સંત શ્રી મેકરણ દાદાએ શાહ કલંદર બાદશાહને એવો પરચો દેખાડ્યો કે બોલી ઉઠ્યો ‘તમે ખરા સંત છો’.

0
747

સિંધમાં એક વખત સંત શ્રી મેકરણ દાદા કાવડ લઈને ચાલ્યા જાય છે. ત્યાં રસ્તામાં શાહ કલંદર બાદશાહનું નગર આવે છે.

બરાબર સાંજના અજાનના સમયમાં નિકળવું ને ત્યાં મસ્જિદમાં આજાન થતી હતી. એ વખતે સંત શ્રી મેકરણ દાદા ને રોકી ને કહે છે તમને ખબર નથી બાગ પુકારવાનુ ચાલુ છે. અમારા રાજમાં એવું ફરમાન છે કે કોઈ ચાલતું હોય તો ઉભું રહી જવું. તમે આમારા ધર્મનું અપમાન કરો છો.

સંત શ્રી મેકરણ દાદાએ કહ્યું, ના ભાઈ હું અપમાન નથી કરતો, ને મને તમારા નીયમની ખબરે નથી. પણ એટલું જરૂર કહીશ કે, આવા નિયમ ના હોય. ને હોય તો એ બાંગ પુકારે એમાં તાકાત હોવી જોઈએ કે ચાલતું માણસ ઉભું રહી જાય, ને નદી પણ થંભી જાય, વાછડા ગાયને ધાવતા બંધ થઈ જાય.

મુંજાવર આ સંત શ્રી મેકરણ દાદા ને રાજા જોડે લઈ ગયો ને સંતે જે કયું તે રાજા ને કહ્યુ.

તેમણે સંત મેકરણ કાપડીને કહ્યું, તમે આવું કરી શકો ખરા?

હા રાજન આપ હુકમ કરો તો કાલે સવારે બને.

ભલે તો…

સંતને રહેવાની સગવડ આપી ને સવારે નગરમાં ઢંઢેરો પિટાવીને નદી પર ગયા.

રાજા એ ચકલા ને ચણ આપી છે, ગાયો ને ઘાસ નખાવ્યું. રાજાએ સબ ચિત્ર ખડું કરાવ્યું ને કહે છે કે, સંત મેકરણ કાપડી તમે એવી બાંગ પુકારો કે સૈ લોકો જોવે ખરા સંત છો.

ભલે રાજન…

કાપડી દાદા તો નદી માતાને વંદન કરીને કહે છે, મૈયા થોડી વાર થોભી જાજે ચાદર નદી પર પાથરી બેઠા ને બાંગ પોકારી તો ચકલા ચણ ચરતા છોડીને દે છે, સંત શ્રી મેકરણ દાદા કરી ને બંદગી કરતા હોય તેવું લાગ્યું ને ગાયો પણ ચારો ચરવાનું છોડી દે છે, વાછરડા પણ ધાવણ છોડી દે છે ને નાના બાળકો પણ માનું ધાવણ છોડી દે છે.

આવું ચિત્ર જોઈ ને શાહ કલંદર ફિદા થઈ ગયો ને બાથભરીને મેકરણ કાપડી ને ભેટી પડીયા.

શાહ કલંદર કહે છે સંત શ્રી મેકરણ દાદા તમે ખરા સંત છો. સંત શ્રી મેકરણ દાદા માંગો જે જોયે તે હું આપવા તૈયાર છું.

સંત શ્રી મેકરણ દાદાએ કહ્યું મારે કાંય જોયતું નથી પણ આવા નિયમ ના હોય એટલું જ કહું છું.

શાહ કલંદર કહે છે આજથી આ ફરમાન બંધ કરું છું.

જય જીનામ દાદા.

– સાભાર રાકેશગીરી રામદત્તી.