ધનવાન વ્યક્તિને ચોર અને સંબંધી સહિત આ 4 લોકોથી હંમેશા ભય મન્ડરાતો રહે છે.

0
397

મહાભારત અનુસાર ધનવાન વ્યક્તિને આ લોકોનો હંમેશા રહે છે ડર.

હિંદુ ધર્મમાં મહાભારતને પાંચમું વેદ કહેવામાં આવ્યું છે. તેને ખુબ પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યું છે. આ ગ્રંથમાં લાઈફ મેનેજમેન્ટ સાથે જોડાયેલી અનેક વાતો પણ જણાવવામાં આવી છે, જે આજના સમયમાં પણ સાચી પડે છે. મહાભારતના એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, ધનવાન લોકોને કયા લોકોથી હંમેશા ભય રહે છે. જાણો કોણ છે તે 4 લોકો.

શ્લોક :

રાજતઃ સલિલાદગ્નેશ્ચોરતઃ સ્વજનાદપિ।

ભયમર્થવતાં નિત્યં મૃત્યોઃ પ્રાણભૂતામિવ।।

અર્થ : ધનવાન વ્યક્તિને રાજા, આગ, ચોર અને પરિવારજનોથી પણ તે જ પ્રકાર ભય હોય છે, જેવો બધા લોકોને મૃત્યુનો ભય રહે છે.

રાજા : ધનવાન લોકોને રાજા એટલે શાસકથી હંમેશા ભય રહે છે. જુના સમયમાં રાજા ધનવાન લોકોનું ધન ક્યારેય પણ જપ્ત કરી શકતા હતા. તે જ કારણે ધનવાન લોકોને રાજાથી બરાબર એવો જ ભય લાગતો હતો, જેવો બધા લોકોને મૃત્યુથી લાગે છે.

ચોર : ચોર એવા લોકોને સૌથી પહેલા શિકાર બનાવે છે, જેની પાસે ખુબ વધારે ધન હોય છે. ચોરથી ધનને બચાવવા માટે સંપૂર્ણ સુરક્ષા રાખવી જોઈએ. ચોરના સંબંધમાં રાખવામાં આવેલ થોડી પણ બેદરકારી નુકશાનકારક સાબિત થઇ શકે છે.

આગ : જે લોકો પાસે ખુબ વધારે ધન હોય છે તે લોકો આગથી પણ ખુબ ગભરાય છે. આગ ક્ષણભરમાં જ અપાર ધન-સંપત્તિને રાખમાં બદલી શકે છે, અને થોડા જ ક્ષણમાં ધનવાનને દરિદ્ર બનાવી દે છે. આ જ કારણે ધનવાન લોકો આગથી સાવધાન રહેવા માંગે છે.

પરિવારજનો (સંબંધી) : ગરીબ લોકોના પરિવારજનો તેમનાથી દૂર જ રહે છે, જયારે ધનવાન લોકોને ત્યાં સંબંધીઓની ભીડ લાગેલી રહે છે. ઘણા બધા સંબંધી ધનની લાલચમાં જ ધનવાન લોકો સાથે સંબંધ બનાવી રાખે છે. તે જ કારણે ધનવાન વ્યક્તિને આવા પરિવારજનોથી પણ ભય લાગ્યો રહે છે.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.