સંતે નાની બાળકી પાસે માગ્યું એક મુઠી માટીનું દાન, ખાસ વાંચવા અને સમજવા જેવો છે આ પ્રસંગ.

0
956

બાળક આપણા ઘરમાં જે જુવે છે, એવું જ અનુસરણ કરે છે. જો ઘરનું વાતાવરણ સારું નથી ઓ તેની અસર બાળકોના મન અને મગજ ઉપર પણ પડે છે. એટલા માટે બાળકો સામે આપણે એક આદર્શ વ્યક્તિનું જીવન જીવવું જોઈએ.

બાળકને હંમેશા સારા કામ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. ત્યારે તે મોટા થઈને સારા માણસ બની શકે છે. સંસ્કારોનો પાયો બાળકોમાં બાળપણથી જ નાખવો જોઈએ. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જેનો સાર એ છે કે બાળકોને શરુઆતથી જ સારા કામ માટે પ્રેરિત કરવા જોઈએ.

જ્યારે સંતે બાળકી પાસે માંગી એક મુઠી માટી :

પહેલાના સમયમાં એક સંત પોતાના શિષ્ય સાથે એક ગામમાં ભિક્ષા માંગી રહ્યા હતા. તે સમય દરમિયાન તેઓ એક ઘરની બહાર પહોંચ્યા. તેમણે ભિક્ષા માટે અવાજ લગાવ્યો તો અંદરથી એક નાની બાળકી બહાર આવી. બાળકીએ સંતને કહ્યું કે, મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી.

સંતે કહ્યું કે, દીકરી ના ન પાડતી, કાંઈ નહિ તો તારા આંગણાની થોડી માટી જ દાનમાં આપી દે.

તે નાની બાળકીએ તરત જ આંગણા માંથી એક મુઠી માટી ઉપાડી અને સંતને દાન આપી દીધી. સંતે બાળકીને આશીર્વાદ આપ્યા અને આગળ વધી ગયા.

થોડે દુર ગયા પછી શિષ્યએ સંતને પૂછ્યું કે, ગુરુજી તમે ભિક્ષામાં માટી કેમ લીધી? તે તો આપણા કોઈ કામની નથી.

સંતે શિષ્યને સમજાવ્યું કે, આજે તે કન્યા નાની છે અને જો તે અત્યારથી ના કહેવાનું શીખી જશે તો મોટી થઈને પણ કોઈને દાન નહિ આપે. આજે તેણે દાનમાં થોડી એવી માટી જ આપી છે, તેનાથી તેના મનમાં દાનની ભાવના જાગશે. ભવિષ્યમાં જ્યારે તે મોટી થઈને સામર્થ્યવાન બનશે તો ફળ-ફૂલ અને ધન પણ દાનમાં આપશે.

લાઈફ મેનેજમેન્ટ : બાળકોને બાળપણથી સારા કામ શીખવવા જોઈએ, તેમને સારા સંસ્કાર આપવા જોઈએ. બાળપણથી તેમને સારા કામો માટે પ્રેરિત કરશો તો તે મોટા થઈને સારા માણસ બનશે અને બુરાઈઓથી દુર રહેશે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.