જો વ્રત કરતી વખતે ન રાખવામાં આવ્યું આ બાબતોનું ધ્યાન, તો નિષ્ફળ થઈ જાય છે વ્રત.

0
774

જ્યારે પણ વ્રત કે ઉપવાસ કરો તો આ બાબતોનું ધ્યાન જરૂર રાખો, આ ભૂલો કરી તો નહિ મળે વ્રતનું ફળ.

વ્રત કે ઉપવાસ રાખવાનો અર્થ માત્ર નિરાહાર રહેવું નથી હોતું, પણ વ્રત રાખવાનો અર્થ તન સાથે મનની શુદ્ધિ કરવાનું પણ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં વ્રત કરવા સાથે સંબધિત કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. જો વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવું છે તો આ નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. અહિયાં જાણો વ્રતના નિયમો.

દરેક ધર્મના લોકો પોતાની આસ્થા અને પરંપરા મુજબ વ્રત કે ઉપવાસ કરે છે. હિંદુ ધર્મમાં પણ દેવી દેવતાઓ મુજબ, અઠવાડિયાના દિવસો, વિશેષ તિથીઓ અને તહેવારો વગેરે ઉપર વ્રત રાખવાનું વિધાન હોય છે. લોકો પોતાની માનતા મુજબ પણ વ્રત કરે છે. વ્રત કરવાનો ઉદ્દેશ્ય માત્ર નિરાહાર રહેવું નથી હોતું પણ વ્રત એક તપ સમાન હોય છે.

વ્રત રાખવાથી દ્રઢ શક્તિ જાગૃત થાય છે અને તમે અંદરથી શુદ્ધ થાવ છો, કેમ કે વ્રતમાં તમે સૌથી પહેલા દ્રઢ સંકલ્પ લો છો. ધાર્મિક ગ્રંથોમાં વ્રત પૂજા સાથે સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જો વ્રત કરતી વખતે એ વાતોને ધ્યાનમાં ન રાખવામાં આવે તો વ્રત રાખવું નકામું થઇ શકે છે. તો આવો જાણીએ કે વ્રત કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

વ્રત રાખવા સંબંધિત મહત્વપૂર્ણ વાતો :

સૌપ્રથમ એ વાતનું ધ્યાન રાખો કે તમારે જેટલા વ્રત કરવા છે તેના સંકલ્પ જરૂર લો. સંકલ્પ વગર વ્રત અધૂરું માનવામાં આવે છે.

વ્રતમાં તન સાથે મનનું સંયમ રાખવું પણ જરૂરી હોય છે. જો વ્રત રાખ્યું છે તો તમારા મનમાં કોઈ પણ વસ્તુને જોઈને તેને ગ્રહણ કરવાનો ભાવ ન લાવો.

વ્રતમાં હળવું સુપાચ્ય ભોજન લેવું જોઈએ, અને કોઈ પણ પ્રકારના તામસીક કે પચવામાં ભારે ભોજન ન લેવા જોઈએ.

વ્રતનો અર્થ થાય છે ઈશ્વર પ્રત્યે થોડો સમય સમર્પિત કરવો. એટલા માટે વ્રતમાં માત્ર ઈશ્વરનું સ્મરણ કરો. ઉપવાસ દરમિયાન મનમાં કોઈ પ્રકારના ખોટા વિચાર ન લાવો, કોઈની નિંદા ન કરો.

વ્રતમાં ગુસ્સો ન કરવો જોઈએ, ગુસ્સામાં મોઢા માંથી અપશબ્દ નીકળી શકે છે, જેથી તમારું વ્રત વિફળ થઇ શકે છે.

જો તમે કોઈ માનતા માટે વ્રતનો સંકલ્પ લીધો છે તો કોઈ જ્યોતિષ વગેરેની સલાહ લઈને શુભ મુહુર્તમાં વ્રત શરુ કરો.

વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું ઘણું જરૂરી હોય છે.

તે ઉપરાંત માનવામાં આવે છે કે સ્ત્રીઓ રજસ્વલા હોય તો તે સમયે આવતું વ્રત ન કરવું જોઈએ. તે દિવસોની ગણતરી ન કરો અને આગળ આવનારા વ્રત કરો.

જો વ્રત વચ્ચે સુતક (કોઈનો જીવ જ વો કે જન્મ થવા ઉપરાંતનો થોડો સમય) પડી જાય તો પુનઃ વ્રત શરુ કરવું જોઈએ.

જો તમે વ્રત કરો છો તો દેવી દેવતાઓ સાથે જ તમારા પૂર્વજોનું સ્મરણ પણ કરવું જોઈએ.

વ્રત પૂરું થઇ જાય એટલે ઉદ્યાપન જરૂર કરાવવું જોઈએ. ઉદ્યાપન કરાવ્યા વગર વ્રત પૂર્ણ નથી માનવામાં આવતું.

બીમારી, ગર્ભાવસ્થા કે ક્ષમતા ન હોવાની સ્થિતિમાં વ્રત ન કરવું જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.