણ ચારે તરફ ફેલાએલુ હતું.

જેરામ પગીને કસોળીયા ના નાળા નીચે પસાર થઈને નદીના પાળા ઉપર ચડવાનું અને પાળે -પાળે છેટ ગામ સુધી જવાનું હતું. કારણ કે આજુબાજુમાં ગાડા બાવળનુ જંગલ હતુ, તેની કાટાળી કાટ કે વાત જ ના પુછો…. અને નદીની આજુબાજુ માં ચારો તરફ ફેલાયેલો ખારો પટ આશરે એક હજાર વિઘાથી પણ વધારે હશે… અને તેમાં વળી ગાડા બાવળો નુ સામ્રાજ્ય. જો તમે ભૂલથી કેડી ચૂકી જાવ તો રસ્તો શોધવામાં અડધી રાત લાગી જાય..

જેરામ પગી ધીરે ધીરે ડગલાં ફરતા-ફરતા કસોળીયા ના નાળા નીચે આવે છે. અને નાળુ વટાવી ને નદીના પાળા ઉપર ચડવા જાય છે. ત્યાં જ પાછળથી કોઈ નો અવાજ આવે છે… તે પણ કોઈ સ્ત્રીનો !!! ” જેરામ પગી પરબડી થી મને લેતા જાવ ને ” હુ ફલાણાભાઈ ના ઘરેથી છુ !!! જેરામ પગી પાછું વળીને જુએ તો કોઈ સ્ત્રી પોતાના ખોળામાં છોકરાને દૂધ પાઈ રહી હતી. અને બાજુમાં ઘોડીયુ પડયુ હતું. જાણે હમણાં જ જેણાનુ આણુ કરી ને આવી હોય એવું લાગી રહ્યું હતું. અને તેને આખી લાલ કલરની ચટાકેદાર સાડી ઓઢી હતી. અને પોતાનુ મોટું ઢંકાઈ જાય એવડો મોટો ઘુઘટો તાણેલો હતો.

જેરામ પગી પણ વિચાર કરે છે. થોડીવાર પહેલા ત્યાં કોઈ બેસેલું ન હતું. અને અચાનક આ બાઈ ક્યાંથી આવી ગઈ.. અટાણે અહીંયા બાઈ માણસ કોઈ દિવસ ના હોય..

ત્યા જ સામેથી પેલી બાઈ બોલી.. શું વિચાર કરો છો પગી તમારી સાથે લેતા જાવ ને ?

સામે જેરામ પગીને પણ પોતાની છઠ્ઠી ઈન્દ્રિય સાવધાન કરી દીધો હતો. માટે જેરામ પગીએ પોતાના બંને હાથની મુઠ્ઠીઓ વાળી અને ” તને મારી માઁ ખોડલ ની આણ છે” તેમ બોલી ને ગામ બાજુ દોટ મુકે છે. પાછળથી થી જોર જોર થી ખડખડાટ દાંત કાઢવાનો અવાજ સંભળાય છે.

જેરામ પગી નદીના પાળા ઉપર પવન વેગે દોડી રહ્યા હતા. પાછળથી પેલી બાઈ નો અવાજ આવ્યો “”જેરામીયા… લેતો .. મને લેતો જા. મારે તારી સાથે આવું છે.” જેરામ પગી માતાજીનું નામ સમરણ કરતા કરતા દોડતા જાય છે, અને દોડતા દોડતા પાછું વળીને જોવે છે તો પેલી બાઈ હવામાં બે ફૂટ ઊંચે અને છ સાત ફૂટ તેનાથી દૂરી ના અંતરે તેમની પાછળ જ દોડીને આવી રહી હતી. તેના બધા જ વાળ છુટ્ટા હતા અને કાખમાં છોકરું તેડેલું હતું અને તેનો રોવાનો અવાજ સતત તેમને સંભળાઈ રહ્યો હતો.

જેરામ પગી એ પોતાની તમામ શક્તિ ખર્ચીને હાલમાં દોડી રહ્યા હતા. પેલી બાઈ પણ સતત ૬ -૭ ફૂટના અંતરે પાછળ દોડી રહી હતી. પરંતુ તમને એક વાત નો આભાસ થાય છે કે કોઇ અદ્રશ્ય શક્તિ સતત તેમનું રક્ષણ કરી રહી હતી. અને આમને આમ દસ-પંદર મિનિટ દોડીયા પછી પછી જેરામ પગી વિહળી માતાના ઓટે પહોંચી જાય છે, સીઘા દોડીને વિહતમાતાના ઓટા ઉપર ચડી જાય છે અને ધડામ દઈને નાના એવા દેરા પાસે ફસડાય પડે છે.

જેરામ પગી સતત દોડવાના કારણે છાતીમાં શ્વાસ ફુલ્યો પણ સમાતો નહોતો. અને રદય નુ મશીન તો જાણે ઉપડી ગઈ હોય એવું લાગી રહ્યુ હતુ. અને ત્યાં જ પાછળથી અવાજ આવે છે.” જેરામ્યા.. તારી ખોડલે અને વિહતે તને આજે બચાવી લીધો ” કારણકે મારી હદ અહી પૂરી થાય છે. જેરામ પગી પાછું વળીને જુએ છે તો પેલી બાઈ એકસામટો ભડકો(સ ળગી જાય છે) થાય છે અને હવામાં ઓગળી જાય છે.

ત્યાર પછી આ વાતની જાણ સવારમાં ગામ વાળા ને કરે છે. અને પછી આખું ગામ મળીને થોડા દિવસોમાં આઇ ખોડીયાર મા ની નાની એવી દેરી કસોળીયા નાળે બનાવે છે. પછી મારી મોટા બા કહેતા હતા તે પછી કોઈને ત્યાં આ પ્રકારનું કાઈ જોવા મળ્યું ન હતું અને હળવે હળવે ત્યાં એક્સિડન્ટનો પણ ઓછા થઇ ગયા હતા…..

નમસ્કાર વાચક મિત્રો મારી આ વાર્તા સત્ય ઘટનાઓ પર આધારિત છે. જેરામ પગી એ મારા મોટા બાપુના કાકા દાદાના ભાઈયુ થાય..અને ખોડીયારમાની દેરી ની સ્થાપના પણ મારા મોટા બાપુએ કરી હતી.. કારણ કે તે આઇ ખોડીયાર ના રાખડી બંધ ભુવા હતા. ક્યારેક ભીમનાથ મહાદેવના દર્શન જાવ તો વચમાં જ પરબડી નુ પાટીયુ આવે છે. હાલમાં ત્યાં એક હોટલ પણ છે તેની બાજુમાં જ નાનું આઈ ખોડલ માઁનુ પણ મંદિર છે.

વાંચક મિત્રો ને ખાસ વિનંતી કે તમને મારી આ વાર્તા કેવી લાગી તે અચૂક જણાવશો તેવી મને આશા છે. ત્યાં સુધી આપ સૌને મારા રાધે રાધે.

– લી. K M J

(સાભાર ચૌહાણ મનસુખ, અમર કથાઓ ગ્રુપ)