અહીં છત વગર રહે છે હનુમાનજી, ખતરનાક કિસ્સા સાથે જોડાયેલી છે તેની કથા.
વિશ્વભરમાં ઘણા અનોખા અને રહસ્યમય હિંદુ મંદિરો છે. અને મંદિરો અને તેની સાથે સંબંધિત રસપ્રદ કથાઓ પણ ખુબ જ પ્રચલિત છે. આમાંની એક કથા છે જાલોરના હનુમાનીજી મંદિરની. આ એકમાત્ર એવું હનુમાન મંદિર છે જ્યાં હનુમાનજીના માથા પર છત નથી.
જ્યારે જ્યોતિષ નિષ્ણાત ડૉ. રાધાકાંત વત્સ સાથે આ વિશે વાત કરી તો તેમણે આ મંદિર સાથે સંબંધિત એક ખૂબ જ આશ્ચર્યજનક રહસ્ય જણાવ્યું. તેમણે કહ્યું કે જે વ્યક્તિ આ મંદિરની છત બનાવે છે તેના જીવનમાં અશુભ પરિણામો અને અપ્રિય ઘટનાઓ થવાની શરૂઆત થાય છે.
અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે રાજસ્થાનના જાલોરના કાનીવાડામાં આવેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, એટલે કે તેને કોઈએ બનાવી નથી, પરંતુ આ સ્થાન પર હનુમાનજી સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિર 500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિની વિશેષતા એ છે કે અહીં હનુમાનજી પોતાના પગ વાળીને બેઠા છે અને હનુમાનજીની મૂર્તિ સૂર્યમુખી છે. હવે આ મંદિરના મુખ્ય રહસ્ય પર આવીએ છીએ જે તેની ક્યારેય ન બનેલી છત સાથે સંબંધિત છે. આ મંદિરની છત સાથે જોડાયેલી એક કથા છે.
પૌરાણિક કથા અનુસાર ઘણા વર્ષો પહેલા એક મહાન હનુમાન ભક્ત હનુમાનના દર્શનની ઈચ્છા સાથે આ મંદિરમાં આવ્યા હતા. અહીં આવીને તેમણે હનુમાનજીના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. જ્યારે તેમણે મંદિરમાં હાજર સેવકને મંદિરની છત અંગે પ્રશ્ન કર્યો
ત્યારે સેવકે કહ્યું કે, હનુમાનજીનો આદેશ છે કે મંદિરની છત ન બનાવવી જોઈએ. હનુમાન ભક્તે વિચાર્યું કે તેમના ભગવાન છત વિના કેવી રીતે રહેશે, તેથી તેમણે મંદિરની છત બનાવવાનું શરૂ કર્યું. મંદિરના પૂજારી અને અન્ય લોકોએ તેમને ઘણા સમજાવ્યા પણ ભક્તે કોઈનું સાંભળ્યું નહીં.
મંદિરની છત બનાવવાનું કામ અડધું પહોંચતાં જ મંદિરની છત તૂટી ગઈ હતી. ઘણી વખત એવું બન્યું છે કે મંદિરની છત તૈયાર થવાની જ હોય છે, પણ કોઈને કોઈ કારણોસર મંદિરની છત તૂટી જતી. હનુમાન ભક્ત કંઈ સમજી શક્યા નહીં. આવી સ્થિતિમાં તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી.
ત્યારે હનુમાનજી સપનામાં આવ્યા અને તેમને કહ્યું કે, તેઓ નથી ઈચ્છતા કે આ મંદિરમાં છત બને. હનુમાનજીના આદેશનું પાલન કરીને ભક્ત પોતાના ઘરે પરત ફર્યા અને કથા પ્રચલિત થઈ કે હનુમાનજીએ આદેશ આપ્યો છે કે આ મંદિરમાં છત ન બનાવવી. ત્યારથી આજદિન સુધી અહીં કોઈ છત બનાવી શક્યું નથી.
એવું માનવામાં આવે છે કે જ્યારે-જ્યારે જે પણ વ્યક્તિએ અહીં બનેલા મંદિરની છત બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના જીવનમાં ગંભીર સંકટ આવી ગયું, બાંધકામ કરતા મજૂરો મૃત્યુ પામ્યા અને જે વ્યક્તિએ બાંધકામ કરાવ્યું તે બીમાર થઈ ગયો.
તો આ જ કારણ છે કે હનુમાનજીનું આ મંદિર છત વગરનું છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.