પ્રેમ જોગીડા જોળી લઈને,
જોગણ હું બની જાઉં
જોગી મારે સામે કિનારે જાવું.
જો તમે રામ બનો તો,
હું શબરી થઈ ને એંઠા બોર ધરાવું
જોગી મારે સામે કિનારે જાવું.
આ તનનો હું તંબુર બનાવું,
નેહનખલીએ નાચ નચાવું
રોમ રોમ રણકાર ઉઠે ત્યાં,
અલખ નિરંજન ગાઉ
જોગી મારે સામે કિનારે જાવું.
આ દુનિયામાં કાઈ સાર ન જોયો,
જનમ બધો એળે ખોયો
ક્રિષ્ન ભરોસે ઝેર પીનારી,
મીંરા હું બની જાઉં
જોગી મારે સામે કિનારે જાવું.
રચના – ભક્ત મીંરાબાઈ.
(સાભાર ચંદુલાલ પરમાર, અમર કથાઓ ગ્રુપ)