સંતે રાજાને કહ્યું તું મારા ગુલામનો પણ ગુલામ છે, પછી જે થયું તે આપણને ઘણું બધું શીખવે છે.

0
367

જે લોકો આપણા ગુસ્સાનો ભોગ બને છે, તે આપણાથી ડરવા લાગે છે, દુર રહેવા લાગે છે. ડર અને પ્રેમ ક્યારેય પણ એક સાથે નથી રહેતા. લોકો આપણાથી દુર જતા રહે ત્યારે આપણે માત્ર તેમને જ નહિ, પણ તેમના પ્રેમને પણ શોધીએ છીએ. એટલા માટે ગુસ્સાને કાબુમાં કરી લેવો જોઈએ.

ગુસ્સો જેટલો બીજા માટે ખતરનાક હોય છે, એટલો જ આપણા માટે પણ હોય છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે સમજાવે છે કે ગુસ્સો કરવાથી આપણને કાંઈ જ પ્રાપ્ત થતું નથી પણ નુકશાન જ વેઠવું પડે છે.

સિકંદર જ્યારે ભારત આવ્યા તો તે ઘણા સામ્રાજ્ય જીતવા છતાં પણ સંતુષ્ટ ન હતા. તે એક જ્ઞાની સંતને શોધી રહ્યા હતા. તે ઇચ્છતા હતા કે તે ભારત માંથી કોઈ જ્ઞાની સંતને પોતાની સાથે લઇ જાય. અમુક લોકો પાસેથી માહિતી મેળવ્યા પછી તે પોતાની ફોજ સાથે એક સાધુ પાસે ગયા.

સિકંદરે જોયું કે તે સંત કપડા વગર ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા છે. સિકંદર અને તેમની ફોજે સંતના ધ્યાનમાંથી બહાર આવવાની રાહ જોઈ. જેવું સંતનું ધ્યાન તૂટ્યું કે સિકંદરે તે સંતને તેમની સાથે આવવાનું કહ્યું.

આ સાંભળી સંતે જવાબ આપ્યો કે તારી પાસે એવું કાંઈ પણ નથી, જે તું મને આપી શકે. જે મારી પાસ ન હોય. હું જ્યાં છું, જેવો છું, ખુશ છું. મારે અહિયાં રહેવું છે. હું તારી સાથે નહિ આવું.

સિકંદરે સંતને કહ્યું કે, મને જવાબમાં ના સાંભળવાનું પસંદ નથી. તમારે મારી સાથે આવવું જ પડશે.

એટલે સંતે જવાબ આપ્યો કે, તું મારા જીવનનો નિર્ણય નથી લઇ શકતો. મેં નિર્ણય કર્યો છે કે હું અહિયાં રહીશ તો હું અહિયાં રહીશ. તું જઈ શકે છે. આ સાંભળીને સિકંદર ગુસ્સાથી લાલ પીળો થઇ ગયો. તેણે પોતાની ત-લ-વા-ર કાઢી લીધી અને સંતની ગરદન ઉપર મૂકી દીધી અને કહ્યું કે હવે જણાવો, તમારે જીવન જોઈએ કે મ-રુ ત્યુ.

સંત તેમની વાત ઉપર અડગ હતા. તેમણે કહ્યું કે જો તું મને મા-રી-ના-ખી-શ તો તારી જાતને આજ પછી ક્યારેય એલેકઝેન્ડર ધ ગ્રેટ ન કહીશ, કેમ કે તારામાં મહાન જેવી કોઈ વાત જ નથી. તું તો મારા ગુલામનો ગુલામ છો.

આ સાંભળીને સિકંદરને ઝટકો લાગ્યો. હું એક એવો વ્યક્તિ છું, જેણે આખી દુનિયા જીતી છે અને આ સાધુ મને પોતાના ગુલામનો ગુલામ ગણાવી રહ્યા છે. એલેકઝેન્ડરે સંતને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો?

સંતે જવાબ આપ્યો કે, હું જ્યાં સુધી નથી ઈચ્છતો, ત્યાં સુધી મને ગુસ્સો નથી આવતો. ગુસ્સો મારો ગુલામ છે. તું તારા ગુસ્સાનો ગુલામ છે. ભલે તે આખી દુનિયા જીતી હોય, પણ રહીશ તો મારા દાસનો દાસ.

આ સાંભળીને સિકંદર દંગ રહી ગયા. તેમણે શ્રદ્ધાથી તે સંતની આગળ શીશ નમાવ્યું. પછી પોતાની ફોજ સાથે પાછા જતા રહ્યા.

લાઈફ મેનેજમેન્ટ : જે વ્યક્તિ ગુસ્સાને કાબુમાં કરી લે છે, તે જીવનમાં હંમેશા સુખી રહે છે. કેમ કે ગુસ્સામાં વ્યક્તિ બીજાની સાથે સાથે પોતાનું પણ નુકશાન કરે છે.