જો તમે સાંજે ભગવાનની પૂજા કરો છો, તો તેના આ નિયમો ચોક્કસપણે જાણી લો, જેથી ભૂલ કરવાથી બચી જાવ.

0
226

સાંજે પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, જાણી લો પુજાના નિયમ.

સનાતન પરંપરા સહિત તમામ ધર્મોમાં ભગવાનની પૂજા ખૂબ જ શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. જો કે, દરેક ધર્મમાં ભગવાનની ઉપાસનાના અલગ-અલગ નિયમો અને પદ્ધતિઓ હોય છે. સનાતન પરંપરા અથવા હિંદુ ધર્મમાં પૂજામાં પોતાના આરાધ્યને પ્રસન્ન કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમાંથી સૌથી મુખ્ય પૂજા છે.

હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું એક અલગ જ મહત્વ છે. મનોકામનાઓની પૂર્તિ માટે અને જીવનમાં સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે, ભક્તો હવન, મંત્રોચ્ચાર, ઉપવાસ વગેરે કરે છે. એવું માનવામાં આવે છે કે આ ધાર્મિક અને આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. દરેક વ્યક્તિની પૂજા કરવાની પોતાની રીત હોય છે. કેટલાક સવારે પૂજા કરે છે અને કેટલાક આ માટે સાંજનો સમય પસંદ કરે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સ્નાન કર્યા પછી અને ભોજન ગ્રહણ કરતા પહેલા દેવી-દેવતાઓને અવશ્ય પ્રણામ કરવા જોઈએ. બીજી તરફ સાંજના સમયે પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. જો તમે પણ સાંજે પૂજા કરો છો, તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જાણો એ નિયમો વિશે.

સાંજે પૂજા કરતી વખતે આ નિયમોનું પાલન કરો :

1) હિન્દુ ધર્મમાં ભલે સાંજની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જો તમે સૂર્યાસ્ત પછી પૂજા કરી રહ્યા છો, તો આ દરમિયાન શંખ અથવા ઘંટડી ન વગાડો. ઘણા લોકો સાંજે મંદિરોમાં દર્શન કરવા જાય છે અને ત્યાં રહેલા ઘંટ વગાડવાનું શરૂ કરે છે. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી દેવતાઓ સૂઈ જાય છે અને આમ કરવાથી તેમના આરામમાં વિક્ષેપ પહોંચે છે. આ રીતે પૂજા કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે.

2) સૂર્યદેવની જેના ઉપર કૃપા વરશે, તેમને સફળતાની સીડી ચડતા કોઈ રોકી શકતું નથી. એટલા માટે તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કોઈપણ દેવી અથવા દેવતાની પૂજા દરમિયાન સૂર્ય ભગવાનને પણ યાદ કરવામાં આવે છે. જો કે સાંજના સમયે કરવામાં આવતી પૂજા સમયે સૂર્ય ભગવાનનું સ્મરણ ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી સૂર્ય ભગવાન નારાજ થઈ શકે છે.

3) કેટલાક લોકો સવારની જેમ સાંજે પૂજાની સામગ્રીમાં વૃક્ષોના પાનનો સમાવેશ કરે છે. જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલાક વૃક્ષોના પાન તોડવાની મનાઈ છે. તુલસીના પાનને સાંજના સમયે બિલકુલ ન તોડવા જોઈએ, ભલે તમારો હેતુ પૂજામાં તેનો ઉપયોગ કરવાનો કેમ ન હોય. એવું માનવામાં આવે છે કે તુલસી ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેને તોડવાથી તે નારાજ થઈ શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.