વાંચો સંત શ્રી મેકરણદાદાની સાખીઓ, આહિર અમે યાદવકુળના અને શ્રીક્રુષ્ણ અમારો બાપ….

0
765

આહિર અમે યાદવકુળના, અને શ્રીક્રુષ્ણ અમારો બાપ,

મતી દેખાડી દાદા મેકરણે, ધોયા ગઁગા જળમાઁ પાપ,

ઠાકર તે ઠુકાયો, મુલાં ડિનીંતે બાંગ,

ઉન માલક જે ઘરજો, છે નકો તાંગ.

પીર પીર કુરો કર્યો, નાય પીરેજી ખાણ,

પંચ ઈન્દ્રીયું વસ કર્યો, ત પીર થીંદા પાણ.

પીર પેગંબર ઓલિયા, મિડ વેઆ મરી,

ચોણ ઉડાંજ્યું ગાલિયું, નાવો કોય વરી.

જીયો તાં ઝેર મ થિયો, સક્કર થિ યો સેણ,

મરી વેંધા માડુએ, રોંધા ભલેંજાં વેણ.

કીં ડિનો કીં ડિંધા, હિન પટન મથે પેર,

મરી વેંધા માડુઆ, રોંધા ભલેજાં વેણ.

કોરિયું કોરિયું કુરો કર્યો, કોરિયેં મેં આય કૂડ,

મરી વેંધા માડુઆ, મોંમેં પેંધી ધૂડ.

કૈંક વેઅ કૈં વેંધા, કુલા કર્યોતા કેર,

માડુએ ધરાં મેકણ ચે, મું સુઝા ડિઠા સેર.

હીકડા હલ્યા બ્યા હલંધા, ત્ર્યા ભરે વિઠા ભાર,

મેકણ ચેતો માડુઆ, પાં પણ ઉનજી લાર.

મોતી મંગીઓ ન ડિજે, કારો થિયે કટ,

જ્યાં લગ માલમી ન મિલે, ત્યાં લગ તાળો દ્યો હટ.

મોતી મંગેઆ ન ડિજે, મર તાં ચડે કટ,

ભેટે જડેં ગડજેં પારખું, તડે ઉઘાડજે હટ.

ઝાંઝકૂટા અને પેટમૂઠા, ઝિંઝ્યું ડિયેંતા ધાંઉ,

ઠાકર ચેતો ઈની પોઓ, મૂઠો અઈંયાં આઉં.

કૂટ્યું કૂટિયે કુજિયું, ડિયે ઝાંઝેકે જોર,

હિકડા ભૂખ્યા ભતજા, બ્યા રનેજા ચોર.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા,

ખેડી ખેડી આપો ડઈ રિયા અખિયું કઢીતા કગા.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા,

મીઠેજ્યું છાંટું ખણીને સેરીએ સેરીએ ભગા.

જે નર રામ ના ભુજિયા, સે સરજ્યા કૂતા,

ભૂખ ભડવે જેં પેટ મેં, સેરીએ સેરીએ સૂતા

“પેયા રોઁધા પટતે, દાઢી દઁધ કપાર

તે માટે દાદા મેકરણ ચે રામ-નામ સઁભાર”,

તઁબુરે તે તઁગ ચડાઈને વડીયુઁ ડીઁયેઁતા ધા,

રામ તડે રાજી થિયે,જડે છડાજે આઉઁ,

“પેયા રોઁધા પટતે,દાઢી દઁધ કપાર,

તે માટે મેકો ચે રામ-નામ સઁભાર”,

જાઁ વેઁજા જીઁરાણમેઁ કરિયાઁ સેણે કે સડ,

મેટ્ટી ભેરી મીટટી મેલી વેઁજી કેર હુઁકારો ના કરે.

જીરે જસ ન ખટેઆ, મોય ન હલધો માલ,

મિટ્ટી થીઁધો મેકણ ચે કાયરે જો કાલ,

ખુશી એઁ જો ખુરો કરે,ઘમણ ઘોઁસ મ લાય,

કુડ જી ગારે કકરી, સચો સોન પાય.

જીનામ, જીનામ, જીનામ.

જય જીનામ દાદા.

– સાભાર રમેશ આહીર (અમર કથાઓ ગ્રુપ)