ગણેશજીનું સાચું નામ શું છે? શું તમે જાણો છો તેના વિષે? અહીં જાણો તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ.

0
657

ભગવાન ગણેશને ગણપતિ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે ગણોના પ્રમુખ છે. તેમને ગણેશ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે ગણોના ઈશ અર્થાત ઈશ્વર છે. તેમને ગજાનન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનું મુખ ગજ એટલે હાથી સમાન છે. તેમને એકદંત એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેમને એક જ દાંત છે. આ રીતે તેમના ઘણા નામ છે પણ તે બધા નામ તો તેમના ઉપનામ છે. તો પછી તેમનું સાચું નામ શું છે? આવો જાણીએ કે અનુશ્રુતિ મુજબ તેમનું નામ શું છે?

(1) કહેવાય છે કે ભગવાન ગણેશજીનું મસ્તક કે માથું કા પતા પહેલા તેમનું નામ વિનાયક હતું. પણ જયારે તેમનું મસ્તક કા પવામાં આવ્યું અને પછી તેમની ઉપર હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું, તો બધા તેમને ગજાનન કહેવા લાગ્યા. પછી જયારે તેમને ગણોના પ્રમુખ બનાવવામાં આવ્યા તો તેમને ગણપતિ અને ગણેશ કહેવા લાગ્યા.

(2) અનુશ્રુતિ મુજબ કહેવાય છે કે જયારે માતા પાર્વતીએ તેમની ઉત્પતી કરી હતી ત્યારે તેમનું નામ વિનાયક રાખવામાં આવ્યું હતું. વિનાયક એટલે નાયકોના નાયક, વિશેષ નાયક.

(3) એક કથા મુજબ શનિની દ્રષ્ટિ પડવાથી શિશુ ગણેશનું માથું ભસ્મ થઇ ગયું હતું. તેથી દુઃખી પાર્વતીજી (સતી નહિ) એ બ્રહ્માને કહ્યું – જેનું માથું સર્વપ્રથમ મળે તેને ગણેશના માથા ઉપર લગાવી દો. પહેલું માથું હાથીના બચ્ચાનું જ મળ્યું. આ રીતે ગણેશ ગજાનન બની ગયા.

(4) બીજી કથા મુજબ ગણેશજીને દ્વાર ઉપર બેસાડીને પાર્વતીજી સ્નાન કરવા ગયા. એટલામાં શિવ આવ્યા અને પાર્વતીના ભવનમાં પ્રવેશ કરવા લાગ્યા. ગણેશજીએ જયારે તેમને રોક્યા તો ક્રોધિત થઈને શિવજીએ તેમનું માથું કા પીનાખ્યું. આ ગણેશની ઉત્પતી પાર્વતીજીએ ચંદનના મિશ્રણથી કરી હતી. જયારે પાર્વતીજીએ જોયું કે, તેમના દીકરાનું માથું કા પીનાખવામાં આવ્યું છે તો તે ગુસ્સે થઇ ઉઠ્યા. તેમના ગુસ્સાને શાંત કરવા માટે ભગવાન શિવે એક હાથીના બચ્ચાનું માથું ગણેશજીના માથા ઉપર લગાવી દીધું અને તે જીવિત થઇ ગયા.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.