સંસારમાં રહે એનો મોક્ષ ના થાય? વાંચો અસલ જીવનનો કિસ્સો.

0
617

ગહેરે તાલ મિલે નદી કે જલમેં, નદી મિલે સાગરમેં,

સાગર મિલે કોનસે જલમેં કોઈ જાને ના…..

બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને સન્યાસ, જાણે કોઈ નાનું તળાવ નદીને મળે, નદી પછી સાગર ને મળે અને સાગરનું પાણી ક્યાં જાય તે કોઈ ને ખબર ના પડે.

શું સંસાર પછી સંન્યાસ અને સંન્યાસ પછી જ મોક્ષ મળે, સંસારમાં રહે એનો મોક્ષ ના થાય?

સામાન્ય માણસો ના આવા સવાલો હોઈ, અને જ્ઞાની ગુરુ શું જવાબ આપશે તે કઈ કહેવાય નહિ.

ચિત્રભાનુ નામના જૈન મુનિ શત્રુંજય પર્વત પાછળ પાલીતાણા તાલુકાના જોરસિંહ ગઢ ની આંબાવાડી માં વિસામો કરે ત્યારે સાંજના સમયે જ્ઞાનસત્ર ચલાવે અને લોકો પૂછે તેનો જવાબ પણ જૈન ધર્મની માન્યતા પ્રમાણે આપે.

આ જગ્યા આમતો ઘણા જૈન મુની નો વિસામો હતી. પણ ચિત્રભાનુ એક અસામાન્ય મુની હતા. તે વાડી માં વિસામો ના કરે પણ દિવસો સુધી રોકાય અને સનતકુમાર કવિ સાથે સત્સંગ કરે.

સનતકુમાર કવિ ડેન્માર્કમાં સમાજશાસ્ત્ર ભણ્યા પછી યુરોપ અમેરિકા અને સ્કેન્ડીનેવિયન દેશો નો પ્રવાસ કરી પરત આવી જોરસિંહ ગઢ માં લોકશાળા ચલાવે…… ગ્રામ સ્વરાજ્ય, અંત્યોદય, ગ્રામ્યકલા ને પ્રોત્સાહન આપે તેવું લોકશાળા નું શિક્ષણ ગાંધીવાદી કુટુમ્બ ના દીકરા સનતકુમાર ના માર્ગદર્શન પ્રમાણે ચાલે.

સનતકુમાર મુનિ ચિત્રભાનુ ના ખાસ દોસ્ત. શ્રી ચિત્રભાનુ ત્યાં આવે ત્યારે આંબાવાડી માં મેળાવડો જામે. જૈન ધર્મ લોકશાળા અને સમાજશાસ્ત્ર અંગે ભાત ભાત ની વાતો થાય. ગામના લોકો પણ વાતો માં ભાવથી જોડાઈ. નિર્ભય, દંભ રહિત પગપાળા લગભગ આખું ભારત ફરેલા મુની શ્રી ચિત્રભાનુ ની વાતોથી બધા અંજાઈ.

(ફોટો 1 ચિત્રભાનુ મુનિ અમેરિકન સત્સંગીઓ સાથે, ફોટો 2 સનતકુમાર કવિ સ્વામી અક્ષરાનંદ સ્થાનિક સત્સંગી સાથે.)

દિવસોના દિવસો વીતે તે ખબર પણ ના પડે. એક દિવસ ખબર આવ્યા ચિત્રભાનુ એ સાધુતા છોડી સંસાર માં પરત ફરવા નું મન બનાવી લીધું છે.

એક જૈન કુટુમ્બના દીકરી પ્રબોધ બેન સાથે તેમને જનમો જનમનું લેણું નીકળ્યું. સાધુતા નો દંભ કરી બેવડું જીવન જીવવા કરતા લગ્ન કરી અમેરિકા સ્થાયી થવાનો નિર્યણ ચિત્રભાનુ અને પ્રબોધ બેને કર્યો.

લગભગ ૧૯૭૧ ની સાલ માં આ વાત બની. મુનિ હજુ પણ ચિત્રભાનુ ના નામે ઓળખાતા પણ હવે તેવો અમેરિકામાં રહેતા હતા. પત્ની સાથે જૈન ધર્મના સંસારી રીવાજો નિભાવ્યા. બે સુંદર બાળકો ના બાપ બન્યા અને થોડા અમેરિકન શિષ્યો પણ બનાવ્યા. ફરી પાછા ફરતા ફરતા ચિત્રભાનુ ૧૯૮૨ માં જોરસિંહગઢ આવ્યા.

હવે તેવો સુકાયેલા જૈન સાધુ ના હતા પ્રફુલિત સંસારી હતા. થોડા પુષ્ટ થયા હતા. ભાગ્યેજ ઉપવાસ કરતા. ૧૦૦ જેટલા અમેરિકન શિષ્યો, પત્ની અને બાળકો તેમની સાથે હતા. જોરસિંહ ગઢ શીબીર કરવા તેવો આવ્યા હતા. રોકાણ અને સત્સંગ દરિમયાન તેવો એ જોયું કે, વાડી અને ગામ માં માણસો પહેલા કરતા ઓછા હતા. લોકશાળા પણ પુરી ભરાયેલી ના હતી.

તેમણે પૂછ્યું, અરે અહીંયા તો ઘણા માણસો રહેતા હતા, હવે ઓછા કેમ દેખાઈ છે, ક્યાં જતા રહ્યા બધા?

સનતકુમારે જવાબ આપ્યો, મહારાજ યાદ કરો વરસો પહેલા આપ અહીંયા આવતા, સન્યસ્ત અને સાધુતા ના જીવન ની વાતો કરતા. નિર્વાણ અને મોક્ષ ના આપના વિચારો સમજાવતા. આ બધી વાતની અસરતો પડે ને?

આપના ઉપદેશથી આમારા ગામ ના અડધા લોકો એ સંસાર નો ત્યાગ કર્યો છે, અડધા કરવાની તેયારી માં છે. સારું થયું આપ સંસાર માં પરત આવી ગયા નહીતર આમારી જાગીર ઉજ્જડ થઇ જાત. ગામ માં કોઈ ના બાકી રહેત.

સનતકુમારની વાત સાંભળી ચિત્રભાનુ અને તેમના પત્ની પ્રબોધ બેન ખડખડાટ હસવા લાગ્યા. સાથે ૧૦૦ અમેરિકન શિષ્યો ને કઈ સમજાયું નહિ. તેમને લાગ્યું કે, ગુરુજી enlightenment ની સ્થિતિ અનુભવી રહ્યા છે, અને તે અનુભવ ગુરુ અને ગુરુ પત્ની ને આહલાદ આપી રહ્યો છે.

તેવો બધા એકી સાથે ૐ નમો અરિહંતાયનો જાપ કરવા લાગ્યા. મુનિ ચિત્રભાનુ શિષ્યો ની હરકત જોઈ થોડા ગંભીર થયા અને બોલવા લાગ્યા, each moment from all side rushes to us, the summons to love, do you want to come with us? this is not the time to stay at home, but to go out and give yourself to garden.

અમેરિકન શિષ્યો મુગ્ધ હતા. જોરસિંહગઢ નું આંબાવાડિયું સમગ્ર ઘટનાને સ્મરણમાં સમેટી રહ્યું હતું અને વધુ એક સાંજ ઢળી ગઈ.

– સાભાર અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)