રોચક સ્ટોરી : જયારે શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મેહતાએ ધન માટે ગીરવી રાખ્યો હતો મુંછનો વાળ.

0
430

શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મેહતાના મૂંછના વાળની કિંમત એટલી હતી કે શાહુકાર તેના બદલામાં આપવું પડ્યું ધન. ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્તોમાં નરસિંહ મેહતાનું નામ જરૂર લેવામાં આવે છે. તેની ભક્તિથી સાથે દાની સ્વભાવને કારણે પણ તે ઘણા પ્રસિદ્ધ છે. નરસિંહજીએ ભગવાન કૃષ્ણની ભક્તિમાં તેનું સંપૂર્ણ દાન કરી દીધું હતું. માન્યતા છે કે તે મહાન ભક્તના વશમાં થઈને જ કૃષ્ણએ નાની બાઈનું મામેરું ભર્યું હતું. તેની કથા તો તમે બધા લોકો જાણતા હશો, અમે તમને અહિયાં નરસિંહ મેહતાની એક બીજી રસપ્રદ કથા જણાવવા જઈ રહ્યા છીએ.

આ કથા મુજબ નરસિંહજી પોતાનું સર્વસ્વ દાન કર્યા પછી જયારે સાધુ સંતો સાથે તીર્થયાત્રા કરી રહ્યા હતા તો તેની મુલાકાત અમુક યાચકો સાથે થઇ. તે તેની પાસે ધન, ભોજન અને જીવન માટે જરૂરી વસ્તુ માગવા લાગ્યા. આમ તો ભક્ત નરસિંહ પોતાનું સર્વસ્વ દાન કરી ચુક્યા હતા, એટલા માટે તે ધન દેવામાં સમર્થ ન હતા.

છેવટે તેમને એક ઉપાય સુજ્યો. તે એક સાહુકાર પાસે ગયા અને તેની મૂંછનો એક વાળ તેની પાસે ગીરવી રાખવા આવ્યા. તે જમાનામાં મૂછના વાળને પણ પ્રતિષ્ઠા અને સત્યનિષ્ઠાનું પ્રતિક સમજવામાં આવતું હતું. સાહુકારે તેને મુછના વાળના બદલામાં કરજ આપી દીધું. નરસિંહજીએ એ સંપૂર્ણ ધન યાચકોને આપી દીધું. આ ઘટના જયારે એક વ્યક્તિએ જોઈ તો તેને લાલચ થઇ ગઈ. તે પણ તે રીતે ધન મેળવવા માંગતો હતો.

તક જોઈને તે એ શાહુકાર પાસે ગયો અને કહ્યું – મારે પણ મુછના વાળના બદલામાં એટલું જ ધન જોઈએ જેટલું તમે નરસિંહજીને આપ્યું હતું, શાહુકારે પરવાનગી આપી દીધી. તેણે મુછનો વાળા માગ્યા. વ્યક્તિએ મુછના વાળ આપ્યા, પરંતુ શાહુકાર સંતુષ્ટ ન થયા.

તેમણે કહ્યું – આ વાળ યોગ્ય નથી, તેમાં અમુક ખામી છે. કોઈ બીજો આપો. ધનના લોભમાં તે વ્યક્તિ મૂછના વાળ ઉખાડીને આપતો રહ્યો અને શાહુકાર ખામીઓ કાઢતો રહ્યો. છેવટે તે વ્યક્તિને પૂછ્યું – મને મુછના વાળ તોડવામાં જે દર્દ થઇ રહ્યું છે, તેનો તમને અંદાઝો પણ નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા છે.

શાહુકારે કહ્યું – મિત્ર, તારી મુછના વાળ એ કક્ષાના નથી કે હું તેને ગીરવી રાખીને એક ફૂટી કોડી પણ આપી શકું. મેં નરસિંહને પણ આ રીતે પારખ્યો હતો, પરંતુ તેણે તેની તકલીફની પરવા ન કરી. તેના માટે તો યાચકોનો અભાવ જ સૌથી મોટું દર્દ હતું. એટલા માટે મેં તેને મુછના વાળના બદલામાં ધન આપું દીધું. જેમાં દીન-દુઃખી માટે એટલું સમર્પણ હોય, તેને માણસ જ નહિ ઈશ્વર પણ ના નથી કહી શકતા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.