એક સ્ત્રીના શ્રાપને કારણે સુકાઈ ગયું હતું સિદ્ધરાજ જયસિંહે બનાવેલ સહસ્ત્રલીંગ તળાવનું પાણી, જાણો તેના વિષે.

0
976

ભીમદેવ સોલંકી (મોઢેરા સૂર્યમંદિરનાં સ્થાપક) અને રાણી ઉદયમતી (પાટણની રાનીકી વાવનાં નિર્માત્રી) નાં પૌત્ર, કર્ણદેવ અને મીનળદેવીનાં પુત્ર સિદ્ધરાજ જયસિંહ (સિદ્ધપુરના રૂદ્ર મહાલયના નિર્માણકાર) એ તેના શાસનકાળમાં (ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૪) પાટણમાં એક વિશાળ અને ભવ્ય તળાવનું બંધાવ્યું હતું – સહસ્ત્રલીંગ તળાવ, જેનાં અવશેષો આજે પણ હયાત છે.

તળાવનાં કિનારે સહસ્ત્ર નાના દરેક મંદિરમાં લીંગની સ્થાપનાને કારણે તેનું નામ રાખવામાં આવ્યું હતું સહસ્ત્રલીંગ તળાવ. પણ મધ્યયુગના પાછલા સમયગાળામાં તે તોડી પડવામાં આવ્યાં હતાં અને તેનાં સ્થાને મોટા અષ્ટકોણ રૌજા ઉભા કરવામાં આવ્યાં હતાં. અત્યારે હવે લીંગના અવશેષો જોવાં મળતાં નથી, તે નાશ પામ્યાં છે.

સરસ્વતી નદીમાંથી આવતું પાણી તળાવનાં પશ્ચિમમાં આવેલ રૂદ્ર કૂપમાં સંગ્રહિત કરવામાં આવતું હતું અને ત્યારબાદ તેને સહસ્ત્રલીંગ તળાવની ઈનલેટ ચેનલમાં પસાર કરવામાં આવતું હતું. કુંડનો વ્યાસ ૪૦ મીટર જેટલો છે. આ તળાવ સોળમી સદી સુધી સારી હાલતમાં હતું.

પૂર્વીય મધ્ય ઢોળાવ પાસે આજની તારિખે જૂના શિવ મંદિરનું ભોયતળીયું અને તેની નજીક એકસરખાં અંતરે આવેલાં ૪૮ આધારસ્તંભનાં અવશેષો જોવાં મળે છે. પાણીથી ધોવાણ થતું અટકાવવા માટે તળાવની ફરતે આવેલ ઢોળાવનું ઈટો અને પથ્થરોથી કરેલું ચણતર કામ તથા પગથીયાં જોવાં મળે છે.

એવું કહેવાય છે કે બૈરમ ખાન કે જે અકબરનો શિક્ષક હતો તે જ્યારે મક્કા જઈ રહ્યો હતો ત્યારે પાટણમાંથી પસાર થતી વખતે આ તળાવમાં નૌકાવિહાર કર્યા બાદ તેનું ખૂ નથ યું હતું, અંદાજે ઈ.સ. ૧૫૬૧ના સમય દરમિયાન. જેનો મકબરો આજે પણ સહસ્ત્રલીંગ તળાવની પાછળનાં ભાગમાં જર્જરિત હાલતમાં મોજુદ છે.

સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ સહિત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ જમાવ્યું હતું. તેમજ ચક્રવર્ધનની પદવી પ્રાપ્ત કરી હતી. તેણે માળવાના રાજા યશોવર્મનને પરાજીત કરીને અવંતીનાથની પદવી ધારણ કરી હતી. આ સમયકાળ સોલંકી વંશ (ચાલુક્ય વંશ) નો સુવર્ણયુગ મનાતો હતો.

લોકવાયકા પ્રમાણે, સિદ્ધરાજ જયસિંહ અત્યંત સુંદર પરણિત સ્ત્રી જસમા ઓડણ પર મોહિ પડ્યાં હતાં. પરંતુ પતિવ્રતા જસમા ઓડણે સિદ્ધરાજ જયસિંહની રાણી બનવા રાજી ન થતાં રાજાનાં સૈનિકોએ તેનો અંત કર્યો. આથી જસમા ઓડણે પણ રાજાને તાબે થવું ન પડે એટલે પોતાનો જીવ આપી દીધો અને એ પહેલાં શ્રાપ આપ્યો કે પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી નહિ આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે.

સતિ જસમા ઓડાણના શ્રાપના પ્રભાવે સહસ્ત્રલીંગ તળાવમાં પાણી ન રહ્યુ. જેના લીધે પાણીની સમસ્યા વિકટ બની અને પાટણમાં લોકો પાણી વગર તરફડવા લાગ્યા. સતી જસમા માતાના શ્રાપનું નિવારણ કરાવવા સહસ્ત્રલીંગ તળાવમાં બત્રીશ લક્ષણા નરવીર પુરૂષનું સ્વૈછિક બલિદાન અપાય તે માટે નગરમાં ઢંઢેરો પીટાવ્યો.

સાતમા દિવસે માયો મેઘવાળ બલિદાન આપવા માટે તૈયાર થયો અને સહસ્ત્રલીંગ તળાવમાં મહાસુદ સાતમના દિવસે બલિદાન આપી મહારાજ સિદ્ધરાજ જયસિંહની મૂંઝવણ દૂર કરી તેમજ સતી જસમાના શ્રાપમાંથી પાટણને મુક્તિ અપાવી. બલિદાન વખતે માયો મેધવાળની અરજ રાજાએ સ્વીકારતા દલિતો છુઆ-છુતના બંધનમાંથી મુક્ત થયાં અને વીર મેઘમાયા દલિતોનાં પ્રથમ મુક્તિદાતા પણ બન્યાં.

વીર માયાદેવનું બલિદાન લેવાયું ત્યારે ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે વીર માયા દેવની યુગો સુધી સ્મૃતિ રહે તે માટે સરોવરની મધ્યમાં અષ્ટકોણીય સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું. જે ઈ.સ. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ થયેલ ધરતીકંપમાં જર્જરિત થઈ ગયું.

– સૌજન્ય આપણો ઇતિહાસ ગ્રુપ.