સંત તુકારામ તેમના ભક્તોની વાત ધ્યાનથી સાંભળતા હતા અને તેમની સમસ્યાઓનો ઉકેલ ખૂબ જ સમજી વિચારીને આપતા હતા. એક દિવસ એક ભક્ત તેમની પાસે આવ્યો અને કહ્યું, ‘હું જોઉં છું કે તમે ખૂબ નિશ્ચિન્ત રહો છો. ગમે તે સમસ્યા આવે, તમને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. તમારા ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. અમે આટલા લાંબા સમયથી તમારી સાથે છીએ, તેથી ઓછામાં ઓછું તમે અમને નિશ્ચિન્ત રહેવાનું આ સૂત્ર જણાવો.’
તુકારામજી તે ભક્તની વાત સાંભળતા રહ્યા અને બોલ્યા, ‘શું તને ખબર છે કે તું સાત દિવસ પછી મ-રી જવાનો છે.’
જ્યારે તે વ્યક્તિએ આ સાંભળ્યું કે મારા ગુરુ કહે છે કે હું સાત દિવસ પછી મ-રૂ-ત્યુ પામવાનો છું, ત્યારે તેની પાસે આ વાત પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે કહ્યું, ‘હું તમને પ્રણામ કરું છું, તમે મારા માથા પર હાથ મૂકો.’
તુકારામજી પાસેથી વિદાય લીધા બાદ તે વ્યક્તિ ત્યાંથી પોતાના ઘરે પરત ફર્યો. તેણે વિચાર્યું કે હવે જીવનના માત્ર સાત જ દિવસ બાકી છે. મારે મ-ર-વા-નું તો છે જ, તો આ સાત દિવસો હું ખુશીથી જીવી લઉં.
તે વ્યક્તિએ જીવનમાં કરેલા તમામ પાપોનું પ્રાયશ્ચિત કર્યું. તેણે તે લોકોની માફી માંગી જેમનું તેણે અહિત કર્યું હતું. તે બધા સાથે પ્રેમથી રહેવા લાગ્યો. ગુરુએ કહ્યું હતું કે મ-રૂ-ત્યુ આવવાનું છે, તેથી મ-રૂ-ત્યુનો ભય પણ સમાપ્ત થઈ ગયો.
એવી જ રીતે છ દિવસ વીતી ગયા, સાતમો દિવસ આવ્યો. તે વ્યક્તિએ વિચાર્યું કે કેમ ન મારા જીવનના અંતિમ દિવસે ગુરુના આશ્રમમાં જઈને ગુરુની સામે મારો પ્રા-ણ ત્યા-ગી દઉં.
તે વ્યક્તિએ તુકારામજી પાસે જઈને કહ્યું, ‘આપના આદેશ મુજબ મેં આ સાત દિવસમાં અદ્ભુત જીવન જીવ્યું છે અને હવે હું તમારી સામે પ્રા-ણ છો-ડ-વા માંગુ છું.’
પછી તુકારામજી બોલ્યા, ‘જુગ-જુગ જીવો.’
આ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું, ‘ગુરુજી, હું થોડી વાર પહેલા જ તમારી સામે મારો પ્રા-ણ ત્યા-ગવા માટે આવ્યો છું. તમારી આજ્ઞા પ્રમાણે મારા પ્રા-ણ ની-ક-ળી પણ જશે, પણ હવે તમે કહી રહ્યા છો કે ઘણું જીવો.
પછી તુકારામજીએ સ્મિત સાથે કહ્યું, ‘મેં તને કેવી રીતે મસ્ત રહેવું તે જણાવ્યું હતું. તું અત્યારે મ-ર-વા-નો નથી. મેં તને એ સંદેશ આપ્યો હતો કે એક દિવસ મ-રૂ-ત્યુ તો આવવાનું જ છે. મ-રૂ-ત્યુ તો સિત્તેર વર્ષ પછી પણ આવવાનું છે, તો આ સાત દિવસની જેમ સિત્તેર વર્ષ કેમ ન જીવાય.
પાઠ : જે વ્યક્તિ પોતાના મ-રૂ-ત્યુ-ને લઈને સકારાત્મક બને છે તે આનંદથી જીવવા લાગે છે. મ-રૂ-ત્યુ નિશ્ચિત છે એ સમજીને દરેક સાથે પ્રેમથી જીવવું જોઈએ અને ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.