સિરસીનું સહસ્ત્રલિંગ તીર્થ જ્યાં નદીની અંદર હાજર છે હજારો શિવલિંગ, જાણો ચકિત કરી દેનારા શિવજીના ધામ વિષે.

0
506

આવો જાણીએ સિરસીમાં આવેલા એક એવા તીર્થ સ્થાન વિષે જ્યાં નદીની અંદર છે હજારો શિવલિંગ. ભારતમાં ઘણા મંદિર અને ઘણા તીર્થ સ્થળ એવા છે જે આશ્ચર્ય અને રહસ્યોથી ભરેલા છે. કોઈ મંદિરમાં માન્યતા છે કે, આજે પણ ભગવાન આવે છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે, તો કોઈ મંદિરમાં એવી જ્યોત પ્રજ્વલિત થતી રહે છે જેને હવા પણ નથી ઓલવી શકતી.

એવા જ આશ્ચર્યથી ભરેલું એક તીર્થ સ્થળ છે કર્નાટકમાં આવેલું સિરસી રાજ્યનું સહસ્ત્રલિંગ તીર્થ. તે એક એવું તીર્થ સ્થાન છે જ્યાં શલમાલા નદીમાં આજે પણ હજાર શિવલિંગ જોવા મળે છે. જયારે નદીનું પાણી થોડું ઓછું થાય છે તે દરમિયાન બધા શિવલિંગ સરળતાથી જોઈ શકાય છે. આવો જાણીએ શું ખાસ છે આ તીર્થ સ્થાનમાં અને તેનો ઈતિહાસ શું છે?

સિરસીના સોંડા ગામમાં આવેલું છે : સોંડા ગામ પાસે સીરસી લગભગ 17 કી.મી. દુર શાંત શલમાલા નદી વહે છે. જંગલોથી ઘેરાયેલી આ સુંદર નદીએ એક ભાગમાં એક અવિશ્વસનીય વારસા અને ઈતિહાસને પોતાની અંદર સમાવેલો જોવા મળે છે. શલમાલા નદીના તળિયામાં વિશાળ ખડકો છે. તેમાંથી અમુક બોલ્ડર કહી શકાય છે. ઘાટા ભૂરા રંગના આ ખડકો કડક ગ્રેનાઈટ પથ્થર જેવા દેખાય છે.

શિવરાત્રીમાં ઉમટે છે ભક્તોની ભીડ : આમ તો આખું વર્ષ અહિયાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ ખાસ કરીને શિવરાત્રી દરમિયાન અહિયાં ભક્તોનો મેળો ભરાય છે. અહિયાં જવા માટે સૌથી સારો સમય નવેમ્બરથી માર્ચ સુધીનો માનવામાં આવે છે. કારણ કે તે સમયે નદીનું સ્તર ઘણું નીચું થઇ જાય છે, જેથી શિવલિંગ અને તમામ આકૃતિઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ચોમાસા દરમિયાન નદીના પાણીનું સ્તર વધવાને કારણે જ બધા શિવલિંગ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલા રહે છે.

ઘણા આકારોના શિવલિંગ છે : મોટા અને નાના પથ્થરો ઉપર શિવલિંગની આકૃતિ નદીની અંદરથી સ્પષ્ટ જોવા મળે છે. માન્યતાઓ મુજબ આ બધા શિવલિંગોની સંખ્યા હજારોથી ઘણી વધુ છે એટલા માટે આ સ્થળને સહસ્ત્રલિંગ તીર્થના નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી મોટાભાગના શિવલીંગો પાસે નંદી એટલે શિવનું વાહન પણ જોવા મળે છે. અહીયાના પથ્થરોમાં એકથી વધુ શિવલિંગ પણ છે. તેમાંથી અમુક અડધા તૂટી ગયા છે અને તેની ઉપર નકશીકામ કરવામાં આવેલા શિવલિંગની રૂપરેખા સરળતાથી જોઈ શકાય છે. દરેક ખડક ઉપર એક શિવલિંગ કે બે શિવલિંગ રહેલા છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.

સહસ્ત્રલિંગની કથા : એક પૌરાણીક કથા મુજબ સોંડા અથવા સ્વાદી અકસપ્પા નાયકના રાજાને કોઈ સંતાન ન હતું. સંતાન પ્રાપ્તિ માટે એક ઋષિને તેમને એક સહસ્ત્ર શિવલિંગોનું નિર્માણ કરાવવાની સલાહ આપી હતી. દેવોને પ્રસન્ન કરવા માટે રાજાએ શલમાલા નદીમાં ઉપલબ્ધ લગભગ દરેક શીલાને શિવલિંગમાં પરિવર્તિત કરી દીઘી હતી. ત્યારથી અહિયાં આ શિવલિંગ રહેલા છે અને અહિયાં બધા ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે.

નંદીની વિશાળ મૂર્તિ : નંદીની મૂર્તિ અહીંની વિશાળ મૂર્તિ છે. તે લગભગ 12 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળી છે. તે વિશાળ પાષાણી મૂર્તિ ઘણા મણ વજનની હોઈ શકે છે. હકીકતમાં આ વિશાળ નંદીની મૂર્તિ પણ કોઈ આશ્ચર્યથી ઓછી નથી.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.