ભારતના આ મંદિરનો ઈતિહાસ છે અનોખો, જાણો કોણે અને કોના માટે બનાવડાવ્યું હતું આ મંદિર?
ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે અને આ જ કારણથી અહીં અસંખ્ય પૂજા સ્થાનો છે. નદીઓ, મહાસાગરો, પર્વતો, અગ્નિ, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ દરેક માટે અહીં મંદિરો બનાવવામાં આવ્યા છે. આ વિચિત્ર મંદિરોમાં સાસ-બહુ મંદિરનો સમાવેશ થાય છે. આ સાંભળવામાં જેટલું અનોખું લાગે છે, એટલી જ તેની બનાવટ પણ અનોખી છે. તો ચાલો જાણીએ મંદિર સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
ક્યાં આવેલું છે? આ મંદિર રાજસ્થાનના ઉદયપુરથી 23 કિમી દૂર નાગડા ગામમાં આવેલું છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
રાજાએ આ મંદિર પોતાની પત્ની અને પુત્રવધૂ માટે બનાવડાવ્યું હતું :
ઈતિહાસ જણાવે છે કે એવું કોઈ મંદિર નથી કે જે સાસુ અને વહુ માટે બનાવવામાં આવ્યું હોય. પરંતુ તે સમયે કચ્છવાહા વંશના રાજા મહિપાલનું શાસન હતું. તેમની પત્ની ભગવાન વિષ્ણુની ભક્ત હતી. તેથી તેમની પૂજા માટે મહિપાલે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવડાવ્યું જેનું નામ સહસ્ત્રબાહુ મંદિર રાખ્યું. કેટલાક વર્ષો પછી રાણીના પુત્રના લગ્ન થયા અને તેની પુત્રવધૂ ભગવાન શિવની પૂજા કરતી હતી. તેથી રાજાએ તેની પુત્રવધૂ માટે તે જ મંદિર પાસે ભગવાન શિવનું મંદિર બનાવડાવ્યું. ત્યારબાદ બંને મંદિરો સહસ્ત્રબાહુ મંદિર તરીકે ઓળખાવા લાગ્યા.
સહસ્ત્રબાહુમાંથી બન્યું સાસ-બહુ :
અહીં મંદિરમાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુની સ્થાપના કરવામાં આવી હતી, તેથી તેનું નામ સહસ્ત્રબાહુ રાખવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે ‘એક હજાર હાથવાળા’. પાછળથી, લોકો દ્વારા આ શબ્દ બરાબર બોલી ન શકવાને કારણે, પ્રાચીન સહસ્ત્રબાહુ મંદિર સાસ-બહુ મંદિર બની ગયું.
આ મંદિર લગભગ 1100 વર્ષ જૂનું છે :
આ મંદિર 1100 વર્ષ પહેલા કચ્છપઘાટ વંશના રાજા મહિપાલ અને રત્નપાલ દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું. ત્યારથી આ મંદિર સાસ-બહુના નામથી પ્રસિદ્ધ થયું હતું. આ મંદિરમાં 32 મીટર ઉંચી અને 22 મીટર પહોળી ભગવાન વિષ્ણુની સો હાથવાળી મૂર્તિ છે, જેના કારણે આ મંદિરને સહસ્ત્રબાહુ મંદિર પણ કહેવામાં આવે છે.
રામાયણના પ્રસંગોથી મંદિરને શણગારવામાં આવ્યું છે :
વહુ માટે બનાવેલા મંદિરની છત આઠ કોતરેલી સ્ત્રીઓની અષ્ટકોણીય આકૃતિઓથી શણગારેલી છે. આ મંદિર સાસુ માટે બનાવેલા મંદિર કરતા થોડું નાનું છે. મંદિરની દિવાલો રામાયણના ઘણા પ્રસંગોથી શણગારેલી છે. મંદિરના એક મંચ પર ભગવાન બ્રહ્મા, શિવ અને વિષ્ણુની તસવીરો કોતરેલી છે અને બીજા પ્લેટફોર્મ પર ભગવાન રામ, બલરામ અને પરશુરામની તસવીરો કોતરેલી છે.
મુઘલોએ મંદિરને રેતીથી બંધ કરી દીધું હતું :
મુઘલોએ આ મંદિરને ચૂના અને રેતીથી બંધ કરી દીધું હતું. જ્યારે મુઘલોએ કિલ્લા પર કબજો જમાવ્યો ત્યારે તેઓએ મંદિરમાં રહેલી સાસુ અને પુત્રવધૂની મૂર્તિઓનો નાશ કર્યો અને સાથે જ મંદિરમાં ચૂનો અને રેતી ભરીને મંદિર બંધ કરાવી દીધું. ત્યારથી આ મંદિર રેતીના ટાપુ જેવું દેખાવા લાગ્યું. પરંતુ 19મી સદીમાં જ્યારે અંગ્રેજોએ કિલ્લા પર કબજો જમાવ્યો ત્યારે તેઓએ મંદિરને સામાન્ય લોકો માટે ફરીથી ખોલાવ્યું.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.