જે લોકો રૂપિયાની પાછળ ગાંડાની જેમ દોડે છે તેવા લોકોને આ લેખ જરૂર વંચાવજો, તેમનું જીવન સુધરી જશે.

0
236

ફક્ત ધનની પાછળ ભાગવાથી નથી મળતી સફળતા, આ એક વસ્તુ હોવી ખુબ જરૂરી છે, જાણો કઈ.

આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં ઘણું બધું લખ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવેલી દરેક નીતિ વ્યક્તિને જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરે છે. ભલે તેમની નીતિઓ તમને થોડી કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. જો આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારોને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યક્તિ પોતાના જીવનમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આવી સ્થિતિમાં, આજે આપણે આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી અન્ય એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજે તેમનો જે વિચાર અહીં રજુ કરવામાં આવ્યો છે, તેમાં આચાર્ય ચાણક્યએ સુખ અને શાંતિ વિશે જણાવ્યું છે. હકીકતમાં, ચાણક્યજી કહે છે કે વાસ્તવિક સુખ અને શાંતિ પૈસા પાછળ દોડવામાં નથી, પરંતુ આ કામ કરવાથી મળે છે. ચાલો જાણીએ તેના વિશે.

શ્લોક :

સન્તોષામૃતતૃપ્તાનાં યત્સુખં શાન્તિરેવ ચ ।

ન ચ તદ્ધનલુબ્ધાનામિતશ્ચેતશ્ચ ધાવાતામ્ ॥

ભાવાર્થ :

સંતોષના અમૃતથી તૃપ્ત વ્યક્તિઓને જે સુખ અને શાંતિ મળે છે, તે સુખ અને શાંતિ ધનની પાછળ અહીં-તહીં દોડનારાઓને નથી મળતી.

આચાર્ય ચાણક્યના આ કથન મુજબ, આજના સમયમાં લોકો પૈસાની પાછળ એવી રીતે દોડે છે કે તેને મેળવવાની લાલસામાં તેઓ પોતાનો પરિવાર પણ છોડી દે છે. આ આદત તેમના અંગત જીવનના વિનાશનું કારણ બની જાય છે. એવું એટલા માટે છે કારણ કે તેઓ પૈસા કમાવવા માટે એટલા બધા ઝનૂની બની જાય છે કે તેઓ તેમની આસપાસની દરેક વસ્તુને અવગણે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં માત્ર તે જ વ્યક્તિ આગળ વધે છે અને સફળ બને છે જેને સંતોષ હોય છે. જો કોઈની પાસે સંતોષ છે, તો તે દરેક વસ્તુની પાછળ દોડશે નહીં, પરંતુ તે તેની આસપાસની વસ્તુઓને સમજશે અને જરૂરિયાતોને પૂરી કરશે. તેથી જ ચાણક્યજી કહે છે કે જે વ્યક્તિ પાસે જીવન જીવવા માટે પૂરતા સંસાધનો સાથે સંતોષ હોય છે, તે પૈસા પાછળ દોડનાર વ્યક્તિ કરતાં વધુ સુખી હોય છે.

આ માહિતી ઈન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.