વૃશ્ચિક અને મકર રાશિના લોકોને થશે ધન લાભ, બુધ અને શુક્ર નોકરીમાં લાભ આપશે.

0
2817

આ અઠવાડિયે સૂર્ય અને બુધ ધનુ રાશિમાં, શુક્ર અને શની મકરમાં, રાહુ વૃષભમાં, ગુરુ કુંભમાં અને મંગળ અને કેતુ વૃશ્ચિકમાં છે. અઠવાડિયાના પ્રથમ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં છે. ચંદ્ર સવા બે દિવસમાં પોતાનું રાશિ પરિવર્તન કરતા રહે છે. આ અઠવાડિયે મેષ અને સિંહ રાશિના લોકોએ આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે. વૃશ્ચિક અને મકર રાશિના લોકો ધનની પ્રાપ્તિ કરશે. મેષ અને મકરના લોકો જોબમાં પ્રગતિ કરશે. સિંહ અને મીનના લોકો ધાર્મિક પ્રવાસનું પુણ્ય પ્રાપ્ત કરશે.

(1) મેષ રાશિફળ : જોબમાં પદ પરિવર્તનના રસ્તા ખુલશે. મંગળવાર સુધી ધંધામાં આવક પ્રાપ્તિની નવી તકો ઉભી થશે. સિંહ અને મીન રાશિનો સહકાર લઇ શકો છો. ગુરુવાર પછી આરોગ્ય સારૂ રહેશે. રાજકારણમાં સફળ રહેશો. પીળા અને લાલ રંગ શુભ છે. દરરોજ વિષ્ણુનીના મંદિરે જાવ અને તેમની 4 પરિક્રમા કરો.

(2) વૃષભ રાશિફળ : આ અઠવાડિયે ધંધામાં મંગળવાર પછી લાભ થશે. આ અઠવાડિયે મીડિયા અને આઈટી જોબમાં પ્રમોશનની વ્યવસ્થા ઉભી થઇ શકે છે. વાદળી રંગ શુભ છે. સુંદરકાંડ વાંચતા રહો. ગુરુવાર અને શુક્રવારના રોજ ગાયને કેળા અને ગોળ ખવરાવો.

(3) મિથુન રાશિફળ : આ અઠવાડિયે ગૃહ નિર્માણમાં નવા કાર્યની યોજના પુરી થઇ શકે છે. કુટુંબ સાથે ધાર્મિક પ્રવાસ થઇ શકે છે. લીલા અને લાલ રંગ શુભ છે. મંગળવાર પછી ધનના આગમનના સંકેત છે. દરરોજ અરણ્યકાંડના પાઠ કરો. ગાયને રોટલી અને ગોળ ખવરાવો.

(4) કર્ક રાશિફળ : આ અઠવાડીયે તમે ધાર્મિક અનુષ્ઠાન સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. ધંધામાં સફળતાની પ્રાપ્તિ થશે. રાજકારણ અને કારકિર્દીમાં સફળ થશો. વિષ્ણુ ઉપાસના કરતા રહો. સફેદ અને લાલ રંગ શુભ છે. ધંધામાં આવકની પ્રાપ્તિની તકો વધશે. દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. અન્ન દાન નિયમિત કરતા રહો.

(5) સિંહ રાશિફળ : આ અઠવાડિયે રાજકારણમાં વિશેષ પ્રગતિ છે. શુક્રવારના રોજ વાહનનો ઉપયોગ કરતા સમયે સાવચેત રહેવું પડશે. મંગળવાર અને બુધવારના રોજ ચંદ્ર ભ્રમણ રાજકારણમાં ફાયદો કરી શકે છે. નારંગી અને સફેદ રંગ શુભ છે. આ અઠવાડિયે ધંધા સંબંધિત અટકેલુ ધન પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

(6) કન્યા રાશિફળ : આ અઠવાડિયે અટકેલું ધન પાછુ આવી શકે છે. રાજકારણમાં પોઝીશન સારી રહેશે. પિતાના આશીર્વાદ લો. ધંધામાં કોઈ નવા કરાર પ્રાપ્ત થશે. શુક્રવાર અને શનિવારના રોજ ધાર્મિક પ્રવાસ થઇ શકે છે. ધંધામાં પ્રગતિ કરશો. લીલા અને સફેદ રંગ શૂભ છે. દરરોજ શ્રી સૂક્તના પાઠ કરો.

(7) તુલા રાશિફળ : આ અઠવાડિયે મંગળવાર સુધી ધંધાને લઈને થોડા તણાવમાં રહેશો. બુધ અને શુક્ર નોકરીમાં લાભ આપશે. હનુમાનજીની પૂજા કરતા રહો. જોબમાં સીનીયરનો સહકાર વિશેષ લાભ આપશે. ગુરુવાર અને શુક્રવારના રોજ અટકેલું ધન પાછુ આવશે. વાદળી અને લીલો રંગ શુભ છે.

(8) વૃશ્ચિક રાશિફળ : વિદ્યાર્થીઓને કારકિર્દીમાં થોડા સંઘર્ષ પછી સફળતાની પ્રાપ્તિ થશે. આ અઠવાડીએ શુક્રવાર પછી કુટુંબ સાથે પ્રવાસથી ખુશ રહેશો. આ અઠવાડિયે જમીન ખરીદી શકો છો. પીળો અને લાલ રંગ શુભ છે. આર્થિક સુખમાં અનુકુળતા માટે શ્રી સૂક્તના નિયમિત પાઠ કરો. અન્ન દાન કરતા રહો.

(9) ધનુ રાશિફળ : મંગળવાર પછી ધંધામાં અસર થોડી સારી થવાનું શરુ થઇ જશે. બુધવારના રોજ જોબને લઈને થોડા તણાવમાં રહી શકો છો. અટકેલું ધન પાછું આવવાથી ખુશ રહેશો. ધંધામાં ગુરુ અને શનિ ભ્રમણથી લાભ છે. લાલ અને પીળો રંગ શુભ છે.

(10) મકર રાશિફળ : શનિ આ રાશિના સ્વામી થઈને આ રાશિમાં અને ગુરુ દ્વિતીય ગોચર કરી રહ્યા છે. આ અઠવાડિયે ગુરુ અને બુધ કોઈ નવો વ્યવસાય શરુ કરાવી શકે છે અને જોબ કરવા વાળા આ અઠવાડિયે પ્રગતિ કરશે. લીલા અને વાદળી રંગ શુભ છે. દરરોજ સુંદરકાંડના પાઠ કરતા રહો. તલનું દાન કરો.

(11) કુંભ રાશિફળ : ગુરુ આ અઠવાડિયે આ રાશિમાં રહેશે. ધંધામાં સફળતા મળશે. સોમવારથી બુધવારની વચ્ચે ઘણા અટકેલા કામ શરુ થશે. માતા દુર્ગાની નિયમિત પૂજા કરો. વાદળી અને સફેદ રંગ શુભ છે. અઠવાડિયાના પ્રથમ બે દિવસ જોબ અને ધંધામાં લાભ મળશે. બુધવારના રોજ ગાયને પાલક અને ગોળ ખવરાવો.

(12) મીન રાશિફળ : ધાર્મિક કાર્ય કરશો. આ અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ ધંધામાં વિવાદોથી દુર રહેવું. વિદ્યાથીની કારકિર્દીમાં લાભ થશે. બુધવાર પછી પ્રગતિ થઇ શકે છે. વિદ્યાર્થી સફળ રહેશે. પીળા અને નારંગી રંગ શુભ છે. અન્નદાન કરતા રહો.