રુદ્રાક્ષની માળાનું સનાતન ધર્મમાં છે ઘણું મહત્વ, જાણો તેના વિષે વિસ્તારથી.

0
449

આ છે રુદ્રાક્ષની માળા વિષેની એવી વાતો, જે આજ સુધી તમે જાણી નહિ હોય. શાસ્ત્રોમાં લખ્યું છે કે –

बिना दमैश्चयकृत्यं सच्चदानं विनोदकम्।

असंख्यता तु यजप्तं तत्सर्व निष्फलं भवेत्।।

એટલે કે ભગવાનની પૂજા માટે કુશનું આસન ઘણું જરૂરી છે, ત્યાર પછી દાન-પુણ્ય જરૂરી છે. તેની સાથે જ માળા વગર સંખ્યાબંધ કરવામાં આવેલા જાપનું પણ પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થઇ શકાતું. જયારે પણ મંત્ર જાપ કરો માળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

જે પણ વ્યક્તિ માળાની મદદથી મંત્ર જાપ કરે છે, તેની મનોકામના ઘણી વહેલી પૂર્ણ થાય છે. માળાથી કરવામાં આવેલા જાપ અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. મંત્ર જાપ નિર્ધારિત સંખ્યાના આધારે કરવામાં આવે તો શ્રેષ્ઠ રહે છે. એટલા માટે માળાનો ઉપયોગ કરવામાં આવે છે.

રુદ્રાક્ષ માળાની વધુ જાણકારી તરફ આગળ વધતા પહેલા આવો જાણીએ કે રુદ્રાક્ષ શું છે. શિવપુરાણ મુજબ રુદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવના અશ્રુકણો સાથે છે. માન્યતા છે કે સતી વિયોગના સમયે જયારે શિવનું હ્રદય દ્રવિત થયું, તો તેના નેત્રો માંથી આંસુ નીકળી આવ્યા, જે અનેક સ્થાનો ઉપર પડ્યા અને તેમાંથી રુદ્રાક્ષની ઉત્પતી થઇ. પદ્મ પુરણમાં કહેવામાં આવે છે કે સતયુગમાં ત્રિપુર નામના દૈત્ય બ્રહ્માજીના વરદાનથી પ્રબળ થઈને સંપૂર્ણ લોકોના વિનાશનું કુચક્ર કરી રહ્યો હતો. ત્યારે દેવતાઓએ અનુયય વિનય કરીને ભગવાન શિવે તેની દિવ્ય દ્રષ્ટિથી જોઈને તેને વિકરાળ બાણથી મારી નાખ્યો.

આ કાર્યમાં અત્યંત શ્રમને કારણે ભગવાન શિવના શરીર માંથી પરસેવાના જે ટીપા પૃથ્વી ઉપર પડ્યા, તેમાંથી રુદ્રાક્ષ વૃક્ષ પ્રગટ થઇ ગયું. શ્રીમદ્દ દેવી ભાગવત મુજબ ત્રિપુર રાક્ષસને મારવા માટે ભગવાનની આંખો સહસ્ત્ર વર્ષો સુધી ખુલી રહી અને થાકને કારણે તેના આંસુ વહેવા લાગ્યા, જેમાંથી રુદ્રાક્ષ વૃક્ષનો જન્મ થયો. રુદ્રાક્ષની ઉત્પતીના સંબંધમાં કથાઓ ભલે કેટલી પણ હોય, પરંતુ જુદા જુદા ધાર્મિક ગ્રંથ અને શાસ્ત્ર નિર્વિવાદ રીતે એ તથ્યની પુષ્ટિ કરે છે કે રુદ્રાક્ષના જન્મદાતા ભગવાન શિવ છે. તે કારણે સનાતન ધર્મમાં રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.

સનાતન ધર્મમાં રુદ્રાક્ષના મહત્વ વિષે જણાવતા લખવામાં આવ્યું છે કે રુદ્રાક્ષમાં એક અનોખા પ્રકારનું સ્પંદન થાય છે જે શરીર માટે ઉર્જાનું એક સુરક્ષા કવચ બનાવી દે છે, તેનાથી બહારની ઉર્જાઓ તેમને દુઃખી નથી કરી શકતી. એટલા માટે રુદ્રાક્ષ એવા લોકો માટે ઘણું સારું છે, જેને સતત યાત્રામાં હોવાને કારણે અલગ અલગ સ્થાનો ઉપર રહેવું પડે છે. આપણા સાધુ સંત હંમેશા પ્રવાસમાં જ રહેતા હતા એટલા માટે વારંવાર ઉર્જા પરિવર્તન અને જંગલોમાં નકારાત્મક શક્તિઓથી રુદ્રાક્ષ તેમનો બચાવ કરતા હતા.

કેમ હોય છે રુદ્રાક્ષ માળામાં 108 રુદ્રાક્ષ?

षट्शतानि दिवारात्रौ सहस्राण्येकं विशांति।

एतत् संख्यान्तितं मंत्रं जीवो जपति सर्वदा।।

એટલે કે પૂર્ણ રૂપથી સ્વસ્થ વ્યક્તિ દિવસભરમાં જેટલી વખત શ્વાસ લે છે, તેની ઉપરથી માળાના મણકાઓની સંખ્યા 108 નો સંબંધ છે. સામાન્ય રીતે 24 કલાકમાં એક વ્યક્તિ 21600 વખત શ્વાસ લે છે. દિવસના 24 કલાક માંથી 12 કલાક દૈનિક કાર્યોમાં પસાર થઇ જાય છે અને બાકી 12 કલાકમાં વ્યક્તિ શ્વાસ લે 10800 વખત. આ સમયમાં દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. શાસ્ત્રો મુજબ વ્યક્તિએ દરરોજ શ્વાસ ઉપર એટલે પૂજા માટે નિર્ધારિત સમય 12 કલાકમાં 10800 વખત ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ, પરંતુ એ શક્ય નથી થઇ શકતું.

એટલા માટે 10800 વખત શ્વાસ લેવાની સંખ્યા માંથી છેલ્લા બે શૂન્ય દુર કરીને જાપ માટે 108 સંખ્યા નક્કી કરવામાં આવી છે. આ સંખ્યાના આધાર ઉપર જાપની માળામાં 108 મણકા હોય છે. રુદ્રાક્ષ, ભગવાનનું મનુષ્યને આપવામાં આવેલી કિંમતી ભેંટ છે, પરંતુ તેના અલ્પ જ્ઞાનને કારણે જ આજે માણસ તે ભૂલી ગયો છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.