રુદ્રાષ્ટક સ્ત્રોત પાઠ : આ છે સોમવારના દિવસે મહાદેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય.

0
435

સોમવારના દિવસે રુદ્રાષ્ટક સ્ત્રોતનો પાઠ કરવાથી મળે છે ભોલેનાથની કૃપા. જાણો શું છે રુદ્રાષ્ટક સ્ત્રોત?

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. માન્યતા છે કે આ દિવસે જો ભગવાન શિવની પૂજા-આરાધના કરવામાં આવે, તો ભગવાન શિવ દ્વારા તેમના ભક્તોને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કેમ કે માન્યતા છે કે બધા દેવતાઓમાં મહાદેવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. શ્રદ્ધાભાવથી યાદ કરવાથી પ્રસન્ન થઇ જવાવાળા મહાદેવ પાસે જો વિશેષ ફળ પ્રાપ્ત કરવું હોય, તો સોમવારના દિવસે રુદ્રાષ્ટક સ્ત્રોતના પાઠ કરવા જોઈએ, અને તેનું ફળ પણ તરત મળે છે.

શું છે રુદ્રાષ્ટક સ્ત્રોત?

શિવ રુદ્રાષ્ટક સ્ત્રોત શ્રી તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની સ્તુતિ છે. તેનું વર્ણન શ્રી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિતમાનસના ઉત્તર કાંડમાં મળે છે. આ લયબદ્ધ મંત્રને યાદ કરવો ઘણો સરળ છે અને લગભગ ત્રણથી ચાર પાઠ પછી તે મોઢે થઇ જાય છે. ભગવાન શિવને આ સ્તુતિ ઘણી પ્રિય છે, અને જે ભક્ત તેના પાઠ કરે છે તેની ઉપર શિવની કૃપા દ્રષ્ટિ રહે છે. રુદ્રાષ્ટક સ્ત્રોતનો લાભ ત્યારે મળે છે જયારે તેનો યોગ્ય અને સચોટ ઉચ્ચારણ કરવામાં આવે. આવો જાણીએ રુદ્રાષ્ટક સ્ત્રોત મંત્ર –

‘ॐ नमः शिवायः’

नमामीशमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेदः स्वरूपम्‌ ।

निजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्‌ ॥

निराकार मोंकार मूलं तुरीयं, गिराज्ञान गोतीतमीशं गिरीशम्‌ ।

करालं महाकाल कालं कृपालुं, गुणागार संसार पारं नतोऽहम्‌ ॥

तुषाराद्रि संकाश गौरं गभीरं, मनोभूत कोटि प्रभा श्री शरीरम्‌ ।

स्फुरन्मौलि कल्लोलिनी चारू गंगा, लसद्भाल बालेन्दु कण्ठे भुजंगा॥

चलत्कुण्डलं शुभ्र नेत्रं विशालं, प्रसन्नाननं नीलकण्ठं दयालम्‌ ।

मृगाधीश चर्माम्बरं मुण्डमालं, प्रिय शंकरं सर्वनाथं भजामि ॥

प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशं, अखण्डं अजं भानु कोटि प्रकाशम्‌ ।

त्रयशूल निर्मूलनं शूल पाणिं, भजेऽहं भवानीपतिं भाव गम्यम्‌ ॥

कलातीत कल्याण कल्पान्तकारी, सदा सच्चिनान्द दाता पुरारी।

चिदानन्द सन्दोह मोहापहारी, प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥

न यावद् उमानाथ पादारविन्दं, भजन्तीह लोके परे वा नराणाम्‌ ।

न तावद् सुखं शांति सन्ताप नाशं, प्रसीद प्रभो सर्वं भूताधि वासं ॥

न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम्‌ सदा सर्वदा शम्भू तुभ्यम्‌ ।

जरा जन्म दुःखौघ तातप्यमानं, प्रभोपाहि आपन्नामामीश शम्भो ॥

रूद्राष्टकं इदं प्रोक्तं विप्रेण हर्षोतये

ये पठन्ति नरा भक्तयां तेषां शंभो प्रसीदति।।

॥ इति श्रीगोस्वामी तुलसीदासकृतं श्रीरुद्राष्टकं सम्पूर्णम् ॥

સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય :

ભગવાન શિવને સફેદ રંગ ઘણો પ્રિય છે. તેથી સોમવારની સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરવાથી પણ ભગવાન શિવની કૃપા મળે છે. આ દિવસે ભગવાન શિવને ચંદન, ચોખા, બીલી પત્ર, ધતુરો, દૂધ વગેરે ચડાવવાથી ભગવાન ખુબ પ્રસન્ન થાય છે.

સોમવારના દિવસે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

ધન લાભ અને કારકિર્દીમાં પ્રગતિ માટે સોમવારના દિવસે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવું જોઈએ. આ દાનથી પિતૃ દોષ પણ ઓછા થાય છે.

જો તમને માનસિક તણાવ વધુ રહે છે ઓ તમે સોમવારના દિવસે દૂધમાં સાકર ભેળવીને શિવલિંગ ઉપર અર્પણ કરો. માન્યતા છે કે, એમ કરવાથી બુદ્ધી તેજ થાય છે અને માનસિક તણાવ પણ ઓછો થાય છે.

ધ્યાન રાખશો કે, ભગવાન શિવને ચડાવવામાં આવતા પંચામૃતમાં તુલસીનો ઉપયોગ ન કરો. ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.