ઘરમાં પૂજા કરતી વખતે ઘંટડી કેમ વગાડવી જોઈએ, તેના લાભ જાણીને ચકિત થઈ જશો.

0
945

ઘંટડી વગાડવાથી દુર થાય છે આ ગ્રહો અને કુંડળીના દોષ, જાણો જ્યોતિષ તેના વિષે શું કહે છે.

હિંદુ ધર્મ મુજબ ઘરમાં દરરોજ પૂજા જરૂર કરવી જોઈએ. તેનાથી ઘરની પવિત્રતા જળવાઈ રહે છે અને નેગેટીવીટી પણ દુર થાય છે. ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી પણ વગાડવામાં આવે છે. આ ઘંટડીને ભગવાન વિષ્ણુના વાહન ગરુડનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે. જો ઘંટડીને ધ્યાનથી જોવામાં આવે તો તેની ઉપરના ભાગ ઉપર ભગવાન ગરુડનું મુખ બનેલુ હોય છે.

ધર્મ ગ્રંથો મુજબ, ભગવાન ગરુડ સર્પો એટલે નાગના શત્રુ છે. ઘણા ચિત્રોમાં પણ ગરુડ દેવતાએ તેમના પંજામાં નાગને પકડી રાખ્યો હોય તેવું દેખાડવામાં આવે છે. પૂજા દરમિયાન ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી ઘંટડી ગરુડ દેવતાનું જ સ્વરૂપ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન ઘંટડી વગાડવાથી કુંડળીમાં રહેલા ઘણા પ્રકારના દોષ દુર થાય છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી વિશેષ વાતો.

રાહુ-કેતુ છે સર્પનું રૂપ : જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, રાહુએ સર્પનું મોઢું છે અને કેતુ તેની પૂંછડી. જયારે આ બંને ગ્રહો વચ્ચે બીજા ગ્રહ આવી જાય છે તો કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ દોષ જેમની કુંડળીમાં હોય છે, તેમણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના દરેક કાર્યમાં અડચણો આવે છે અને જીવનમાં તણાવની સ્થિતિ ઉભી થઇ જાય છે. એ કારણ છે કે લોકો રાહુ કેતુના નામથી ગભરાય છે.

ઘંટડી સાથે છે રાહુ કેતુના સંબંધ : જ્યોતિષ મુજબ, પૂજા દરમિયાન રોજ ઘંટડી વગાડવાથી રાહુ અને કેતુનો પ્રકોપ શાંત થાય છે. પૂજા વખતે ઘંટડી વગાડવાથી ઘણા પ્રકારના પાપનો નાશ થઇ જાય છે. સાથે જ માન્યતા એ પણ છે કે ઘંટડી વગાડવાથી ભગવાનની પૂજા સફળ થાય છે. તે એટલા માટે કેમ કે ઘંટડી ભગવાન ગરુડનું સ્વરૂપ છે અને બધા નાગ દેવતા તેનાથી ડરે છે.

ઘંટડી વગાડવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે. જો તમારે રાહુ કેતુના પ્રકોપને શાંત કરવો છે તો પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી ઘંટડીમાં ગરુડનું ચિન્હ લગાવવું જોઈએ. જે વ્યક્તિ આ ઘંટડી સાથે ઘરમાં પૂજા કરે છે તેના તમામ પાપનો નાશ થઇ જાય છે.

ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન : ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુના વાહન ગરુડને ઘંટડીની ધ્વની પ્રિય છે. તેથી ઘરમાં રોજ ઘંટડી વગાડવાથી ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે. અને ભગવાન વિષ્ણુની આરાધનાને કારણે રાહુ કેતુ પરેશાન નથી કરતા. એટલા માટે પૂજા ઘરમાં રાખવામાં આવેલી ઘંટડીને દેવતાનો વાસ માનવામાં આવે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.