રાગિની દરરોજ પોતાનું કામ કરી રહી હતી, ત્યારે તેનો બાળક રાહુલ આવે અને તેની પાસેથી લાડુ માંગે છે. રાગિની તેને લાડુ આપે છે ત્યારે નોકરાણી કામ કરતી હોય છે, નોકરાણીના ઘરમાં કોઈ ન હોવાના કારણે નોકરાણી પોતાના બાળક પ્રથમને કામ પર લઇ આવે છે, રાહુલ અને પ્રથમની સારી મિત્રતા હતા. રાગિનીની રાહુલના હાથમાં એક નાનો અને એક મોટો લાડુ આપે છે અને તેને કહ્યું કે એક તું લે અને બીજો પ્રથમને આપશે.
રાહુલ લાડુ લઈને પ્રથમ પાસે જાય છે અને મોટો લાડવો પ્રથમને આપી દે છે અને આ બધું રાગિની દૂરથી જોયા કરે છે. જયારે નોકરાણી અને તેનો બાળક કામ કરીને જતા રહે છે, તો રાગિનીએ રાહુલને મોટો લાડવો આપવાનું કારણ પૂછ્યું.
રાહુલે જવાબ આપ્યો : “તે મારો ખુબ સારો મિત્ર છે, મને જે ગમ્યું તે હું તેને આપ્યું. મારે હંમેશા પોતાના મિત્રના સારા વિષે જ વિચારું એટલે મને મોટો લાડવો સારું લાગ્યો એટલા માટે હું મારા મિત્ર મોટો લાડવો આપ્યો, સારી વસ્તુ જ બીજાને અપાયને”
બાળકના આવા સંસ્કાર જોઈએને રાગિની રાહુલને વહાલથી ગળે વળગાડ્યો.
આજના સમયમાં બાળકમાં આવા સંસ્કાર હોવા જ જોઈએ, તમે પણ એક વખત તમારા બાળક સાથે આવું કામ કરી શકો છો. જાણો શું તમારું બાળક મોટો લાડવો પોતાની પાસે રાખે છે કે બીજાને આપી દે છે.
સોર્સ : વૉટ્સઅપ