વર્ષમાં માત્ર 3 મહિના ખુલે છે સબરીમાલા મંદિર, દર્શનના નિયમ જાણીને છૂટી જાય છે પરસેવો.

0
426

જાણો શું છે સબરીમાલા મંદિરમાં દર્શનની પ્રક્રિયા, કેવા કઠોર નિયમો પાળ્યા પછી થાય છે દર્શન.

કેરળમાં સબરીમાલા ગામમાં આવેલું સબરીમાલા મંદિર ઘણું વિશેષ છે. તે પોતાના કઠોર નિયમોને લઈને પણ ઓળખાય છે. અહીં ઘણા કડક નિયમોનું પાલન કરીને સબરીમાલા મંદિરના દર્શન થાય છે. આ સબરીમાલા મંદિરમાં દર્શન પહેલા કડક નિયમોનું પાલન કરવું પડે છે, જે પુરા કરવા દરેક માટે શક્ય નથી. આવો જાણીએ શબરીમાલા મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો.

આવી છે સબરીમાલા મંદિરમાં દર્શનની પ્રક્રિયા.

(1) સબરીમાલા મંદિર શ્રદ્ધાળુઓ માટે વર્ષમાં માત્ર નવેમ્બરથી જાન્યુઆરી સુધી ખુલે છે. બાકી મહિનામાં તેને બંધ રાખવામાં આવે છે.

(2) ભક્તો પંપા ત્રિવેણીમાં સ્નાન કરે છે અને દીવો પ્રગટાવીને નદીમાં પ્રવાહિત કરે છે. ત્યાર પછી જ સબરીમાલા મંદિરમાં જાય છે.

(3) પંપા ત્રિવેણી ઉપર ભગવાન શ્રીગણેશની પૂજા પછી જ ભક્ત ચડાણ શરુ કરે છે. પહેલો પડાવ શબરી પીઠમ નામની જગ્યા છે. માન્યતા છે કે અહિયાં રામાયણ કાળમાં શબરી નામની ભીલડીએ તપસ્યા કરી હતી. શ્રી અય્યપ્પાના અવતાર પછી જ શબરીને મુક્તિ મળી હતી.

(4) તેની આગળ શરણમકુટ્ટી નામની જગ્યા આવે છે. પહેલી વખત આવવા વાળા ભક્ત અહિયાં શર (બાણ) દાટે છે.

(5) ત્યાર પછી મંદિરમાં જવા માટે બે રસ્તા છે. એક સામાન્ય રસ્તો અને બીજો 18 પવિત્ર સીડીઓથી થઈને. જે લોકો મંદિર આવતા પહેલા 14 દિવસ સુધી કઠીન વ્રત કરે છે તે જ આ પવિત્ર સીડીઓથી થઈને મંદિરમાં જઈ શકે છે.

(6) 18 પવિત્ર સીડીઓ પાસે ભક્તગણ નારીયેલ ફોડે છે. તેની પાસે જ એક હવન કુંડ છે. ધૃતાભિષેક માટે જે નારીયેલ લેવામાં આવે છે, તેનો એક ટુકડો આ હવન કુંડમાં પણ નાખવામાં આવે છે અને એક અંશ ભગવાનના પ્રસાદ તરીકે લોકો પોતાના ઘરે લઇ જાય છે.

(7) સબરીમાલા મંદિરમાં ભગવાનની પૂજાનો એક પ્રસિદ્ધ અંશ ઘી નો અભિષેક કરવાનો છે. શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલા ઘી ને સૌથી પહેલા એક ખાસ વાસણમાં એકઠું કરવામાં આવે છે, પછી તે ઘી થી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.

મંદિરમાં દર્શન કરવાના છે કઠોર નિયમ :

(1) ભક્તોએ અહિયાં આવતા પહેલા 14 દિવસ સુધી સમસ્ત લૌકિક બંધનોમાંથી મુક્ત થઈને બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

(2) આ દિવસોમાં તેમણે વાદળી કે કાળા કપડા જ પહેરવા પડે છે.

(3) ગળામાં તુલસીની માળા રાખવાની હોય છે અને આખા દિવસમાં માત્ર એક વખત જ ભોજન કરવાનું રહે છે એ પણ સાદુ.

(4) સાંજે પૂજા કરવાની હોય છે અને જમીન ઉપર જ સુવું પડે છે.

(5) આ વ્રતની પુર્ણાહુતી ઉપર એક ગુરુ સ્વામીના નિર્દેશનમાં પૂજા કરવાની હોય છે.

(6) મંદિર યાત્રા દરમિયાન તેમણે માથા ઉપર ઇરુમુડી રાખવાની હોય છે એટલે બે થેલીઓ અને એક થેલો. એકમાં ઘી થી ભરેલું નારીયેલ અને પૂજા સામગ્રી હોય છે અને બીજામાં ભોજન સામગ્રી. તે લઈને શબરી પીઠની પરિક્રમા પણ કરવી પડે છે. ત્યારે જઈને 18 સીડીઓથી થઈને મંદિરમાં પ્રવેશ મળે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.