દેવી માં નું આ મંદિર ગોદાવરી નદી ના કિનારે સ્થાપિત મહારાષ્ટ્ર ના નાસિક માં વણી ગામ માં આવેલ છે. આ મંદિર નાસિક શહેર થી 65 કિલોમીટર ની દુરી પર 4800 ફૂટ ની ઊંચાઈ પર સ્થિત છે. ત્યાં એવી માન્યતા છે કે દેવી ની ગોદ ભરાય થી સંતાન પ્રાપ્ત થાય છે.
સહયાદ્રી પર્વત શૃંખલા પર સ્થિત આ મંદિર ની એક બાજુ ગહરી અને ઊંડી ખાડીઓ છે. તેમજ બીજી બાજુ ઊંચા ઊંચા પહાડો મોજુદ છે. સપ્તશ્રુંગી માં અર્ધશક્તિ પીઠ ના રૂપ થી પૂજા કરવામાં આવે છે.
પુરાણો માં આ વર્ણન મળે છે કે, મહિષાસુર રાક્ષસ ના અંત માટે દેવી -દેવતાંઓ એ માતાજી ની આરાધના કરી જેનાથી માં અહીં સપ્તશૃંગી રૂપ માં પ્રકટ થયાં. અહીં માતાજી ની આરાધના મહાકાળી, મહાલક્ષ્મી, તેમજ મહાસરસ્વતી એમ ત્રિગુણ રૂપ માં કરવામાં આવે છે. તેમજ એમ પણ કહેવામાં આવે છે કે, ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ નાસિક માં તપોવન સમય માં અહીંયા આવ્યા હતા.
ગોદ ભરાઈ થી થાય છે સંતાન પ્રાપ્તિ :
અહીંયા નવરાત્રી ના સમય માં માતાજી ની ગોદ ભરાય કરવામાં આવે છે. માતાજી ની ગોદ ભરાય માટે ભક્તજનો નારિયેળ, ચૂંદડી, સાડી, ચૂડી, સિંદૂર, ફૂલ અને મીઠાઈ ચડાવે છે. કહેવાય છે કે દેવી માં એમના ભક્તજનો ને પોતાના 18 હાથો થી આશિર્વાદ આપે છે. અને અહીંયા પુરન પોળી નો પ્રસાદ મળે છે.
દેવી ની છે 18 ભુજાઓ :
અહીંયા એવુ પણ કહેવામાં આવ્યું છે કે, કોઇ ભક્ત દ્વારા મધમાખી નુ પોડુ તોડતી વખતે દેવી ની મૂર્તિ દેખાઇ હતી. 8 ફુટ ઉચી આ મૂર્તિ ને 18 ભુજા છે. બધી ભુજાઓ મા મહીસાસુર નો અંત કરવા દેવતા ઓ એ આપેલા શ સત્રો છે. જેમાં શીવ નુ ત્રિશુ લ, વિષ્ણુ નુ ચક્ર, વરુણ નો શંખ, અગ્નિ નો દાહકત્ય, વાયુ નુ ધ નુષ-બા ણ, ઇન્દ્ર નુ વજ્ર, યમ ના દંડ, પ્રજાપતિ દક્ષ ની સ્ફટીક માળા, બ્રહ્મા નુ કમંડલ, સૂર્ય ના કિરણ , કાલી દેવી ની તર વાર, ક્ષીરસાગર નો હાર, કુંડલ, વિશ્વકર્મા નુ પરશુકવચ, સમુદ્ર નો કમલાહાર, હિમાલય નુ સિંહ વાહન અને રત્નો સામેલ છે.
2 રૂપ મા જોવા મળે છે દેવી :
મુખ્ય મંદિર જવા માટે 472 પગથીયા ચઢવી પડે છે. ચૈત્ર અને આસુ નવરાત્રિ પર અહી વિશેષ ઉત્સવ થાય છે. કહેવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ મા દેવી ના હસતા સ્વરૂપે અને આસુ નવરાત્રિ મા ગંભીર સ્વરૂપે દર્શન થાય છે. આ પર્વત પર પાણી ના 108 કુંડ છે જે આ સ્થળ ની સુંદરતા મા વધારો કરે છે.
– સાભાર સોલંકી હેની (અમર કથાઓ ગ્રુપ)