સામુદ્રિક શાસ્ત્ર : પેટનો આકાર-પ્રકાર જોઈને પણ જાણી શકો છો સ્ત્રી-પુરુષના સ્વભાવથી જોડાયેલી ખાસ વાતો.

0
711

પેટનો આકાર-પ્રકાર પણ જણાવે છે સ્વભાવ વિષે, જાણો સામુદ્રિક શાસ્ત્રથી જોડાયેલી પેટ સંબંધિત વાતો. જ્યોતિષ શાસ્ત્ર હેઠળ શરીરના અંગો અને લક્ષણો જોઈને વ્યક્તિત્વની સાથે ભવિષ્ય જણાવવાની વિધિને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. સામુદ્રિક વિદ્યા અનુસાર મનુષ્યના માથાથી લઈને પગ સુધી દરેક અંગ માટે વિશેષ લક્ષણ જણાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિના પેટને જોઈને પણ સરળતાથી જણાવવામાં આવી શકે છે કે સ્ત્રી કે પુરુષનો વ્યવહાર, આચાર-વિચાર અને કાર્યક્ષેત્રમાં કેવો છે. અહીં જાણો પેટના આધાર પર કોઈ સ્ત્રી કે પુરુષનો સ્વભાવની વાતો કેવી રીતે ખબર પડી શકે છે.

1. જે સ્ત્રીનું પેટ વધારે ઉંચુ દેખાઈ આવે છે, તે પુરુષો તરફ ખુબ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ પ્રકારના પેટ વાળી સ્ત્રીઓ હંમેશા સુંદર દેખાવવાનો પ્રયાસ કરતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના પેટ વાળી સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ રહેતી નથી.

2. જો કોઈ સ્ત્રી કે પુરુષના પેટ પર એક વલી (રેખા) હોય છે, તો તે શાસ્ત્રોનો જ્ઞાતા હોય છે. આવા લોકો ઘર-પરિવાર અને સમાજમાં વિશેષ સ્થાન મેળવે છે.

3. જે સ્ત્રીઓનું પેટ ખુબ સુંદર દેખાય છે, તે ભાગ્યશાળી હોય છે. ચીકણું, પાતળું અને સુંદર આકારનું પેટ શુભ હોય છે. આવી સ્ત્રીઓ જીવનમાં ઘણી ઉપલબ્ધીઓ મેળવે છે.

4. જો કોઈ સ્ત્રીનું પેટ, કમરના બરાબર જાડુ હોય છે, તો આવી સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિઓમાં હાર માનતી નથી. આ સ્ત્રી ધન સંબંધિત બાબતોમાં સમાધાન પણ કરતી નથી.

5. જે સ્ત્રીઓના પેટનો આકાર જાડો અને સુંદર નથી દેખાતું, સામાન્ય રીતે તે પોતાના જીવનમાં ખુબ સંધર્ષ કરે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.