એક સંતને સોનાનો સિક્કો મળ્યો તો તે કોઈ ગરીબને આપવાને બદલે રાજાને આપી દીધો, જાણો એવું કેમ કર્યું.

0
1199

લોભ એટલે લાલચ એટલા ખરાબ છે કે જેના કારણે આપણા તમામ ગુણોનું મહત્વ નાશ થઇ જાય છે. લાલચથી વ્યક્તિ ક્યારેય પણ સંતુષ્ટ નથી થઇ શકતા અને ધનવાન હોવા છતાં પણ ગરીબ જ રહે છે. એટલા માટે લાલચ જેવા અવગુણથી દુર રહેવું જોઈએ.

અસંતોષને કારણે જ જીવન માંથી સુખ શાંતિ દુર થઇ જાય છે. એટલા માટે લાલચ ન કરો અને જે પણ મળ્યું છે, તેનાથી જ સંતુષ્ટ થઇ જાવ. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે શીખવાડે છે કે લાલચથી દુર રહો અને બીજાનું અહિત તો ભૂલથી પણ ન કરો.

એક સંત ક્યાંક જઈ રહ્યા હતા તો રસ્તામાં તેમને સોનાનો એક સિક્કો મળ્યો. સંતે તે સિક્કો ઉપાડયો. તેમની સાથે કેટલાક શિષ્ય પણ હતા. સંતે શિષ્યોને કહ્યું, આ સિક્કો આપણે કોઈ એવા વ્યક્તિને આપીશું, જેને સૌથી વધુ આની જરુરીયાત હશે.

સંત અને શિષ્ય પોતાની યાત્રા ઉપર આગળ વધતા રહ્યા. રાત થવા પર તેઓ એક રાજ્યમાં રોકાઈ ગયા. બીજા દિવસે તે રાજ્યના રાજા તેમની સેના સાથે પાડોશી રાજ્ય ઉપર ચ-ડાઈ કરવા માટે જઈ રહ્યા હતા.

પ્રતીકાત્મક ફોટો

સંતે રાજા અને તેમની સેનાને જોઈ તો તે પોતાના શિષ્યો સાથે રાજાને મળવા ગયા. મંત્રીઓએ રાજાને જણાવ્યું કે, એક સંત તમને મળવા માંગે છે. સંત વિષે સાંભળતા જ રાજા તરત જ પોતાના રથ ઉપરથી નીચે ઉતરી સંતની સામે પહોંચી ગયા.

રાજાએ સંતને પ્રણામ કર્યા. પછી સંતે તેમની તે સોનાનો સિક્કો રાજાને આપી દીધો. રાજાએ તે સિક્કો લીધો પણ કાંઈ સમજી ન શક્યા. તેમણે સંતને જ પૂછ્યું, તમે આ સિક્કો મને કેમ આપી રહ્યા છો?

સંત બોલ્યા, આ સિક્કો મને કાલે મળ્યો હતો. તે સમયે મેં વિચાર્યું હતું કે આ સિક્કો સૌથી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિને આપીશ.

રાજાએ કહ્યું, તમારે કોઈ ગેરસમજણ થઇ રહી છે, હું તો આ રાજ્યનો રાજા છું અને મારી પાસે અપાર ધન સંપત્તિ છે. મને આની જરૂર નથી.

સંતે કહ્યું, રાજન તમારી પાસે અપાર ધન સંપત્તિ છે, મોટું રાજ્ય છે, છતાં પણ તમે બીજા રાજ્ય ઉપર અધિકાર જમાવવા માટે વિશાળ સેના લઈને ચ-ડાઈ કરવા જઈ રહ્યા છો. તેનો અર્થ એ છે કે તમારી લાલચનો અંત નથી. આટલી સંપત્તિ હોવા છતાં પણ તમારે બીજા રાજ્ય જોઈએ છીએ. મારી દ્રષ્ટિએ તમારાથી વધુ જરૂરિયાતમંદ બીજી કોઈ વ્યક્તિ નથી, એટલા માટે તમે જ આ સિક્કાના હક્કદાર છો.

સંતની એ વાત સાંભળીને રાજા સમજી ગયા કે તે લાલચને કારણે જ બીજા રાજ્ય ઉપર ચ-ડાઈ કરવા જઈ રહ્યા છે. રાજાએ સંતને જણાવ્યું, તમે મને મારી ભૂલનો અનુભવ કરાવ્યો છે. મને માફ કરો. ત્યાર પછી રાજાએ બીજા રાજ્ય ઉપર ચ-ડાઈ કરવાનો વિચાર છોડી દીધો અને પોતાની સેના સાથે પોતાના મહેલમાં પાછા આવી ગયા.

લાઈફ મેનેજમેન્ટ : લાલચનો અંત નથી. જો કોઈ વ્યક્તિ શ્રીમંત છે અને વધુ લાલચી છે તો તે ક્યારે પણ પોતાના ધનનો ઉપભોગ નથી કરી શકતા, હંમેશા દુઃખી અને અશાંત જ રહેશે. એટલા માટે આ અવગુણ છોડી દેવો જોઈએ.