સંગીતની કિંમત કોણ સમજે છે એ જાણવા ગાયકે એવી યુક્તિ લગાવી કે બધાના જીવ અધ્ધર થઈ ગયા, વાંચો સ્ટોરી.

0
608

સંગીતની કિંમત :

બાજીરાવ પેશવા નો દરબાર ભરાયો છે. રત્ન જડિત સિંહાસન પર બાજીરાવ બિરાજમાન છે. સભાખન્ડમાં દરબારીઓ બેઠા છે. હકડેઠઠ દરબાર ભરાયો છે.

હિન્દ વિખ્યાત મૌલાના બક્ષ નું સંગીત રેલાયું સ્વરોની ઉત્તમતા એવી કે શબ્દોની રંગોળી સ્વર પાછળ વહી આવતી હોય.

“વાહ વાહ” થી દરબાર ગુંજયો. બાજીરાવ પેશવા બોલ્યા “માંગો માંગો જે માંગો તે દઈએ.”

મૌલાના બોલ્યા “પેશ્વાજી માંગવું તો એટલુંજ છે કે આ દરબાર માં દસ સિપાહી ખુલ્લી તર વારે ઉભા રાખો ને હું ફરીથી સંગીત રેલાવું. જે કોઈનું મસ્તક હલવા લાગે તે ઉતારી લેવું.”

પેશ્વાજી એ મનજુર રાખ્યું. ફરીથી સંગીત રેલાયું, જાણે પ્રાણ રેડાયા.

સૌ સ્તબ્ધ એમા એક દરબારી “વાહ વાહ” પોકારી ગયો.

સંગીત બંધ થયું.

એ દરબારીને મૌલાબક્ષે પૂછ્યું “ભલા ભાઈ ! મો તનો ડર ન લાગ્યો?”

ત્યારે તેણે જવાબ દીધો, “મારાથી રહેવાયું નહિ. આવા સંગીતના તાલમાં અને તાનમાં માથું ડુલ થાય તેની ફિકર નહિ.”

મૌલા બક્ષ બાજીરાવ પેશ્વા પાસે જઈ બોલ્યા “સરકાર ! આ એકજ માણસ સંગીતની કિંમત સમજે છે એને મ રાય નહિ. આતો માત્ર મારી તરકીબ હતી.”

પોતાને પેશ્વા તરફથી મળેલ તમામ ભેટ સોગાદ મૌલા બક્ષે એ દરબારી ને આપી દીધી.

– વ્યાખ્યાન માળા.

(સાભાર રમેશ સોલંકી, અમર કથાઓ ગ્રુપ) (ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી.)