જાણો “સંકટનાશન ગણેશ સ્તોત્રમ્” નો ગુજરાતી અર્થ અને તેના ફળ વિષે, તમે પણ તેના પાઠ શરુ કરી દેશો.

0
3547

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ :

॥ श्रीगणेशाय नमः ॥

नारद उवाच ।

નારદ ઉવાચ ।

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।

भक्तावासं स्मरेनित्यं आयुःकामार्थसिद्धये ॥ १॥

ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् ।

तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् ॥ २॥

પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજક્ત્રને…

लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च ।

सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् ॥ ३॥

પાંચમા લંબોધરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને…

नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् ।

एकादशं गणपतिं द्वादशं तु गजाननम् ॥ ४॥

નવમા ભાલચંદ્રને, દશમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને…

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः ॥ ५॥

જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે.

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् ।

पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिम् ॥ ६॥

વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઇચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઇચ્છાવાળો પાઠ કરે તો પુત્ર-સંતાન મેળવે, અંતે મોક્ષની ઇચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે.

जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् ।

संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ॥ ७॥

જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે, અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઇએ.

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः ॥ ८॥

જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે, એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે.

॥ इति श्रीनारदपुराणे संकटनाशनं गणेशस्तोत्रं संपूर्णम् ॥

– સાભાર પટેલ જી (અમર કથાઓ ગ્રુપ)