આજના બાળકોને જરૂર વાંચવા જોઈએ માતા-પિતા સાથે વ્યવહારના નિયમો.

0
559

પહેલાના કરતાં આજનો જમાનો ખૂબ બદલાઈ ગયો છે. આજના ઘણા એવા બાળકો છે, જે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાની તો છોડો તેમનો અનાદર કરી નાખે છે. ઘણી વખત ગુસ્સામાં કઈ પણ બોલી નાખે છે. એટલે માટે તેવા બાળકોએ જરૂર જાણવા જઈએ કે આપણે આપણા માતા-પિતા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ.

સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ કે હંમેશા પોતાના માતા-પિતાનો આદર કરવો જોઈએ ક્યારેય તેમનો અનાદર ભૂલથી પણ ન કરો.

તેમને દુનિયાની મોટામાં મોટી વસ્તુ આપવાનો પ્રયાસ કરો.

તમે માતા-પિતા માટે જે કઈ પણ કર્યું હોય તેની ચર્ચા તેમની સામે ન કરો, તે વાતનું હંમેશા ધ્યાન રાખવું. જેમ કે તેમની આટલા સમય સુધી સેવા કરી, તેમનું આ જરૂરી કામ કર્યું વગેરે વગેરે..

તેમની વાતનો અનાદર ન કરો, શક્ય હોય તો તેમનું દરેક કામ કરો.

તેમના બોલાવવા પર તરત જ હાજર રહો.

તેઓ વાતો કરતાં હોય તો પોતાનું મોં ન બગડો.

તેઓને કઈ સમજ ન આવે, તો તેમને ભૂલથી પણ ન કહો છે ‘આ તમારા કામનું નથી’ ‘તમને નહિ સમજાય’

તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું

પોતાના માતા-પિતાની સાથે વાતો કરતાં સમય ઊંચા અવાજમાં બોલવું નહીં.

પોતાના માતા-પિતાની સલાહ લીધા વિના કોઈ મુસાફરી કરવા ન જવી.

તમને ખુશી આપવાનો દરેક પ્રયાસો કરો.

પોતાના માતા-પિતા સાથે હંમેશા પ્રેમથી રહો, કારણે કે તમને દુનિયામાં લાવનારા પણ એ જ છે અને તમારા દરેક સારા ગુણો પણ એમનાથી જ આવ્યા છે.

સોર્સ : વૉટ્સઅપ