સમાધિ પાસે નાનો બાળક આવે છે અને દફતર પછાડે છે, આ પ્રસંગ સમાજને ઘણું બધું શીખવાડી જાય છે.

0
605

એક દિવસની વાત છે એક માણસ સ્મશાનમાં એક સમાધિ પાસે બેઠો હોય છે. તે ફોન પર કોઈની જોડે વાત કરી રહ્યો હોય છે.

એવામાં એક બાળક ત્યાં આવે છે અને બાજુમાં આવેલી એક સમાધિ પર પોતાનું દફતર પછાડે છે.

તે બાળક સમાધિની પાસે બેસી ને ફરીયાદ કરવા લાગે છે.

તે કહે છે કે, ઊઠો ને પપ્પા….

મારી ક્લાસ ટીચરે કહ્યું છે કે….

સ્કૂલ ની ફી લઈને આવજે. નહીંતર તારા પપ્પા ને લઈને… આવજે…

આ સાંભળીને બરાબર બાજુની સમાધિ પાસે બેઠેલો તે માણસ જે ફોન પર કોઈ ફુલ વાળા ની સાથે હજારો રૂપિયા ની ફુલની ચાદર લેવાની વાત કરતો હોય છે તે પછી કાંઈક વિચારી ને બોલ્યો કે,

ઓર્ડર કેન્સલ કરો. મારે ફુલની ચાદર નથી જોઈતી ભાઈ.

મને ફુલ અહીંયા જ મળી ગયા છે.

અને પછી તે માણસે ફુલની ચાદરના રૂપિયા પેલા બાળકના હાથમાં મૂકી દીધા અને બોલ્યો,

લે બેટા…. આ રૂપિયા તારાં પપ્પા એ મોકલ્યા છે.

કાલે સ્કૂલ માં જમા કરાવી દેજે.

જીવન જીવવું તે આનું નામ છે.

મિત્રો, આપણે પણ આ માણસની જેમ કોઈના જીવનના ઘડતર માટે આપણાથી થાય એટલી મદદ કરવી જોઈએ. એવું જરૂરી નથી કે આપણે આપણું બધું જ કોઈની મદદ માટે ખર્ચી નાખીએ. જો દરેક માણસ પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાત મંદને મદદ કરે તો દુનિયામાં પરિવર્તન આવી શકે છે.

(સોશિયલ મીડિયા પર મળેલી પોસ્ટ. સારી લાગી એટલે તમારી સમક્ષ રજુ કરી છે. લેખક કોણ છે તેના વિષે માહિતી નથી.)

(ફોટા પ્રતીકાત્મક છે.)