ખોટી વસ્તુના રવાડે ચડેલો પતિ કરતો પત્નીનું અપમાન છતાં પત્ની બધું સહન કરતી, સમાજના કડવા સત્યની સ્ટોરી.

0
451

સમાજનું એક કડવું સત્ય જે દરેક સ્ત્રીઓ જાણવા છતા તેની સાથે જીવે છે, જાણો શું છે તે.

કવિતાના લગ્નને દસ વર્ષ થઈ ગયા છે, પણ તેના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

તેનો પતિ યોગેશ દરરોજ ન-શા-માં ધૂ-ત રહેતો હતો. તે પોતાની પત્ની અને બાળકો સાથે કોઈ મતલબ રાખતો નહોતો.

આ બધું જાણવા છતાં પણ કવિતા કશું બોલતી નહોતી. જ્યારે તેનું મન યોગેશની હરકતોથી ભરાઈ જાય ત્યારે મનમાં વિચારતી કે, હું તેને છોડીને મારા ઘરે(પિયર) જતી રહીશ. અને તેની બીજી જ ક્ષણે બાળકોનું શું થશે એવું વિચારીને પોતાના મનને શાંત કરી લેતી.

એક દિવસ તે પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને પાડોશી વિનીતા સાથે વાત કરી રહી હતી. ત્યારે અચાનક તેનો પતિ યોગેશ આવી ગયો અને તેના ચરિત્ર પર સવાલોનો વરસાદ વરસાવ્યો. તેને ખરાબ ખરાબ શબ્દો બોલવા લાગ્યો.

તે બોલ્યો – “તું આટલો શણગાર કરીને કેમ બેઠી છે? ચોક્કસ આ વિસ્તારમાં કોઈની સાથે તારું લફડું છે, તેથી જ તું આટલી તૈયાર થઈને બેઠી છે.”

આ બધું સાંભળીને પાડોશી વિનીતાએ કહ્યું – કવિતાબેન, આ બધું સાંભળીને તમે મૌન કેવી રીતે રહો છો? હું સંમત છું કે દરેક પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય છે. પરંતુ તેની પણ એક હદ હોય છે. તમારા જેવી પત્નીના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવે એ એકદમ ખોટું છે. તમારી જગ્યાએ હું હોત તો ક્યારથી છોડીને જતી રહી હોત.

પોતાના આંસુ લૂછતાં કવિતા બોલી – હું તો જતી રહી હોત પણ… હું ક્યાં જાઉં, કોના ઘરે જાઉં, આ સમાજ પણ અમારા જેવી સ્ત્રીઓને ક્યાં શાંતિનો શ્વાસ લેવા દે છે.

ધારો કે હું મારી માતાના ઘરે જઈશ તો ત્યાં પણ લોકો ક્યાં સુધી મને આરામથી રહેવા દેશે. જેઓ અત્યારે મને પૂછે છે, તેઓ આવતીકાલે અમને મહેણાં સંભળાવીને રોટલો આપશે. અને અમે એકલા રહેવાનું વિચારીશું તો લોકો અમને માથું ઊંચું કરીને જીવવા નહીં દે. તેથી જ બધાં દર્દનો વિચાર કર્યા પછી હું કયાંક જતી નથી. હું મારા બાળકો માટે જીવું છું. અને હા, ગમે તેવા હોય પણ તે મારા પતિ છે. તે મારા બાળકોના પિતા છે.

આ બધું સાંભળીને વિનીતા એકદમ ચકિત થઈ ગઈ અને આંસુ ભરેલી આંખ સાથે બોલી – હા કવિતાબેન, તમારી વાત સાચી છે. આ આપણા માનવ સમાજનું કડવું સત્ય છે.

ઉપર જણાવેલ સ્ટોરીમાં કવિતા જે વિચારી રહી છે તેના વિષે તમારું શું કહેવું છે? એ કોમેન્ટ કરી જણાવજો.