પતિ પત્નીના આ પ્રસંગ પરથી જાણો સાચી મિલકત શું છે?

0
860

પતિ પત્ની બંને એકલા રહેતા હતા. બંને વચ્ચે ખુબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે.

એકવાર કોઈક નજીવા કારણસર એ બંને વચ્ચે થોડીક બોલાચાલી થઈ ગઈ.

પત્ની તેના પતિથી રિસાઈ ગઈ.

સાંજે બંને જણાએ ચુપચાપ જમી લીધું, કોઈ કાંઈ બોલ્યું નહિ.

રાત્રે પણ કશું બોલ્યા વગર બંને સુઈ ગયા.

પતિને હતું કે સવારે ઉઠ્યા પછી બધું બરાબર થઈ જશે,

તેને એમ કે પત્ની રીસ છોડીને તેની સાથે બોલવા લાગશે.

પણ બીજા દિવસે સવારે પણ પત્ની ચૂપ જ રહી.

થોડી વાર પછી પતિ પોતાની કોઈ વસ્તુ શોધવા લાગ્યો.

પલંગ પર જોયું, બાથરૂમમાં જોયું, રૂમમાં જોયું, કપડાંની ગડીમાં જોયું પણ ક્યાંય મળી નથી.

ફરી ફરીને ચક્કર મારતાં એણે શોધ ચાલુ રાખી.

ક્યારનો પતિની આ શોધનો ખેલ જોતા પત્નીથી રહેવાયું નહિ,

અને એણે પૂછ્યું, ક્યારના શું શોધો છો?

પછી પતિએ હસતા હસતા કહ્યું, મળી ગયું….

હું તારો મીઠો અવાજ શોધતો હતો.

પત્ની હસતા હસતા રડી પડી.

આજ સાચી મિલ્કત છે, બાકી બધું તો વહેમ જ છે.

– સાભાર જાનકી કલ્પેશ પટેલ (અમર કથાઓ ગ્રુપ)

(ફોટો પ્રતિકાત્મક છે)